Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 21:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 વળી માતાપિતા, ભાઈઓ, સગાં તથા મિત્રો પણ તમને પરસ્વાધીન કરશે અને તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તમારાં માતાપિતા, તમારા ભાઈઓ, તમારાં સગાસંબંધીઓ અને તમારા મિત્રો જ તમને પકડાવી દેશે; તમારામાંના કેટલાકને તેઓ મારી નાખશે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 માબાપથી, ભાઈઓથી, સગાંથી તથા મિત્રોથી પણ તમે પરાધીન કરાશો; તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 માતાપિતા, ભાઈઓ, સંબંધીઓ અને મિત્રો પણ તારી વિરૂદ્ધ થશે. તેઓ તમારામાંના કેટલાકને મારી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 21:16
14 Iomraidhean Croise  

કેમ કે તારા ભાઈઓએ તથા તારા પિતાના કુટુંબના માણસોએ પણ તારી સાથે કપટ કર્યું છે! તેઓએ પણ તારી પાછળ મોટી બૂમ પાડી છે. તેઓ ભલે તને મીઠી વાતો કહે, તોપણ તેઓના પર ભરોસો ન રાખ.”


“તમે દરેક તમારા પડોશીથી સાવધાન રહો, કોઈ પોતાના ભાઈ પર ભરોસો ન રાખો કેમ કે દરેક ભાઈ કાવતરું કર્યા કરશે, ને દરેક પડોશી નિંદા કર્યા કરશે.


અને ભાઈ ભાઈને તથા પિતા દીકરાને મારી નંખાવવાને સોંપી દેશે, ને છોકરાં માબાપની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે.


અને ભાઈ ભાઈને તથા પિતા છોકરાને મરણદંડને માટે પરસ્વાધીન કરશે, અને છોકરાં પોતાના માતાપિતાની સામે ઊઠશે, ને તેઓને મારી નંખાવશે.


પિતા દીકરાની સામો, તથા દીકરો પિતાની સામો થશે; મા દીકરીની સામી, તથા દીકરી પોતાની માની સામી થશે! સાસુ પોતાની વહુની સામી, અને વહુ પોતાની સાસુની સામી થશે. એમ તેઓમાં ભાગલા પડશે!”


કેમ કે હું તમને એવું મોં તથા એવી બુદ્ધિ આપીશ કે, તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહિ, અને સામો પણ થઈ શકશે નહિ.


વળી મારા નામને લીધે સર્વ તમારો દ્વેષ કરશે.


તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો.


તેઓ સ્તેફનને પથરા મારતા હતા ત્યારે તેણે [પ્રભુની] પ્રાર્થના કરીને કહ્યું, “ઓ પ્રભુ, ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો.”


તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે; અને છેક મરતાં સુધી તેઓએ પોતાના જીવને વહાલો ગણ્યો નહિ.


તું ક્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં.વળી તું મારા નામને વળગી રહે છે, અને જયારે મારા વિશ્વાસુ શાહેદ અંતિપાસને, તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં, મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ તેં મારા પરના વિશ્વાસને નાકબૂલ કર્યો નહિ.


જ્યારે તેણે પાંચમી મુદ્રા તોડી, ત્યારે ઈશ્વરના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા તેને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં વેદી નીચે જોયા.


Lean sinn:

Sanasan


Sanasan