Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 2:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 વિદેશીઓને પ્રકાશ આપવા માટે, તથા તમારા ઇઝરાયલી લોકોનો મહિમા થવા માટે તે પ્રકાશરૂપ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 એ તો બિનયહૂદીઓને પ્રક્ટીકરણ દેનાર અને તમારા ઇઝરાયલી લોકને ગૌરવ પમાડનાર પ્રકાશ છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 તેઓ બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 તે જગતના લોકો માટે જ્યોતિ છે જે બીન યહૂદિઓને તમારો માર્ગ બતાવશે. તે ઈસ્ત્રાએલના લોકોનો મહિમા વધારશે.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 2:32
22 Iomraidhean Croise  

નિશ્ચે તેમનું તારણ તેમના ભક્તોની પાસે છે; જેથી અમારા દેશમાં ગૌરવ રહે.


તે સમયે યિશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું રહેઠાણ મહિમાવંત થશે.


તે દિવસે ઇઝરાયલનાં બચેલાંને માટે યહોવાએ ઉગાડેલો અંકુર સુંદર તથા તેજસ્વી, ને ભૂમિની પેદાશ ઉત્તમ તથા શોભાયમાન થશે.


ઇઝરાયલનાં સર્વ સંતાન યહોવામાં ન્યાયી ઠરશે, અને તેમનો જયજયકાર કરશે.’


તે તો કહે છે, “તું યાકૂબનાં કુળોને ઊભાં કરવા માટે, તથા ઇઝરાયલમાંના [નાશમાંથી] બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય, એ થોડું કહેવાય; માટે પૃથ્વીના છેડા સુધી મારું તારણ પહોંચવા માટે વિદેશીઓને અર્થે હું તને પ્રકાશરૂપ ઠરાવીશ.”


અને જેથી તું બંદીવાનોને એવું કહે કે, ‘બહાર આવો’; જેઓ અંધારામાં તેઓને કહે કે, ‘પ્રકાશમાં આવો.’ રસ્તાઓ પર તેઓ ચરશે, ને સર્વ ઉજ્જડ ટેકરાઓ તેમના ચરણની જગા થશે.


હે મારા લોકો, મારી વાત પર ધ્યાન આપો; અને હે મારી પ્રજા, મારા વચનને કાન દો; કેમ કે નિયમ મારી પાસેથી નીકળશે, ને મારો ન્યાયચુકાદો હું લોકોના અજવાળાને માટે સ્થાપિત કરીશ.


હેવ પછી દિવસે તને અજવાળું આપવા માટે સૂર્યની જરૂર પડશે નહિ; અને તેજને માટે ચંદ્ર તારા પર પ્રકાશશે નહિ! પણ યહોવા તારું સર્વકાળનું અજવાળું, ને તારો ઈશ્વર તારી શોભા થશે.


અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે. મરણછાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે.


શું કોઈ પ્રજાએ પોતાના દેવોને બદલ્યા છે? જો કે તેઓ [ના દેવો] તો દેવો જ નથી! પણ જેનાથી હિત થતું નથી તેને માટે મારા લોકે પોતાનું ગૌરવ બદલ્યું છે.


કેમ કે, યહોવા કહે છે કે, ‘હું તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ, ને હું તેનામાં મહિમાવાન થઈશ.’


જે લોકો અંધારામાં બેઠેલા હતાં, તેઓએ મોટું અજવાળું જોયું, ને મરણસ્થાનમાં તથા મરણછાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”


દૂતે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે.


જેને સર્વ લોકોની સંમુખ તમે તૈયાર કર્યું છે;


એટલે કે ખ્રિસ્ત [મરણ] વેદના સહન કરે, અને તે પ્રથમ મૂએલાંમાંથી પાછા ઊઠ્યાથી લોકોને તથા વિદેશીઓને પ્રકાશ આપે.”


તેથી જાણજો કે, ઈશ્વરે [આપેલું] આ તારણ વિદેશીઓની પાસે મોકલવામાં આવ્યું છે; અને તેઓ તો સાંભળશે જ.”


લખેલું છે, “જે કોઈ અભિમાન કરે તે પ્રભુમાં અભિમાન કરે.”


નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી; કેમ કે ઈશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે, અને હલવાન તેનો દીવો છે.


Lean sinn:

Sanasan


Sanasan