Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 4:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 શેતાને તેમને કહ્યું, “આ બધાંનો અધિકાર તથા મહિમા હું તને આપીશ, કેમ કે એ મારે સ્વાધીન કરેલું છે. અને જેને હું આપવા ચાહું તેને હું આપું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 શેતાને તેમને કહ્યું, “હું તને આ બધી સત્તા અને એનો વૈભવ આપીશ. એ મને સોંપી દેવામાં આવ્યાં છે, અને હું ચાહું તેને તે આપી શકું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 શેતાને ઈસુને કહ્યું કે, ‘આ બધાં પર રાજ કરવાનો અધિકાર તથા તેમનો વૈભવ હું તને આપીશ; કેમ કે રાજ કરવા તેઓ મને અપાયેલ છે, અને હું જેને તે આપવા ચાહું તેને આપી શકું છું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 શેતાને ઈસુને કહ્યું, “હું તને આ બધા રાજ્યોનો અધિકાર અને મહિમા આપીશ. આ સર્વસ્વ મારું છે. તેથી હું જેને આપવા ઈચ્છું તેને આપી શકું છું.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 4:6
15 Iomraidhean Croise  

હામાને તેઓની આગળ પોતાની ભારે સમૃદ્ધિ, પોતાના સંતાનોની મોટી સંખ્યા, રાજા તરફથી મળેલી પદવી, અને તેને રાજાના સરદારો તથા દરબારીઓથી શ્રેષ્ઠ ઠરાવવામાં આવ્યો હતો તે સર્વ કહી સંભળાવ્યું.


સર્વ વૈભવના ગર્વને કલંકિત કરવા, ને પૃથ્વીના સર્વ માનવંતોને હલકા પાડવા માટે સૈન્યોના ઈશ્વર યહોવાએ એવું ઠરાવ્યું છે.


એથી શેઓલે અધિક તૃષ્ણા રાખીને પોતાનું મોં અત્યંત પહોળું કર્યું છે, અને તેમની શોભા, તેઓની ધામધૂમ તથા તેમનો ભપકો અને તેઓમાં મોજ માણનાર [તેમાં] ઊતરી જાય છે.


માટે જો તું મારી આગળ [પડીને] ભજન કરશે તો તે બધું તારું થશે.”


હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે.


હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહિ કેમ કે આ જગતનો અધિકારી આવે છે, અને મારામાં તેનું કંઈ નથી.


તમે તમારા પિતા શેતાનના છો, અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો, અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ. જ્યારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો, અને જૂઠાનો પિતા છે.


અને એમાં કંઈ આશ્વર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે.


તે [અપરાધો] માં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલાં ચાલતાં.


કેમ કે, “સર્વ પ્રાણી ઘાસના સરખાં છે, અને તેઓનું તમામ ગૌરવ ઘાસના ફૂલ સરખું છે. ઘાસ સુકાઈ જાય છે, ને તેનું ફૂલ ખરી પડે છે,


આપણે ઈશ્વરના છીએ, અને આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે, એવું આપણે જાણીએ છીએ.


તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો, અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.


જે શ્વાપદને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવ હતા, અને તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજયાસન તથા મોટો અધિકાર આપ્યાં.


તેને [એવું સામર્થ્ય] પણ આપવામાં આવ્યું કે સંતોની સામે લડે, અને તેઓને જીતે. વળી દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ પર તને અધિકાર આપવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan