Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 6:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 જે કોઈ તારી પાસે કંઈ માગે, તેને તે આપ; અને જે કોઈ તારો માલ લઈ જાય તેની પાસેથી તું પાછો માગીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 જો કોઈ તમારી પાસે કંઈક માગે, તો તેને તે આપો, અને જો કોઈ તમારું કંઈ લઈ જાય તો તે પાછું ન માગો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 જો કોઈ તારી પાસે માગે તેને આપ; કોઈ તારું કશું પણ લઈ જાય તેની પાસેથી તું પાછું માગીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 દરેક વ્યક્તિને તે જે માગે તે આપો. જ્યારે તમારી પાસેથી કોઈ તમારો કોટ લઈ જાય તો તમારું ખમીસ પણ લઈ જવા દો. તેની પાસેથી તે પાછું માગશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 6:30
29 Iomraidhean Croise  

તેણે મોકળે હાથે દરિદ્રીઓને આપ્યું છે, તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે, તેનું શિંગ માન સહિત ઊંચું થશે.


જે દરિદ્રીની ચિંતા રાખે છે તેને ધન્ય છે; સંકટને સમયે યહોવા તેને છોડાવશે.


ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.


એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભમાં ને લોભમાં મંડ્યા રહે છે; પણ નેક માણસ આપે છે, અને [હાથ] પાછો ખેંચી રાખતો નથી.


ઉદાર દષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે; કેમ કે તે પોતાના અન્‍નમાંથી દરિદ્રીને આપે છે.


સાતને, હા, વળી આઠને પણ કંઈક હિસ્સો આપ; કેમ કે પૃથ્વી પર શી આપત્તિ આવશે, તે તું જાણતો નથી.


જ્યારે મેં બુદ્ધિ સંપાદન કરવામાં, તથા પૃથ્વી પર થતાં કામો જોવામાં મારું અંત:કરણ લગાડયું; (કેમ કે [એવાં પણ માણસો] હોય છે કે જેઓની આંખોને દિવસે કે રાત્રે ઊંઘવાનું મળતું નથી;)


એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા અંત:કરણથી માફ નહિ કરો, તો મારા આકાશમાંના પિતા પણ તમને એમ જ કરશે.”


પણ હું તમને કહું છું કે જે ભૂંડો હોય તેની સામા ન થાઓ:પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.


અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારાં ઋણો અમને માફ કરો.


પરંતુ અંદરની વસ્તુઓ દાનધર્મમાં આપો. અને, જુઓ, બધું તમને શુદ્ધ છે.


તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે આકાશમાં અખૂટ દ્રવ્ય, પોતાને માટે મેળવો; ત્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી.


એ સાંભળીને ઈસુએ તેને કહ્યું, “તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખીને, તે દરિદ્રીઓને આપી દે, અને આકાશમાં તને દ્રવ્ય મળશે. અને પછી મારી પાછળ ચાલ.”


જે કોઈ તને એક ગાલ પર તમાચો મારે, તેની આગળ બીજો પણ ધર. વળી જે તારો ડગલો લઈ લે, તેનાથી તારું પહેરણ પણ પાછું રાખતો ના.


અને જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમ જ તમે પણ તેઓ પ્રત્યે વર્તો.


આપો ને તમને અપાશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ [ઠાલવી] દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.”


કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, તે મેં બધી વાતે તમને કરી બતાવ્યું છે. અને ‘લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે, ’ એ પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું છે, એ તમારે યાદ રાખવું જોઈએ.”


કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે, તે ધનવાન છતાં તમારે લીધે દરિદ્રી થયા, એ માટે કે તમે તેમની દરિદ્રતાથી ધનવાન થાઓ.


ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવાં, જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કંઈ હોય.


Lean sinn:

Sanasan


Sanasan