Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 6:48 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 તે એક ઘર બાંધનાર માણસના જેવો છે, જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો. જ્યારે રેલ આવી, ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો. પણ તે તેને હલાવી ન શક્યો. કેમ કે તે સારી રીતે બાંધેલું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

48 તે તો એક ઘર બાંધનાર માણસ જેવો છે; તેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો. પછી નદીમાં પૂર આવ્યું અને ઘર પર તેનો સપાટો લાગ્યો; પણ તે ડગ્યું નહિ, કારણ, તે સારી રીતે બાંધેલું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 તે એક ઘર બાંધનાર માણસના જેવો છે, જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો; અને જયારે પૂર આવ્યું, ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો, પણ તેને હલાવી ન શક્યો, કેમ કે તે મજબૂત બાંધેલું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

48 તે એક મકાન બાંધનાર માણસ જેવો છે. જે ઊડું ખોદે છે અને મજબૂત ખડક પર મકાન બાંધે છે જ્યારે રેલ આવે છે ત્યારે પાણી મકાનને તાણી જવા પ્રયત્ન કરે છે. પરંતુ રેલ ઘરને હલાવી શકતી નથી, કારણ કે મકાન સારી રીતે (મજબૂત) બાંધેલું હતું.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 6:48
37 Iomraidhean Croise  

અને તેણે કહ્યું, “યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે, હા, એ મારો છે;


કેમ કે યહોવા વિના ઈશ્વર કોણ છે? અને અમારા ઈશ્વર વિના ગઢ કોણ છે?


યહોવા જીવે છે; મારા ખડકને ધન્ય હો. અને મારા તારણરૂપી ખડકના ઈશ્વર મોટા મનાઓ;


કેમ કે મૃત્યુનાં મોજાંએ મને ઘેરી લીધો હતો, દુષ્ટ [માણસોની] રેલોએ મને બીવડાવ્યો હતો.


ઇઝરાયલના ઈશ્વરે કહ્યું, ઇઝરાયલના ખડકે મને કહ્યું, ‘મનુષ્ય પર નેકીથી જે રાજ કરે છે, તથા યહોવાનો ભય રાખીને જે રાજ કરે છે,


તે માટે તમે મળો એવે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે; સાચે જ ઘણાં પાણીની રેલ ચઢે ત્યારે તે તેને પહોંચશે નહિ.


તે જ મારા ખડક તથા તારણ છે; તે મારા ગઢ છે; હું કદી ઉથલાઈ જવાનો નથી.


આવો, આપણે યહોવાની આગળ ગાઈએ; આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ.


વંટોળિયો જતો રહે છે, તેમ દુષ્ટ સદાને માટે લોપ થઈ જાય છે; પણ નેક પુરુષ સર્વકાળ ટકનાર પાયારૂપ છે.


યહોવા પર સદા ભરોસો રાખો; કેમ કે યહોવા ઈશ્વર સનાતન ખડક છે.


તે માટે ઈશ્વર યહોવા કહે છે, “જુઓ, સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકું છું, તે કસી જોયેલો પથ્થર, દઢ પાયાની મૂલ્યવાન કોણશિલા છે. જે વિશ્વાસ રાખે છે તે ઉતાવળો થશે નહિ.


તેઓ પશ્ચિમથી યહોવાના નામનો, ને સૂર્યોદયના સ્થળથી તેમના પ્રતાપનો ભય રાખશે; કેમ કે તે બાંધી દીધેલી નદી, જેને યહોવાનો શ્વાસ હડસેલે છે, તેની જેમ ધસી આવશે.”


પણ ફરી વળતી રેલથી પોતાના શત્રુઓના સ્થાનનો તે સંપૂર્ણ અંત લાવશે. ને તેઓ અંધકારમાં આવી પડે ત્યાં સુધી તે તેઓની પાછળ પડશે.


દરેક જે મારી પાસે આવે છે, અને મારી વાતો સાંભળે છે તથા પાળે છે, તે કોના જેવો છે, એ હું તમને બતાવીશ:


પણ [મારી વાતો] જે સાંભળીને પાળતો નથી તે એક માણસના જેવો છે, જેણે પાયો નાખ્યા વિના ભોંય પર ઘર બાંધ્યું. તેને નદીનો સપાટો લાગ્યો, એટલે તે તરત પડી ગયું; અને તે ઘરનો સમૂળગો નાશ થયો.”


મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યાં છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”


તેઓએ શિષ્યોનાં મન દઢ કરતાં તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો, અને [કહ્યું કે,] “આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.”


પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે.


પણ યશુરૂને પુષ્ટ થઈને લાત મારી; તું હ્રષ્ટપુષ્ટ થયો છે, તું જાડો થયો છે, તું સુવાળો થયો છે. ત્યારે જેમણે તેને બનાવ્યો તે યહોવાનો તેણે ત્યાગ કર્યો, અને પોતાના તારણના ખડકનો તિરસ્કાર કર્યો.


જેમણે તને પેદઅ કર્યો તે ખડક વિષે તને ભાન નથી, અને તને જન્મ આપનાર ઈશ્વરને તું ભૂલી ગયો છે.


કેમ કે ખુદ આપણા શત્રુઓના માનવા પ્રમાણે પણ, તેઓનો ખડક આપણા ખડક જેવો નથી.


પણ ઈશ્વરે નાખેલો પાયો દઢ રહે છે. તેના પર આ મુદ્રાછાપ મારેલી છે, “જે પોતાનાં છે તેઓને પ્રભુ ઓળખે છે, ” અને આ પણ કે, જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું.


એ માટે, ભાઈઓ, તમને [મળેલું] તેડું તથા [પ્રભુએ કરેલી] તમારી પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્ન કરો; કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહિ.


હવે, બાળકો, તેમનામાં રહો, જેથી જો તે પ્રગટ થાય, તો આપણામાં હિંમત આવે, ને તેમના આગમનને વખતે તેમની રૂબરૂ આપણે શરમાઈએ નહિ.


હવે જે તમને ઠોકર ખાતાં બચાવવા, અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદસહિત નિર્દોષ રજૂ કરવા, સમર્થ છે,


યહોવા જેવા પવિત્ર કોઈ નથી; કેમ કે તમારા સિવાય બીજો કોઈ નથી; વળી અમારા ઈશ્વર જેવો બીજો ખડક નથી.


Lean sinn:

Sanasan


Sanasan