Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 6:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 ઓ હમણાંના ધરાયેલાઓ તમને અફસોસ છે! કેમ કે તમે ભૂખ્યા થશો. ઓ હમણાંના હસનારાઓ, તમને અફસોસ છે! કેમ કે તમે શોક કરશો ને રડશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 તમે જેઓ અત્યારે ધરાયેલા છો, તમને અફસોસ! તમે ભૂખ્યા જ રહેશો! તમે જેઓ અત્યારે હસો છો, તમને અફસોસ! તમે શોક કરશો અને રડશો!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 ઓ અત્યારે ધરાયેલાઓ તમને અફસોસ છે! કેમ કે તમે ભૂખ્યા થશો. ઓ હાલનાં હસનારાઓ, તમને અફસોસ છે! કેમ કે તમે શોક કરશો અને રડશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 અને એ લોકો અત્યારે જે સંતુષ્ટો છે તેમને પણ અફસોસ છે, કારણ કે તમારો ભૂખે મરવાનો સમય આવનાર છે, અને હાલમાં હસનારાઓ, તમને અફસોસ છે, કારણ કે તમે શોક કરવાના છો અને રડવાના છો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 6:25
33 Iomraidhean Croise  

તોપણ તે પોતાના પૂર્વજોના જમાનાના લોકોની પાસે ચાલ્યો જશે; તેઓ કદી પાછું અજવાળું જોશે નહિ.


હસતી વેળાએ પણ હ્રદય ખિન્‍ન હોય છે; અને હાસ્યનું પરિણામ શોક છે.


રખેને હું છલકાઈ જાઉં, અને તમારો નકાર કરીને કહું કે, ‘યહોવા કોણ છે?’ અથવા રખેને હું દરિદ્રી થઈને ચોરી કરું, અને મારા ઈશ્વરના નામની નિંદા કરાવું.”


મેં વિનોદ વિષે કહ્યું કે, તે ગાંડપણ છે; અને મોજશોખથી શું થાય?


હાસ્ય કરતાં ખેદ સારો છે, કેમ કે ચહેરાના ઉદાસીપણાથી અંત:કરણ આનંદ પામે છે.,


કેમ કે જેવો હાંલ્લા નીચે કાંટાનો ભડભડાટ હોય છે, તેવું મૂર્ખનું હસવું છે! એ પણ વ્યર્થતા છે.


પરંતુ તેઓએ પણ દ્રાક્ષારસ ને લીધે ગોથાં ખાધાંલ છે, ને દારૂને લીધે તેઓ ભૂલા પડયા છે; યાજકે તથા પ્રબોધકે દારૂને લીધે ગોથાં ખાધાં છે, તેઓ દ્રાક્ષારસમાં ગરક થયા છે, તેઓ દારૂના સેવનને લીધે ભૂલા પડયા છે. દર્શન વિશે તેઓ ગોથાં ખાય છે, ઇનસાફ કરવામાં તેઓ ઠોકર ખાય છે.


તે માટે પ્રભુ યહોવા કહે છે, “જુઓ મારા સેવકો ખાશે, પણ તમે તો ભૂખ્યા રહેશો; જુઓ, મારા સેવકો પીશે, પણ તમે તો તરસ્યા રહેશો; જુઓ, મારા સેવકો આનંદ કરશે, પણ તમે તો લજ્જિત થશો;


દુ:ખી તથા ભૂખ્યા થઈને, તેઓ [દેશમાં] ભટકશે; અને ભૂખ્યા થઈને તેઓ ક્રોધાયમાન થશે, ને પોતાના રાજાને તથા પોતાના ઈશ્વરને શાપ આપશે, તેઓ આકાશ તરફ જોશે;


કોઈક જમણે હાથે ખૂંચવી લેશે, તોપણ ભૂખ્યો રહેશે; અને ડાબે હાથે ખાઈ જશે, તોપણ તેઓ ધરાશે નહિ! તેઓમાંનો દરેક પોતાના ભુજનું માંસ ખાઈ જશે;


“વળી હું તમારા ઉત્સવોને શોકરૂપ, ને તમારાં સર્વ ગીતોને મરસિયારૂપ કરી નાખીશ, હું સર્વ કમરો પર ટાટ વીંટળાવીશ, ને દરેકનું માથું મુંડાવીશ. હું એકનાએક પુત્રને માટે શોક કરવા જેવો પ્રસંગ લાવીશ, અને તેનું છેવટ કલેશમય દિવસ જેવું કરીશ.”


કેમ કે જો કે તેઓ ગૂંથાઈ ગયેલા કાંટાઓ જેવા હશે, ને જાણે કે પોતાના મદ્યપાનથી પલળી ગયા હશે તોપણ સૂકા કચરાની જેમ તેઓને ભસ્મ કરવામાં આવશે.


પણ ઈશ્વરે તેને કહ્યું, “ઓ મૂર્ખ, આજે રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તેં તૈયાર કરી છે તે કોની થશે?’


જ્યારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને તથા બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા [જોશો] , ત્યારે તમે રડશો તથા દાંત પીસશો.


પણ તમ‌ શ્રીમંતોને અફસોસ છે! કેમ કે તમે તમારો દિલાસો પામી‍‍ ચૂક્યા છો.


જ્યારે સર્વ માણસો તમારું સારું બોલશે ત્યારે તમને અફસોસ છે! કેમ કે તેઓના બાપદાદાઓ જૂઠા પ્રબોધકો પ્રત્યે તેમ જ વર્ત્યા.


તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ તેમને હસી કાઢ્યા.


નિર્લજજ તથા મૂર્ખતાભરેલી વાત અથવા ઠઠ્ઠામશ્કરી [તમારામાં ન થાય] , કેમ કે એ ઘટિત નથી, પણ એને બદલે આભારસ્તુતિ [કરવી].


કેમ કે જ્યારે તેઓ કહેશે કે, શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અચાનક નાશ થશે. અને તેઓ બચી નહિ જ જશે.


તમે ઉદાસ થાઓ, ને શોક કરો, ને રડો. તમને હાસ્યને બદલે શોક તથા આનંદને બદલે ખેદ થાય.


તું કહે છે, “હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે, અને મને કશાની ગરજ નથી!” પણ તું જાણતો નથી કે, તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે.


જે તૃપ્ત હતા તે રોટલી માટે મજૂરી કરે છે; અને જે ભૂખ્યા હતા તે એશઆરામ ભોગવે છે: હા, વાંઝણીએ સાતને જન્મ આપ્યો છે. અને જેને ઘણાં બાળકો છે તે ઝૂરે છે.


Lean sinn:

Sanasan


Sanasan