Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 6:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 અથવા તારી પોતાની આંખમાંનો ભારોટિયો ન જોતાં તું તારા ભાઈને કેમ કહી શકે કે, ‘ભાઈ, તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે?’ ઓ ઢોંગી, તું પહેલાં પોતાની આંખમાંથી ભારોટિયો કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી રીતે સૂઝશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

42 ‘ભાઈ, મને તારી આંખમાંથી તણખલું કાઢવા દે,’ એમ તું તારા ભાઈને કેવી રીતે કહી શકે? તું તારી પોતાની આંખમાંના ભારટિયાને તો લક્ષમાં પણ લેતો નથી! ઓ ઢોંગી! પ્રથમ તારી પોતાની આંખમાંથી ભારટિયો કાઢ, એટલે પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢતાં તને બરાબર સૂઝશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 તારી પોતાની આંખમાંનો ભારોટીયો ન જોતો હોય તો પછી તું તારા ભાઈને કઈ રીતે કહી શકે કે, ભાઈ, તારી આંખમાંથી મને તણખલું ફોતરું દે? ઓ ઢોંગી, તું પહેલાં પોતાની આંખમાંથી ભારોટીયો કાઢ, અને ત્યાર પછી તને તારા ભાઈની આંખમાંથી ફોતરું કાઢવાને સારી રીતે દેખાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 તમે તમારા ભાઈને કહો છો, ‘ભાઈ, તારી આંખમાંથી મને નાની ધૂળની રજકણ કાઢી નાખવા દે.’ તમે આવું શા માટે કહો છો? તમે તમારી પોતાની, આંખમાંનો મોટો ભારોટિયો પણ જોઈ શકતા નથી. તમે એક ઢોંગી છો. પહેલા તમે તમારી પોતાની આંખમાંથી મોટા ભારોટિયાને બહાર કાઢો. પછી તમે તમારા ભાઈની આંખમાંથી ધૂળ કાઢવાનું સ્પષ્ટ જોઈ શકશો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 6:42
24 Iomraidhean Croise  

જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે [વાજબી દેખાય છે] ; પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે.


અને જે વાત ઈસુએ પિતરને કહી હતી, “મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ, ” તે તેને યાદ આવી; અને બહાર જઈને તે બહુ રડ્યો.


અને તું તારી આંખમાંનો ભારોટિયો ધ્યાનમાં ન લાવતાં તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે?


અથવા તું તારા ભાઈને કેમ કહેશે કે, ‘તારી આંખમાંથી તણખલું મને કાઢવા દે.’ પણ જો, તારી પોતાની જ આંખમાં તો ભારોટિયો છે!


પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો, “ઓ ઢોંગીઓ, તમારામાંનો દરેક પોતપોતાના બળદને તથા ગધેડાને કોઢમાંથી છોડીને વિશ્રામવારે પાવા માટે લઈ જતો નથી શું?


પણ મેં તારે માટે વિનંતી કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ. અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.”


તારી પોતાની આંખમાંનો ભારોટિયો ધ્યાનમાં લીધા વિના તારા ભાઈની આંખમાંનું તણખલું કેમ જુએ છે?


કેમ કે કોઈ સારા ઝાડને ખરાબ ફળ આવતું નથી; વળી ખરાબ ઝાડને સારું ફળ આવતું નથી.


“અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા, અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?


ત્યારે પિતરે તેઓને [કહ્યું,] “પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે, તમારાં પાપનું નિવારણ થાય, અને તમને પવિત્ર આત્માનું દાન મળશે.


આ વાતમાં તારે લાગભાગ નથી, કેમ કે તારું અંત:કરણ ઈશ્વરની આગળ ચોખ્ખું નથી.


એ માટે, હે [બીજાઓનો] ન્યાય કરનાર માણસ, તું ગમે તે હોય, તું બહાનું કાઢી શકશે નહિ. કેમ કે જે બાબત વિષે તું બીજાનો ન્યાય કરે છે, તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે, કેમ કે તું ન્યાય કરનાર પોતે પણ તે જ કામો કરે છે.


પણ સર્વ ઈશ્વર તરફથી છે, જેમણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું, અને સમાધાન [પ્રગટ કરવા] ની સેવા અમને સોંપી.


એ માટે જો કોઈ પાછલાંથી પોતાને [દૂર રાખીને] શુદ્ધ રહે, તો તે ઉત્તમ કાર્યને માટે પવિત્ર કરેલું, ‍ સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે.


પણ જેની પાસે એ વાનાં નથી તે આંધળો છે, તેની દષ્ટિ ટૂંકી છે, અને તે પોતાનાં આગલાં પાપોથી શુદ્ધ થયો હતો એ વાત તે વીસરી ગયો છે.


Lean sinn:

Sanasan


Sanasan