Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 6:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તે દિવસોમાં તે ઘેરથી નીકળીને [કોઈ એક] પહાડ પર પ્રાર્થના કરવા ગયા અને તેમણે ઈશ્વરની પ્રાર્થનામાં આખી રાત કાઢી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 એ સમયે ઈસુ પ્રાર્થના કરવા માટે એક પર્વત પર ગયા અને તેમણે આખી રાત પ્રાર્થના કરવામાં ગાળી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તે દિવસોમાં એમ થયું કે ઈસુ ઘરમાંથી નીકળીને પ્રાર્થના કરવા સારુ પહાડ પર ગયા; ત્યાં તેમણે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આખી રાત વિતાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તે દિવસો દરમ્યાન ઈસુ પ્રાર્થના કરવા માટે પહાડ પર ગયો. અને તેણે આખી રાત દેવની પ્રાર્થનામાં વિતાવી.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 6:12
23 Iomraidhean Croise  

હે મારા ઈશ્વર, હું દિવસે અરજ કરું છું, પણ તમે ઉત્તર દેતા નથી; અને રાત્રે પણ અરજ કરું છું, પણ મને આરામ મળતો નથી.


રાત્રે હું તમારે માટે આતુર બની રહ્યો છું; મારા અંતરાત્માથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ. પૃથ્વી પર તમારાં ન્યાયશાસનો હોય, ત્યારે જગતના રહેવાસીઓ ધાર્મિકપણું શીખે.


જ્યારે દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે પોતાને ઘેર ગયો, (તેના ઓરડાની બારીઓ તો યરુશાલેમ તરફ ઉઘાડી રહતી હતી;) અને તે અગાઉ કરતો હતો તેમ, દિવસમાં ત્રણવાર ઘૂંટણિયે પડીને તેણે પ્રાર્થના કરી, ને પોતાના ઈશ્વરની આભારસ્તુતિ કરી.


ત્યારે ઘણા લોકને જોઈને ઈસુ પહાડ પર ચઢી ગયા, અને તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા.


પણ જ્યારે તું પ્રાર્થના કરે, ત્યારે તારી ઓરડીમાં પેસ, ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા પિતાની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે.


અને સવારે મળસ્કું થતાં પહેલાં ઘણા વહેલા ઊઠીને તે બહાર ગયા, ને ઉજ્જડ સ્થળે જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી.


અને તે પહાડ પર ચઢ્યા, ને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા.


અને તેઓને વિદાય કરીને તે પહાડ પર પ્રાર્થના કરવા ગયા


પણ પોતે એકાંતે રાનમાં જઈને પ્રાર્થના કરતા.


પણ તેઓ બાવરા બની ગયા; અને એકબીજાને કહેવા લાગ્યા, “ઈસુ વિષે આપણે શું કરીએ?”


તે તેઓની સાથે [પહાડ પરથી] ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા, તેમના શિષ્યોનો મોટો જથો તથા આખા યહૂદિયામાંના તથા યરુશાલેમમાંના, અને તૂર તથા સિદોનના કાંઠાના લોકોનો મોટો સમુદાય [ત્યાં હતો] , તેઓ તેમની વાત સાંભળવા તથા પોતાના રોગથી સાજા થવા માટે આવ્યા હતા.


તે એકાંતમાં પ્રાર્થના કરતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમની સાથે હતા. તેમણે તેઓને પૂછ્યું, “હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?”


એ વાતો કહ્યાને આશરે આઠ દિવસ પછી તે પિતર, યોહાન તથા યાકૂબને તેડીને પ્રાર્થના કરવા માટે પહાડ પર ગયા.


તે પ્રાર્થના કરતા હતા ત્યારે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમનાં વસ્‍ત્ર ઊજળાં [તથા] ચળકતાં થયાં.


ઈસુ પહાડ પર ગયા, અને ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠા.


પ્રાર્થનામાં ખંતથી મંડયા રહો, અને તેમાં આભારસ્તુતિ કરીને જાગૃત રહો.


તેમના દેહધારીપણાના સમયમાં તેમને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતા, તેમની પાસે તેમણે મોટે અવાજે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેમણે [ઈશ્વરનો] ડર રાખ્યો, માટે તેમની [પ્રાર્થના] સાંભળવામાં આવી.


“મેં શાઉલને રાજા ઠરાવ્યો છે એથી મને અનુતાપ થાય છે, કેમ કે મને અનુસરવાનું તેણે મૂકી દીધું છે, ને મારી આજ્ઞાઓ તેણે પાળી નથી.” અને શમુએલને ક્રોધ ચઢ્યો; અને તેણે આખી રાત યહોવાને વિનંતી કરી.


Lean sinn:

Sanasan


Sanasan