Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 21:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 પણ બધો વખત જાગતા રહો, અને વિનંતી કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

36 સાવધ રહો, અને હંમેશાં પ્રાર્થના કરો. જેથી આવનારી આ સઘળી બાબતોમાં થઈને સહીસલામત પાર ઊતરવા અને માનવપુત્ર સમક્ષ ઊભા રહેવા માટે તમને શક્તિ મળે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 તમે સતત જાગતા રહો અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની સમક્ષ રજૂ થવા માટે તમે સક્ષમ થાઓ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 તેથી હર વખત તૈયાર રહો. અને પ્રાર્થના કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી તમારી જાતને સુરક્ષિત રીતે પસાર થવા તથા માણસના દીકરા સમક્ષ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 21:36
34 Iomraidhean Croise  

શું તે સર્વશક્તિમાનથી આનંદ માનશે, અને સર્વ પ્રસંગે ઈશ્વરને વિનંતી કર્યા કરશે?


ન્યાયાસન આગળ દુષ્ટો [ટકશે નહિ] , અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.


માટે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, ‘રેખાબના પુત્ર યોનાદાબ [ના વંશ] માં મારી આગળ ઊભા રહેનાર માણસની ખોટ કદી પડશે નહિ.’”


પણ તેમના આવવાનો દિવસ કોણ સહન કરી શકે? અને તે પ્રત્યક્ષ હાજર થશે ત્યારે કોણ ઊભો રહી શકશે? કેમ કે તે ધાતુ ગાળનારના અગ્નિરૂપ તથા ધોબીના સાબુરૂપ છે;


માટે જાગતા રહો કેમ કે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.


પણ એ જાણો કે ચોર ક્યે પહોરે આવશે એ જો ઘરધણી જાણતો હોત, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં તેને ખાતર પાડવા ન દેત.


એ માટે તમે પણ તૈયાર રહો. કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે.


માટે તમે જાગતા રહો, કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી.


જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો! આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે.”


ત્યારે ઈસુ તેને કહે છે, “લોંકડાંને દર હોય છે, ને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, ને માણસના દીકરાને માથું ટેકવવાનું ઠામ નથી.”


સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો, કેમ કે તે સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી.


અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, જાગતા રહો.”


દૂતે તેને ઉત્તર આપ્યો, “ઈશ્વરની આગળ ઊભો રહેનાર ગાબ્રીએલ હું છું. અને તારી સાથે બોલવા તથા તને આ શુભ સંદેશો કહેવા માટે મને મોકલવામાં આવ્યો છે.


સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને કાયર થવું નહિ. તે [શીખવવા] માટે તેમણે તેઓને એક દ્દષ્ટાંત કહ્યું,


પણ જેઓ તે જગતને તથા મૂએલાંમાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતાં નથી અને પરણાવતાં નથી.


કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે.


તે ધાર્મિક હતો, અને તે તથા તેના ઘરનાં સર્વ માણસો પણ ઈશ્વરનું ભય રાખતાં; લોકોને તે ઘણાં દાન આપતો, અને નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો હતો.


જાગૃત રહો, વિશ્વાસમાં દઢ રહો, પુરુષાતન દેખાડો, બળવાન થાઓ.


અને એવું જાણીએ છીએ કે જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યા, તે અમને પણ ઈસુની સાથે ઉઠાડશે, અને તમારી સાથે અમને રજૂ કરશે.


પ્રાર્થનામાં ખંતથી મંડયા રહો, અને તેમાં આભારસ્તુતિ કરીને જાગૃત રહો.


નિત્ય પ્રાર્થના કરો.


પરંતુ તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુ:ખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારું સેવાકાર્ય પૂર્ણ કર.


પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ, ને સાવધ રહીને પ્રાર્થના કરો.


સાવચેત થાઓ, જાગતા રહો; [કેમ કે] તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.


હવે, બાળકો, તેમનામાં રહો, જેથી જો તે પ્રગટ થાય, તો આપણામાં હિંમત આવે, ને તેમના આગમનને વખતે તેમની રૂબરૂ આપણે શરમાઈએ નહિ.


હવે જે તમને ઠોકર ખાતાં બચાવવા, અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદસહિત નિર્દોષ રજૂ કરવા, સમર્થ છે,


જૈતૂનનાં જે બે ઝાડ તથા જે બે દીવી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ ઊભાં રહે છે તેઓ એ જ છે.


કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે; અને કોનાથી ઊભું રહેવાય?”


આ બિનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા! તેઓ રાજયાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા. તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.


અને ઈશ્વરની આગળ ઊભા રહેનારા સાત દૂતોને મેં જોયા. તેઓને સાત રણશિંગડા આપવામાં આવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan