Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 23:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું, “ગાલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં તે બોધ કરીને લોકોને ઉશ્કેરે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પણ તેમણે વિશેષ આગ્રહ કર્યો, “તે તેના શિક્ષણ દ્વારા આખા યહૂદિયાના લોકોને ઉશ્કરે છે. ગાલીલમાં તેણે આરંભ કર્યો, અને હવે અહીં પણ આવ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે, ‘ગાલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં ઈસુ બોધ કરીને લોકોને ઉશ્કેરે છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેઓએ ફરીફરીને કહ્યું કે, “પણ તે લોકોને ઉશ્કેરે છે! તે યહૂદિયાની આજુબાજુ બોધ આપે છે. તેણે ગાલીલમાં શરૂ કર્યો અને હવે તે અહીં છે!”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 23:5
24 Iomraidhean Croise  

કેમ કે કૂતરા મારી આસપાસ ફરી વળ્યા છે; ભૂંડાઓની ટોળીએ મને ઘેરી લીધો છે; તેઓએ મારા હાથ તથા મારા પગ વીંધી નાખ્યા.


મારો આત્મા સિંહોની મધ્યે છે; જેઓના મનમાં [મારે માટે] ભડકા ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે; તે માણસોના દાંત ભાલા તથા બાણ જેવા છે, અને તેઓની જીભ તીક્ષ્ણ ધારવાળી તરવાર જેવી છે.


જેઓ વિનાકારણ મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે તેઓ બળવાન છે. જે મેં લૂંટી લીધું નહોતું, તે મારે પાછું આપવું પડ્યું.


અને ઈસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યા, ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને તે ત્યાંથી તેઓનાં નગરોમાં ગયા.


હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યા, ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું,


અને પિલાતે જોયું કે મારું કંઈ જ‍ ચાલતું નથી, પણ ઊલટી વિશેષ ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના લોહી સંબંધી હું નિર્દોષ છું; તમે જાણો.”


અને ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં ઉપદેશ કરતા, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, ને લોકોમાં દરેક પ્રકારનો રોગ તથા દુ:ખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા.


અને યોહાનના પરસ્વાધીન કરાયા પછી ઈસુ ગાલીલમાં આવ્યા, ને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતાં તેમણે કહ્યું,


તે ત્યાંથી નીકળ્યા, તે પછી શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ ઝનૂનથી તેમની સામે થઈને તેમને ઘણી વાતો વિષે બોલવાને છંછેડવા લાગ્યા.


પણ તેઓએ મોટેથી બોલીને દુરાગ્રહથી માગણી કરી, “એને વધસ્તંભે જડાવો.” તેઓના ઘાંટા આખરે ફાવ્યા.


પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું, “શું આ માણસ ગાલીલનો છે?”


બીજે દિવસે ઈસુને ગાલીલમાં જવાની ઇચ્છા થઈ, અને ફિલિપને મળીને તેમણે તેને કહ્યું, “મારી પાછળ આવ.”


ત્યારે તેઓએ મોટો પોકાર કરીને કહ્યું, “એને દૂર કરો, દૂર કરો, વધસ્તંભે જડો.” પિલાત તેઓને કહે છે, “શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?” મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો, “કાઈસાર સિવાય અમારે [બીજો] કોઈ રાજા નથી.


ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલીલના કાનામાં કરીને પોતાનો મહિમા બતાવ્યો; અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો.


બીજાઓએ કહ્યું, “એ જ ખ્રિસ્ત છે.” પણ કેટલાકે કહ્યું, “શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે?


તેઓએ તેને ઉત્તર આપ્યો, “તું પણ શું ગાલીલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્‍ન થવાનો નથી.”


એટલે યોહાને બાપ્તિસ્મા પ્રગટ કર્યા પછી ગાલીલથી માંડીને આખા યહૂદિયામાં જે વાત જાહેર કરવામાં આવી તે તમે પોતે જાણો છો.


તકરાર વધી પડી, ત્યારે તેઓ પાઉલના કકડેકકડા કરશે, એવો ભય લાગવાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કરી, “જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવી કિલ્લામાં લઈ આવો.”


તે સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓએ તેમને મારી નાખવાનો નિર્ણય કર્યો.


આ વાતો સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા.


પણ તેઓએ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા, અને તેના પર એક સામટા ધસી આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan