Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 17:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “ઠોકર ખાવાના પ્રસંગ ન આવે એમ બની શકતું નથી. પણ જેનાથી તે આવે છે તેને અફસોસ છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “લોકોને પાપમાં પાડનાર પ્રલોભનો તો ઊભાં થવાનાં જ; પણ જે વ્યક્તિ વડે એ થાય છે તેની કેવી દુર્દશા થશે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, લોકો પાપ કરે એવી પ્રસંગ તો બનવાના જ, પણ જેનાંથી પાપ થાય છે તેને અફસોસ છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “લોકો પાપ કરે એવી ઘટનાઓ તો બનવાની જ. પણ જે માણસો દ્ધારા એ ઘટનાઓ બને છે તેને અફસોસ છે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 17:1
14 Iomraidhean Croise  

પણ તેમણે પાછા ફરીને પિતરને કહ્યું, “અરે શેતાન, મારી પછવાડે જા, તું મને ઠોકરરૂપ છે; કેમ કે ઈશ્ચરની વાતો પર નહિ, પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે.”


ઠોકરોને લીધે જગતને અફસોસ છે! ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે!


તેમણે તેને કહ્યું, ‘જો મૂસા તથા પ્રબોધકોનું તેઓ નહિ સાંભળે, તો જો મૂએલાંમાંથી કોઈ ઊઠે, તોપણ તેઓ માનવાના નથી.”


તો હવેથી આપણે એકબીજાને દોષિત ઠરાવીએ નહિ. પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિશ્ચય કરવો, તે સારું છે.


હવે, ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, જે બોધ તમને મળે છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ભાગલા પાડે છે ને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો.


તમે યહૂદીઓને કે ગ્રીકોને કે ઈશ્વરની મંડળીને ઠોકર ખાવાના કારણરૂપ ન થાઓ.


કેમ કે જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રત્યક્ષ માલૂમ પડે માટે તમારામાં મતભેદ પડવાની જરૂર છે.


તેથી જો ખાવા [ની વસ્તુ] થી મારો ભાઈ ઠોકર ખાય, તો મારો ભાઈ ઠોકર ન ખાય એ માટે હું કદી પણ માંસ નહિ ખાઉં.


પણ [પવિત્ર] આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયમાં કેટલાક માણસો ભુલાવનાર આત્માઓ પર તથા અશુદ્ધ આત્માઓના ઉપદેશ પર ધ્યાન આપીને,


તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. એણે બાલાકને ઇઝરાયલપુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓનાં નૈવેદ ખાય અને વ્યભિચાર કરે.


તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે, ઈઝેબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્‍ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓનાં નૈવેદ ખાવાને શીખવે છે તથા ભમાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan