Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 18:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 તે આ કાળમાં બહુગણું તથા આવનાર યુગમાં અનંતજીવન પામ્યા વિના રહેશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 તેને આ યુગમાં પુષ્કળ મળશે, અને આવનાર યુગમાં સાર્વકાલિક જીવન મળશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 તેને આ જીવનકાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 તેણે જે ત્યાગ કર્યો છે તે ઉપરાંત ઘણું વધારે પ્રાપ્ત કરશે. તે માણસ આ જીવનમાં અનેકગણું મેળવશે. અને તે માણસ મૃત્યુ પામે, પછી તે દેવ સાથે સદાને માટે રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 18:30
19 Iomraidhean Croise  

જ્યારે અયૂબે પોતાના મિત્રોને માટે પ્રાર્થના કરી, ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી. અને અગાઉ હતું તે કરતાં યહોવાએ અયૂબને બમણુ આપ્યું.


મારી રુચિને તમારાં વચન કેવાં મીઠાં લાગે છે! તેઓ મારા મુખને મધના કરતાં વધુ મીઠાં છે!


મેં તમારાં સાક્ષ્યોને મારો સદાકાળનો વારસો માન્યાં છે; કેમ કે તેઓ મારા હ્રદયનો આનંદ છે.


તેથી હું સોના કરતાં, ચોખ્ખા સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.


મોટી લૂંટ મેળવનારની જેમ તમારા વચનથી મને આનંદ થાય છે.


હજારો સોનારૂપા કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધારે મૂલ્યવાન છે. યોદ


ન્યાયીની પાસે જે કંઈ થોડું છે, તે ઘણા દુષ્ટોની પુષ્કળ દોલત કરતાં શ્રેષ્ઠ છે.


અને માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરવામાં આવે; આ યુગમાં નહિ, ને આવનાર યુગમાં પણ નહિ.


ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, ને સર્વ માંદાઓને, એટલે અનેક જાતનાં રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂતવળગેલાંઓને તથા ફેફરાંવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેમની પાસે લાવ્યા, અને તેમણે તેઓને સાજાં કર્યાં.


કેમ કે શરીરની કસરત થોડી જ ઉપયોગી છે; પણ ઈશ્વરપરાયણતા તો સર્વ વાતે ઉપયોગી છે, કેમ કે તેમાં હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન સમાયેલું છે.


પણ સંતો સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે.


તારે જે જે સહન કરવું પડશે, તેનાથી ગભરાઈશ નહિ. જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે. અને દશ દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માન્‍નામાંથી આપીશ, વળી હું તેને શ્વેત પથ્થર આપીશ, તે પથ્થર પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ [તે નામ] જાણતું નથી.


જે જીતે છે તેને હું મારા રાજયાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલો છું તેમ.


Lean sinn:

Sanasan


Sanasan