Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 2:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 કેમ કે આજે દાઉદના શહેરમાં તમારે માટે એક તારનાર, એટલે ખ્રિસ્ત પ્રભુ, જન્મ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 આજે દાવિદના નગરમાં તમારા ઉદ્ધારક ખ્રિસ્ત પ્રભુનો જન્મ થયો છે. તમે આ નિશાની પરથી તે જાણી શકશો:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારુ એક ઉદ્ધારક, એટલે ખ્રિસ્ત પ્રભુ જનમ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 આજે દાઉદના શહેરમાં તમારો તારનાર જન્મ્યો છે તે જ ખ્રિસ્ત પ્રભુ છે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 2:11
38 Iomraidhean Croise  

અને તારી ને સ્‍ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”


શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.


યહોવા તથા તેના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્‍જ થાય છે, અને હાકેમો અંદરોઅંદર મસલત કરે છે:


કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.


અને યાકૂબથી યૂસફ જે મરિયમનો પતિ હતો તે થયો; એ (મરિયમ)થી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જન્મ્યા.


અને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓનાં પાપથી તારશે તે એ જ છે.”


ત્યારે સિમોન પિતરે ઉત્તર આપ્યો, “તમે મસીહ, જીવતા ઈશ્વરના દીકરા છો.”


ત્યારે તેમણે શિષ્યોને આજ્ઞા આપી, “હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહિ”


એ [કૃપા] મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે છે?


જગતના આરંભથી થતા આવેલા પવિત્ર પ્રબોધકોનાં મોંથી તેમણે જે કહ્યું હતું તે પ્રમાણે,


પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું, “પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહિ.”


અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં,


તે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને તેને કહે છે, “મસીહ (જેનો અર્થ ખ્રિસ્ત છે તે) અમને મળ્યા છે.”


ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું, “નિયમશાસ્‍ત્રમાં જેમના સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું તે, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.”


તે તેમને કહે છે, “હા, પ્રભુ; મેં વિશ્વાસ રાખ્યો છે કે તમે ઈશ્વરના દીકરા, ખ્રિસ્ત, જે જગતમાં આવનાર છે તે જ છો.”


પણ, ‘ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે, એવો તમે વિશ્વાસ કરો; અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે.


સ્‍ત્રી તેમને કહે છે, “મસીહ (જે ખ્રિસ્ત કહેવાય છે તે) આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.”


તેઓએ તે સ્‍ત્રીને કહ્યું, “હવે અમે [એકલા] તારા કહેવાથી વિશ્વાસ નથી કરતા, કેમ કે અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે જે જગતનો ત્રાતા તે નિશ્ચે એ જ છે.”


અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, ઈશ્વરના પવિત્ર તે તમે જ છો.”


બીજાઓએ કહ્યું, “એ જ ખ્રિસ્ત છે.” પણ કેટલાકે કહ્યું, “શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે?


ઈસુ ખ્રિસ્ત (તે સર્વના પ્રભુ છે) તેમની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતાં [ઈશ્વરે] ઇઝરાયલી લોકોની પાસે જે વાત મોકલી,


એ માણસના વંશમાંથી ઈશ્વરે વચન પ્રમાણે ઇઝરાયલને માટે એક તારનારને એટલે ઈસુને ઊભા કર્યા છે.


તેણે ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, તથા મૂએલાંમાંથી પાછા ઊઠવું એ આવશ્યક હતું. અને [એવું પણ કહ્યું કે,] “જે ઈસુને હું તમને પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે.”


એ માટે ઇઝરાયેલના તમામ લોકોએ નિશ્ચે જાણવું કે, જે ઈસુને તમે વધસ્‍તંભ પર મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે.”


તેમને ઈશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા તારનાર થવાને ઊંચા કર્યા છે કે, તે ઇઝરાયલના મનમાં પશ્ચાતાપ [કરાવે] તથા તેઓને પાપની માફી આપે.


પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો; બીજો માણસ આકાશથી છે.


અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.


વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે, હું એ બધાંને હાનિ જ ગણું છું. એને લીધે મેં સર્વનું નુકસાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું,


તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે તેમ તમે તેમનામાં ચાલો,


અમે જોયું છે ને સાક્ષી પૂરીએ છીએ કે, પિતાએ પુત્રને જગતના તારનાર થવા મોકલ્યા છે.


ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે, તે ઈશ્વરથી જન્મેલો છે; અને જન્મ આપનાર પર જે કોઈ પ્રેમ રાખે છે તે તેમનાથી જન્મેલા પર પણ પ્રેમ રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan