Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 7:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વિધવાને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી, અને તેમણે તેને કહ્યું, “રડ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 એ મૃત્યુ પામેલો માણસ એક વિધવાનો એકનોએક પુત્ર હતો; તેથી નગરજનોનું મોટું ટોળું વિધવાની સાથે જોડાયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેને જોઈને પ્રભુને તેના પર અનુકંપા આવી, અને ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘રડીશ નહિ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જ્યારે પ્રભુએ (ઈસુ) તેને જોઈ, ત્યારે તેના હ્રદયમાં તેને માટે કરૂણા ઉપજી. ઈસુએ તેને કહ્યું, “રડીશ નહિ,”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 7:13
36 Iomraidhean Croise  

જેમ પિતા પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે.


પણ, હે પ્રભુ, કરુણાથી તથા દયાથી ભરપૂર, કોપ કરવે ધીમા અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ, એવા તમે ઈશ્વર છો.


કેમ કે, હે પ્રભુ, તમે ઉત્તમ તથા ક્ષમા કરવાને તત્પર છો, તમને અરજ કરનાર સર્વ પર તમે ઘણા કૃપાળુ છો.


તેમનાં સર્વ દુ:ખોમાં તે દુ:ખી થયા, ને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો; તેમણે જ પોતાના પ્રેમથી તથા પોતાની દયાથી તેમનો ઉદ્ધાર કર્યો. પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા.


શું એફ્રાઈમ મારો લાડકો દીકરો નથી? શું તે પ્રિય પુત્ર નથી? કેમ કે જ્યારે જ્યારે હું તેની વિરુદ્ધ બોલું છું ત્યારે ત્યારે તે મને ખરેખર યાદ આવે છે. તેથી તેને માટે મારી આંતરડી કકળે છે! હું ખચીત તેના પર દયા કરીશ, ” એવું યહોવા કહે છે.


“લોકો પર મને દયા આવે છે, કેમ કે હમણાં ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી!


આ બિનાઓ બન્યા પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને ઠરાવ્યા, અને જે પ્રત્યેક શહેર તથા જગામાં તે પોતે જવાના હતા, ત્યાં તેઓમાંના બબ્બેને પોતાની આગળ મોકલ્યા.


તે એક સ્થળે પ્રાર્થના કરતા હતા. તે કરી રહ્યા પછી તેમના શિષ્યોમાંના એકે તેમને કહ્યું, “પ્રભુ, યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું તેમ તમે પણ અમને શીખવો.”


પ્રભુએ તેને કહ્યું, “તમે ફરોશીઓ તો થાળીવાટકો બહારથી શુદ્ધ કરો છો. પણ તમારું અંતર જુલમે તથા ભૂંડાઈએ ભરેલું છે.


પ્રભુએ કહ્યું, “જેને તેનો ધણી પોતાનાં ઘરનાંઓને યોગ્ય સમયે અન્‍ન આપવા માટે પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા શાણો કારભારી કોણ છે?


પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો, “ઓ ઢોંગીઓ, તમારામાંનો દરેક પોતપોતાના બળદને તથા ગધેડાને કોઢમાંથી છોડીને વિશ્રામવારે પાવા માટે લઈ જતો નથી શું?


પ્રેરિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધારો.”


પ્રભુએ કહ્યું, “જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોત તો તમે આ ગુલ્લર ઝાડને કહેત કે, ‘તું ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા’ તો તે તમારું માનત.


પ્રભુએ કહ્યું, “તે અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો.


જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું, “પ્રભુ, હું મારી સંપત્તિનો અર્ધો ભાગ દરિદ્રીઓને આપું છું; જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય, તો હું તેને ચોગણું પાછું આપીશ.”


પ્રભુએ ફરીને પિતરની સામું જોયું. તેમણે તેને કહ્યું હતું, “આજે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે, ” એ પ્રભુનું વચન પિતરને યાદ આવ્યું.


તેઓ અંદર પેઠી, પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ જોયું નહિ.


કે, જેઓ કહેતા હતા, “પ્રભુ ખરેખર ઊઠ્યા છે, અને સિમોનને દર્શન આપ્યું છે.”


હવે શહેરના દરવાજા પાસે તે આવ્યા, ત્યારે, જુઓ, તેઓ એક મૂએલા માણસને બહાર લઈ જતા હતા; અને તે તેની માનો એકનો એક દીકરો હતો, તે તો વિધવા હતી. અને શહેરના ઘણા લોકો તેની સાથે હતા.


તે પાસે આવીને ઠાઠડીને અડક્યા; એટલે ખાંધિયા ઊભા રહ્યા. તેમણે કહ્યું, “જુવાન, હું તને કહું છું કે, ઊઠ.”


ત્યારે યોહાને પોતાના શિષ્યોમાંના બેને પાસે બોલાવીને તેઓને પ્રભુની પાસે મોકલીને તેને પૂછાવ્યું, “જે આવનાર છે તે શું તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?”


છોકરીને માટે બધાં રડતાં તથા વિલાપ કરતાં હતાં. પણ તેમણે તેઓને કહ્યું, “રડો નહિ; કેમ કે તે મરી ગઈ નથી, પણ ઊંઘે છે.”


જે મરિયમે પ્રભુને અત્તર ચોળ્યું હતું, અને તેમના પગ પોતાને ચોટલે લૂછયા હતા, તેનો ભાઈ લાજરસ માંદો હતો.


એ માટે બહેનોએ તેમને કહેવડાવી મોકલ્યું, “પ્રભુ, જેના પર તમે પ્રેમ રાખો છો, તે માંદો છે.”


તેઓ તેને પૂછે છે, “બહેન, તું કેમ રડે છે?” તે તેઓને કહે છે, “તેઓ મારા પ્રભુને લઈ ગયા છે, અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી, માટે [હું રડું છું].”


ઈસુ તેને કહે છે, “બહેન, તું કેમ રડે છે? તું કોને શોધે છે?” તે માળી છે એમ ધારીને તેણે તેમને કહ્યું, “સાહેબ, જો તમે તેમને અહીંથી ઉઠાવી લીધા હોય, તો તમે તેમને ક્યાં મૂક્યા છે એ મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.”


હવે ફરોશીઓના સાંભળવામાં આવ્યું કે યોહાનના કરતાં ઈસુ ઘણાને શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે.


(તોપણ જ્યાં પ્રભુએ સ્તુતિ કર્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી [બીજી] હોડીઓ આવી.)


જેઓ રડનારા છે તેઓ નહિ રડનારા જેવા થાય; અને આનંદ કરનારા નહિ આનંદ કરનારા જેવા થાય; વેચાતું લેનારા તેઓ પોતાની પાસે કશું નહિ રાખનારા જેવા થાય;


પણ, ભાઈઓ, ઊંઘી ગયેલાં વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઇચ્છા નથી. જેથી બીજાં માણસો જેઓને આશા નથી એવાંની જેમ તમે ખેદ ન કરો.


તેથી તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, જેથી તે લોકોનાં પાપનું પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય.


કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા આવી શકે નહિ એવા નહિ, પણ સર્વ વાતે જે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખયાજક છે.


અને તેઓએ પોતામાંથી પારકા દેવોને દૂર કરીને યહોવાની ઉપાસના કરી. અને ઇઝરાયલના દુ:ખને લીધે યહોવાનો આત્મા ખિન્‍ન થયો.


Lean sinn:

Sanasan


Sanasan