Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 20:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેઓએ તેમને પૂછ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે તમારું કહેવું અને શીખવવું સત્ય છે, અને તમે કોઈનું મોં રાખતા નથી, પણ સાચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 આ જાસૂસોએ ઈસુને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે જે કહો છો અને શીખવો છો તે સાચું હોય છે. અમે જાણીએ છીએ કે તમે પક્ષપાત રાખ્યા વગર માણસ માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેઓએ ઈસુને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમે જાણીએ છીએ, કે તમે જે કહો છો અને શીખવો છો સત્ય છે, અને તમે કઈ પણ વાતથી પ્રભાવિત થતા નથી, પણ સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તેથી તે માણસોએ ઈસુને પૂછયું કે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું જે કહે છે અને શીખવે છે તે દેવના માર્ગ માટે સાચું છે, કોણ સાંભળે છે તેનું કોઈ મહત્વ નથી, તું એ જ બધા લોકોને શીખવે છે. તું હંમેશા સત્યથી દેવનો માર્ગ શીખવે છે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 20:21
16 Iomraidhean Croise  

માટે યહોવાનો ડર રાખીને, સંભાળીને કામ કરજો; કેમ કે આપણા ઈશ્વર યહોવાને આન્યાય કે આંખની શરમ કે લાંચ લેવી પસંદ નથી.”


તે સરદારોની શરમ નથી રાખતા, અને ગરીબ કરતાં ધનવાનને વધારે નથી ગણતા, તેઓ સર્વ તેમના હાથનાં કૃત્યો છે.


દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે, ઢોંગી હ્રદયવાળા મુખેથી ખુશામત કરે છે.


તેના મોઢાના શબ્દો માખણ જેવા સુંવાળા હતા, પણ તેના હ્રદયમાં યુદ્ધ [નું ઝેર] હતું. તેની વાતો તેલ કરતાં નરમ હતી, તોપણ તેઓ ઉઘાડી તરવારો જેવી હતી.


પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું સાચો છે, ને સાચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવે છે, ને તું કોઈની દરકાર નથી કરતો, કેમ કે માણસનું મોં તું નથી રાખતો.


અને તેઓ આવીને તેમને કહે છે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે તમે ખરા છો, ને કોઈની દરકાર કરતા નથી; કેમ કે માણસોનું મોં તમે રાખતા નથી, પણ સત્યતાથી ઈશ્વરનો માર્ગ શીખવો છો. કાઈસારને કર આપવો ઉચિત છે?


તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનું ડોળ રાખનારા જાસૂસોને મોકલ્યા, એ માટે કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને હાકેમના કબજામાં તથા અધિકારમાં સોંપી દે.


તો આપણે કાઈસારનો કર આપવો ઉચિત છે કે નહિ?”


તેણે રાત્રે [ઈસુની] પાસે આવીને તેમને કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે તે કરી નહિ શકે.”


કેમ કે ઘણાની જેમ અમે ઈશ્વરની વાતમાં ભેળ કરતા નથી, પણ શુદ્ધ અંત:કરણથી તથા ઈશ્વરના [અધિકારથી] તથા ઈશ્વરની સમક્ષ [બોલતા હોઈએ] તેમ અમે ખ્રિસ્તમાં બોલીએ છીએ.


તો હમણાં હું માણસોની કૃપા મેળવી લેવાને યત્ન કરું છું કે ઈશ્વરની? અથવા શું હું માણસોને રાજી કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને રાજી કરતો હોઉં, તો હું ખ્રિસ્તનો સેવક નથી.


પણ જેઓ કેટલેક દરજજે પ્રતિષ્ઠિત ગણાતા હતા (તેઓ ગમે તેવા હતા, તેની મને કંઈ પરવા નથી; ઈશ્વર કોઈ માણસની શરમ રાખતા નથી)-હા, જેઓ પ્રતિષ્ઠિત ગણાતા હતા, તેઓના તરફથી મને કંઈ વધારે પ્રાપ્ત થયું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan