Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 7:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ત્યારે યોહાને પોતાના શિષ્યોમાંના બેને પાસે બોલાવીને તેઓને પ્રભુની પાસે મોકલીને તેને પૂછાવ્યું, “જે આવનાર છે તે શું તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 “જેમનું આગમન થવાનું છે તે તમે જ છો, કે અમે બીજા કોઈની રાહ જોઈએ?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 યોહાને પોતાના શિષ્યોમાંના બેને પોતાની પાસે બોલાવીને તેઓને પ્રભુની પાસે મોકલીને પુછાવ્યું કે, ‘જે આવનાર છે તે શું તમે છો, કે અમે બીજાની રાહ જોઈએ?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 યોહાને તેઓને પ્રભુ (ઈસુ) ની પાસે મોકલીને પૂછાવ્યું કે, “જે આવનાર છે તે શું તું જ છે કે અમે બીજી વ્યક્તિની રાહ જોઈએ?”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 7:19
38 Iomraidhean Croise  

અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”


અને તારી ને સ્‍ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”


શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.


યિશાઈના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, ને તેની જડમાંથી ઊગતી એક ડાળીને ફળ આવશે.


તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે, અને તેનું નામ તે ઈમાનુએલ પાડશે.


પણ હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાનાં ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તોપણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્‍ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે.


હું સર્વ પ્રજાઓને હલાવી નાખીશ, ને સર્વ પ્રજાઓની કિમંતી વસ્તુઓ આવશે, ને હું આ મંદિરને ગૌરવથી ભરીશ, ” એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.


હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે].


પણ તમે મારા નામનું ભય રાખનારાઓને માટે તો ન્યાયીપણાનો સૂર્ય ઊગશે, અને તેની પાંખોમાં આરોગ્ય હશે; તમે બહાર આવીને કોઢમાંના વાછરડાઓની જેમ કૂદશો.


અને બાર [શિષ્યો] ને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા; અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો;


આ બિનાઓ બન્યા પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને ઠરાવ્યા, અને જે પ્રત્યેક શહેર તથા જગામાં તે પોતે જવાના હતા, ત્યાં તેઓમાંના બબ્બેને પોતાની આગળ મોકલ્યા.


તે એક સ્થળે પ્રાર્થના કરતા હતા. તે કરી રહ્યા પછી તેમના શિષ્યોમાંના એકે તેમને કહ્યું, “પ્રભુ, યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું તેમ તમે પણ અમને શીખવો.”


પ્રભુએ તેને કહ્યું, “તમે ફરોશીઓ તો થાળીવાટકો બહારથી શુદ્ધ કરો છો. પણ તમારું અંતર જુલમે તથા ભૂંડાઈએ ભરેલું છે.


પ્રભુએ કહ્યું, “જેને તેનો ધણી પોતાનાં ઘરનાંઓને યોગ્ય સમયે અન્‍ન આપવા માટે પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા શાણો કારભારી કોણ છે?


પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો, “ઓ ઢોંગીઓ, તમારામાંનો દરેક પોતપોતાના બળદને તથા ગધેડાને કોઢમાંથી છોડીને વિશ્રામવારે પાવા માટે લઈ જતો નથી શું?


પ્રેરિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધારો.”


પ્રભુએ કહ્યું, “જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોત તો તમે આ ગુલ્લર ઝાડને કહેત કે, ‘તું ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા’ તો તે તમારું માનત.


પ્રભુએ કહ્યું, “તે અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો.


જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું, “પ્રભુ, હું મારી સંપત્તિનો અર્ધો ભાગ દરિદ્રીઓને આપું છું; જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય, તો હું તેને ચોગણું પાછું આપીશ.”


પ્રભુએ ફરીને પિતરની સામું જોયું. તેમણે તેને કહ્યું હતું, “આજે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે, ” એ પ્રભુનું વચન પિતરને યાદ આવ્યું.


કે, જેઓ કહેતા હતા, “પ્રભુ ખરેખર ઊઠ્યા છે, અને સિમોનને દર્શન આપ્યું છે.”


વિધવાને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી, અને તેમણે તેને કહ્યું, “રડ નહિ.”


તે માણસોએ તેમની પાસે આવીને તેમને પૂછ્યું, “બાપ્તિસ્ત યોહાને તમારી પાસે અમને એવું પૂછવા મોકલ્યા છે કે, જે આવનાર છે તે શું તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?”


જે મરિયમે પ્રભુને અત્તર ચોળ્યું હતું, અને તેમના પગ પોતાને ચોટલે લૂછયા હતા, તેનો ભાઈ લાજરસ માંદો હતો.


હવે ફરોશીઓના સાંભળવામાં આવ્યું કે યોહાનના કરતાં ઈસુ ઘણાને શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે.


સ્‍ત્રી તેમને કહે છે, “મસીહ (જે ખ્રિસ્ત કહેવાય છે તે) આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.”


(તોપણ જ્યાં પ્રભુએ સ્તુતિ કર્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી [બીજી] હોડીઓ આવી.)


અને નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટિમમાંથી બે માણસોને જાસૂસો તરીકે, છૂપી રીતે એમ કહીને મોકલ્યા, “તમે જઈને દેશની તથા યરીખોની બાતમી કાઢો.” અને તેઓ જઈને રાહાબ નામે એક વેશ્યાને ઘેર ઊતર્યા.


મારા બે શાહેદો ટાટ પહેરીને એક હજાર બસો સાઠ દિવસ સુધી પ્રબોધ કરે, એવો હું તેઓને [અધિકાર] આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan