Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 7:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 હવે શહેરના દરવાજા પાસે તે આવ્યા, ત્યારે, જુઓ, તેઓ એક મૂએલા માણસને બહાર લઈ જતા હતા; અને તે તેની માનો એકનો એક દીકરો હતો, તે તો વિધવા હતી. અને શહેરના ઘણા લોકો તેની સાથે હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તે નગરના દરવાજે આવી પહોંચ્યા. તેમણે જોયું કે એક મૃત માણસને ઊંચકીને લોકો બહાર લઈ જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હવે તેઓ શહેરના દરવાજા પાસે આવ્યા ત્યારે જુઓ, તેઓ એક મરેલા માણસને બહાર લઈ જતા હતા; તે તેની માનો એકનો એક દીકરો હતો, અને તે વિધવા હતી; શહેરના ઘણાં લોક તેની સાથે હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 જ્યારે ઈસુ શહેરની ભાગોળે આવ્યો, તેણે એક મૂએલા માણસને બહાર લઈ જતાં જોયો, એક માતા કે જે વિધવા હતી તેનો એકનો એક દિકરો મૃત્યુ પામ્યો હતો. જ્યારે તેના પુત્રના મૃતદેહને લઈ જવાતો હતો ત્યારે માતાની સાથે શહેરના ઘણા લોકો હતા.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 7:12
20 Iomraidhean Croise  

અને ઈશ્વરે કહ્યું, “તું તારો હાથ છોકરા પર ન નાખ, ને તેને કંઈ ન કર; કેમ કે દિકરાને, મારાથી પાછો રાખ્યો નથી; તેથી હું જાણું છું કે તું ઈશ્વરથી બીહે છે.”


અને તેમણે કહ્યું, “હવે તારો દીકરો; તારો એકનો એક દીકરો, ઇસહાક, જેના પર તું પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા. અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહનીયાર્પણ કર.”


આથી, આખું કુટુંબ મારી વિરુદ્ધ ઊઠ્યું છે, અને તેઓ કહે છે, ‘જેણે પોતાના ભાઈને મારી નાખ્યો તેને અમારે સ્વાધીન કર કે, જે તેના ભાઈને તેણે મારી નાખ્યો તેના જીવને બદલે અમે તેનો જીવ લઈએ, ને એમ વારસનો પણ નાશ કરીએ:’


ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “તમારા ઈશ્વર યહોવાના જીવના સમ કે, મારી પાસે એકે રોટલી નથી, માત્ર માટલીમાં એક મુઠ્ઠી મેંદો ને કૂંડીમાં થોડું તેલ છે; અને જુઓ, હું થોડાક લાકડાં વીણું છું કે, ઘેર જઈને હું મારે માટે તથા મારા દીકરાને માટે તે પકાવું કે, અમે તે ખાઈને પછીથી મરી જઈએ.”


તે સ્ત્રીએ એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત, તમારે મારી વિરુદ્ધ શું છે? શું તમે મારા અપરાધનું સ્મરણ કરાવવા, તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યા છો?”


અને એલિયા છોકરાને લઈને [માળ પરની] ઓરડીમાંથી નીચે ઘરમાં લાવ્યો, ને તેને એની માને સોંપ્યો. અને એલિયાએ કહ્યું, “જુઓ, તમારો છોકરો જીવતો છે.”


“તું ઊઠ, ને સિદોનના સારફતમાં જઈને ત્યાં રહે; જો, મેં ત્યાંની એક વિધવા સ્ત્રીને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે.”


તેણે કહ્યું, ”આ સમયે વખત આવ્યે તું છોકરાને આલિંગન કરશે.” એ સ્ત્રીએ કહ્યું, “ના, હે મારા મુરબ્બી ઈશ્વરભક્ત, તમારી દાસીને જૂઠું કહેશો નહિ.”


ચાકર તેને ઊંચકીને તેની મા પાસે લાવ્યો, ત્યારે તે તેના ખોળામાં બપોર સુધી બેઠો, ને પછી મરણ પામ્યો.


નાશ પામવાની અણી પર આવેલાનો આશીર્વાદ મને મળતો, અને વિધવાના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવરાવતો.


હું દાઉદના વંશજો પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ. અને મને, જેને તેઓએ વીંધ્યો છે, તેની તરફ તેઓ જોશે; અને જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે, ને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુ:ખી થાય તેમ તેઓ તેને લીધે દુ:ખી થશે.


થોડી મુદત પછી નાઈન નામના શહેરમાં તે આવ્યા. અને તેમના શિષ્યો તથા ઘણા લોક પણ તેમની સાથે આવ્યા.


વિધવાને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી, અને તેમણે તેને કહ્યું, “રડ નહિ.”


કેમ કે તેને આશરે બાર વરસની એકની એક દીકરી હતી, તે મરવા પડી હતી. તે જતા હતા તે દરમિયાન ઘણા લોકોએ તેમના પર પડાપડી કરી.


છોકરીને માટે બધાં રડતાં તથા વિલાપ કરતાં હતાં. પણ તેમણે તેઓને કહ્યું, “રડો નહિ; કેમ કે તે મરી ગઈ નથી, પણ ઊંઘે છે.”


માર્થા તથા મરિયમની પાસે તેમને તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે ઘણા યહૂદીઓ આવ્યા હતા.


ત્યારે પિતર ઊઠીને તેઓની સાથે ગયો, અને તે આવી પહોંચ્યો એટલે તેઓ તેને મેડી ઉપર લઈ ગયા. બધી વિધવાઓ તેની પાસે ઊભી રહીને રુદન કરતી હતી, અને દરકાસ તેઓની સાથે હતી ત્યારે તેણે જે પહેરણ તથા વસ્‍ત્રો બનાવ્યાં હતાં તે તેઓ તેને બતાવતી હતી.


પછી તેણે તેને હાથ આપીને ઉઠાડી. અને સંતોને તથા વિધવાઓને બોલાવીને તેને જીવતી બતાવી.


વિધવાઓની અને અનાથોની તેઓનાં દુ:ખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની, એટલે પિતાની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.


Lean sinn:

Sanasan


Sanasan