Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 22:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 પણ મેં તારે માટે વિનંતી કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ. અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 પણ તારો વિશ્વાસ ડગી ન જાય તે માટે મેં તારે માટે પ્રાર્થના કરી છે. જ્યારે તું મારી તરફ પાછો ફરે, ત્યારે તારા સાથી ભાઈઓને દઢ કરજે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 પણ મેં તારે સારુ પ્રાર્થના કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ; અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 મેં પ્રાર્થના કરી છે કે તું તારો વિશ્વાસ ગુમાવે નહિ! જ્યારે તમે મારી પાસે પાછા આવો ત્યારેં તમારા ભાઈઓને વધારે મજબૂત થવામાં મદદ કરજો.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 22:32
33 Iomraidhean Croise  

કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, જો તમે નહિ ફરો, ને બાળકોના જેવા નહિ થાઓ, તો આકાશના રાજ્યમાં તમે નહિ જ પેસશો.


અને જે વાત ઈસુએ પિતરને કહી હતી, “મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ, ” તે તેને યાદ આવી; અને બહાર જઈને તે બહુ રડ્યો.


તરત મરઘો બીજી વાર બોલ્યો. ઈસુએ પિતરને જે વાત કહી હતી કે, ‘મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.’ તે તેને યાદ આવી, અને તે પર મન લગાડીને તે રડ્યો.


પણ તમે જાઓ, તેમના શિષ્યોને તથા પિતરને કહો કે, તે તમારી અગાઉ ગાલીલમાં જાય છે; જેમ તેમણે તમને કહ્યું હતું તેમ તમે ત્યાં તેમને જોશો.”


પથ્થર પર પડેલાં તો એ છે કે, જેઓ વચન સાંભળીને હર્ષથી તેને માની લે છે, પણ તેઓને મૂળ ન હોવાથી તેઓ થોડીવાર સુધી વિશ્વાસ કરે છે, અને પરીક્ષણની વેળાએ પાછા હઠી જાય છે.


થોડીવાર પછી જગત મને ફરીથી જોશે નહિ, પણ તમે મને જોશો. હું જીવું છું, માટે તમે પણ જીવશો.


માટે તમે પસ્તાવો કરો, ને ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે, અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે.


જેમણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહિ, પણ આપણ સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બંધુએ કેમ નહિ આપશે?


તો [તેઓને] દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુ પામ્યા, હા જે મૂએલામાંથી પાછા પણ ઊઠયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થતા પણ કરે છે.


પુનરુત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્ય વિષે ભૂલ ખાઈને કેટલાકનો વિશ્વાસ ઉલટાવી નાખે છે.


સામાન્ય વિશ્વાસમાં મારા ખરા પુત્ર તિતસ પ્રતિ લખનાર ઈશ્વરનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ,


તમે બહુ સાવધ રહો, રખેને કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી જાય; રખેને કોઈ કડવાશરૂપી જડ ઊગે, અને તેમને ભ્રષ્ટ કરે, અને તેથી તમારામાંના ઘણાખરા અપવિત્ર થાય;


માટે જેઓ એમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને માટે મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતા રહે છે.


ઈશ્વર પિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માના પવિત્રીકરણથી આજ્ઞાંકિત થવા માટે, અને ઈસુ ખ્રિસ્તના રક્તથી છંટાવા માટે, પસંદ કરવામાં આવેલા,


એ માટે તમે પોતાના મનની કમર બાંધીને સાવધ રહો, અને ઈસુ ખ્રિસ્તના‍ પ્રગટ થવાને સમયે તમારા પર જે કૃપા થશે તેની પૂર્ણ આશા રાખો.


અને જે તારણ છેલ્લા સમયમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે ત્યાં સુધી ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે.


એ માટે, વહાલાંઓ, તેઓની રાહ જોઈને, તમે તેમની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો.


તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો તેઓ આપણી સાથે રહેત:પણ તેઓ સર્વ આપણામાંના નથી, એમ પ્રગટ થાય માટે [તેઓ નીકળી ગયા].


Lean sinn:

Sanasan


Sanasan