Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 23:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 પરંતુ બીજાએ ઉત્તર આપતાં તેને ધમકાવીને કહ્યું, “તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 પણ બીજાએ તેને ધમકાવીને કહ્યું, “તું ઈશ્વરથી પણ ડરતો નથી? આપણે બધા એક જ પ્રકારની સજા ભોગવી રહ્યા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 પણ બીજાએ ઉત્તર આપતાં તેને ધમકાવીને કહ્યું કે, ‘તું તે જ શિક્ષા ભોગવે છે તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 પરંતુ બીજા ગુનેગારે તેને અટકાવ્યો. તેણે કહ્યું કે, “તારે દેવથી ડરવું જોઈએ! આપણે બધાજલ્દીથી મરી જઇશું!

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 23:40
12 Iomraidhean Croise  

તેના સંકટના સમયે તેણે, એટલે એ જ આહાઝ રાજાએ યહોવા ની આજ્ઞા નું એથી પણ વધારે ઉલ્લંઘન કર્યું.


દુષ્ટનું ઉલ્લંઘન મારા હ્રદયમાં કહે છે કે, તેની દષ્ટિમાં ઈશ્વરનું ભય છે જ નહિ.


હે યહોવા, તમારી આંખો સત્યની તરફ નથી? તમે તેઓને માર્યા છે, પણ તેઓ દુ:ખી થયા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા છે, પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી; તેઓએ પોતાનાં મુખ ખડક કરતાં કઠણ કર્યાં છે; તેઓ [તમારી તરફ] ફરવા ના કહે છે.


તું તારા હ્રદયમાં તારા ભાઈનો દ્વેષ ન કર, તારા પડોશીને જરૂર ઠપકો દે, ને તેની શરમથી પાપને ન સાંખ.


અને જેઓને તેણે આશરે અગિયારમે કલાકે રાખ્યા હતા, તેઓ જ્યારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર મળ્યો.


અને તે તેઓને કહે છે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?” પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા. અને મહા શાંતિ થઈ.


પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને ચેતવું છું. મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાનો જેને અધિકાર છે તેનાથી બીહો; હા હું તમને કહું છું કે, તેનાથી બીહો.


તેમની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેમની નિંદા કરીને કહ્યું, “શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ.”


આપણે તો વાજબી રીતે [ભોગવીએ છીએ] ; કેમ કે આપણે આપણાં કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એમણે કંઈ પણ ખોટું કર્યું નથી.”


વળી અંધારાનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઊલટું તેઓને વખોડો.


હે પ્રભુ, [તમારાથી] કોણ નહિ બીશે, અને તમારા નામની સ્તુતિ કોણ નહિ ગાશે? કેમ કે એકલા તમે પવિત્ર છો. હા, સર્વ પ્રજાઓ તમારી આગળ આવશે ને તમારી આરાધના કરશે. કેમ કે તમારાં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે.”


અને પોતાની વેદનાને લીધે તથા પોતાનાં ઘારાંને લીધે તેઓએ આકાશનાં ઈશ્વરની નિંદા કરી, પણ તેઓએ પોતાનાં કામોનો પશ્ચાત્તાપ કર્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan