Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 7:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તે પાસે આવીને ઠાઠડીને અડક્યા; એટલે ખાંધિયા ઊભા રહ્યા. તેમણે કહ્યું, “જુવાન, હું તને કહું છું કે, ઊઠ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 વિધવાને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી, અને તેમણે તેને કહ્યું, “વિલાપ ન કર.” પછી તે જઈને શબવાહિનીને અડક્યા, એટલે ઊંચકનારા માણસો થંભી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ઈસુએ મૃત્યુ પામેલી વ્યક્તિની પાસે જઈને તેની ઠાઠડી અડક્યા એટલે તે મૃતદેહ ઊંચકનારા ઊભા રહ્યા. અને ઈસુએ કહ્યું કે, ‘જુવાન, હું તને કહું છું કે, ઊઠ સજીવન થા.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ઈસુ ઠાઠડીની પાસે ગયો અને તેને સ્પર્શ કર્યો. ખાંધિયા ઊભા રહ્યાં. ઈસુએ મૃત્યુ પામેલા પુત્રને કહ્યું, “હે જુવાન, હું તને કહું છું કે ઊઠ.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 7:14
20 Iomraidhean Croise  

પછી તેણે તે છોકરા પર ત્રણ વખત લાંબા થઈને યહોવાને વિનંતી કરી, “હે મારા ઈશ્વર યહોવા, કૃપા કરીને આ છોકરાનો જીવ એનામાં પાછો અવવા દો.”


અને યહોવાએ એલિયાની વિનંતી સાંભળી. અને છોકરાનો જીવ તેનામાં પાછો આવ્યો, ને તે જીવતો થયો.


એમ માણસ સૂઈ જઈને પાછો ઊઠતો નથી. આકાશો નષ્ટ થશે ત્યાં સુધી તે જાગશે નહિ, અને તેને ઊંઘમાંથી ઉઠાડવામાં આવશે નહિ.


શું મરેલો માણસ સજીવન થાય? મારો છૂટકો થાય ત્યાં સુધી હું મારા યુદ્ધના સર્વ દિવસો પર્યત વાટ જોવત.


કેમ કે તે બોલ્યા, અને [સૃષ્ટિ] થઈ. તેમણે આજ્ઞા કરી, અને તે સ્થિર થઈ.


તમારાં મરેલાં જીવશે; તેમનાં શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ, ને હર્ષનાદ કરો; કેમ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે, ને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.


અને છોકરીનો હાથ પકડીને તેને કહે છે: “તાલિથા કૂમી; “ જેનો અર્થ થાય છે, “છોકરી, હું તને કહું છું, ઊઠ.”


વિધવાને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી, અને તેમણે તેને કહ્યું, “રડ નહિ.”


ત્યારે જે મૂએલો હતો તે બેઠો થયો, અને બોલવા લાગ્યો. તેમણે તેને તેની માને સોંપ્યો.


તેમના સંબંધીની આ વાત આખા યહૂદિયામાં તથા આસપાસના બધા પ્રદેશમાં ફેલાઈ ગઈ.


ઈસુએ તેને કહ્યું, “પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તોપણ જીવતો થશે,


કેમ કે જેમ પિતા મરી ગયેલાંઓને ઉઠાડીને તેમને સજીવન કરે છે, તેમ જ દીકરો પણ‍ ચાહે તેઓને સજીવન કરે છે.


હું તમને ખચીત ખચીત કહું છું કે, એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મરી ગયેલાંઓ ઈશ્વરના દીકરાની વાણી સાંભળશે; અને સાંભળનારાં જીવતાં થશે.


ઈશ્વર જે મૂએલાંઓને સજીવન કરનાર છે, અને જે નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરનાર છે, અને જેમના પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, તેમની આગળ તે આપણા સર્વનો પૂર્વજ છે (જેમ લખેલું છે, “મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે” તેમ.)


કેમ કે તેઓ ગુપ્તમાં એવાં કામ કરે છે કે, જે કહેતાં પણ શરમ લાગે છે.


Lean sinn:

Sanasan


Sanasan