Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 22:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 માણસનો દીકરો ઠરાવ્યા પ્રમાણે જાય છે ખરો, પણ જે તેને પરસ્વાધીન કરે છે તે માણસને અફસોસ છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 ઈશ્વરે નિર્માણ કર્યા મુજબ માનવપુત્ર તો જશે, પણ તેને પકડાવી દેનાર માણસની કેવી દુર્દશા થશે!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 માણસનો દીકરો ઠરાવ્યાં પ્રમાણે જાય છે ખરો, પણ જે માણસથી તે પરાધીન કરાય છે તેને અફસોસ છે!’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 માણસનો દીકરો દેવની યોજના પ્રમાણે કરશે. જે માણસના દીકરાને મારી નાંખવા માટે આપશે, તે બાબત તે માણસને માટે ખરાબ છે. તેને અફસોસ છે!”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 22:22
26 Iomraidhean Croise  

અને તારી ને સ્‍ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હે તરવાર, મારા પાળક વિરુદ્ધ તથા જે માણસ મારો સાથી છે તેની વિરુદ્ધ જાગૃત થા. પાળકને માર, એટલે ઘેટાં વિખેરાઈ જશે. અને હું મારો હાથ નાનાંઓ ઉપર ફેરવીશ.”


માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે, તેને અફસોસ છે. જો તે માણસ જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું હોત.”


એટલે મંદિરમાં પૈસા ફેંકી દઈને તે નીકળ્યો, અને જઈને ગળે ફાંસો ખાધો.


માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો, પણ જેનાથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે, તે માણસને હાયહાય! તે માણસ જો જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું થાત.”


તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા, “આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે?”


તેમણે તેઓને કહ્યું, “એમ લખેલું છે કે, ખ્રિસ્તે દુ:ખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ.


હું તેઓની સાથે હતો‍ ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું, અને શાસ્‍ત્રવચન પૂર્ણ થવા માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો નાશ થયો નથી.


તેમણે અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો, અને સાક્ષી આપો કે, ઈશ્વરે એમને જ જીવતાંના તથા મૂએલાંના ન્યાયાધીશ ઠરાવેલા છે.


કેમ કે તેમણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇનસાફ કરશે, જે વિષે તેમણે તેમને મૂએલાંઓમાંથી પાછા ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે.”


ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરવામાં આવ્યા. તેમને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યા.


તેઓમાં રહેલા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તનાં દુ:ખ તથા તે પછીના મહિમા વિષે અગાઉથી સાક્ષી પૂરી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો હતો એની તપાસ તેઓ કરતાં હતાં.


તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેઓનો નાશ ઢીલ કરતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan