Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 16:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 હાદેસમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહિમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 તે નરકમાં ખૂબ પીડા ભોગવતો હતો; અને તેણે ઊંચું જોયું તો દૂર દૂર અબ્રાહામને અને તેમની નજીક લાઝરસને બેઠેલા જોયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પાતાળમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમને તથા તેના ખોળામાં લાજરસને જોયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તેને હાદેસમાં મોકલવામાં આવ્યો અને ત્યાં ઘણી પીડા ભોગવવી પડી. તે ધનવાન માણસે દૂરથી ઈબ્રાહિમને લાજરસ સાથે જોયો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 16:23
26 Iomraidhean Croise  

કેમ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; અને તમારા ભક્તને કબરમાં જવા દેશો નહિ


પણ ઈશ્વર મારા આત્માને શેઓલના કબજામાંથી છોડાવી લેશે; કેમ કે તે મારો અંગીકાર કરશે. (સેલાહ)


કેમ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; નીચલા શેઓલથી તમે મારા આત્માને છોડાવ્યો છે.


દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો શેઓલમાં જશે.


જ્ઞાનીને તેનો માર્ગ ઊંચો ચઢીને જીવનમાં પહોંચાડે છે, તે નીચેના શેઓલથી દૂર જાય છે.


તેના પગ મૃત્યુ સુધી નીચે ઊતરી જાય છે; તેનાં પગલાં શેઓલમાં જાય છે.


તેનું ઘર શેઓલનો માર્ગ છે કે, જે મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે.


પણ તે જાણતો નથી કે તે મૂએલાની જગા છે; અને તેના મહેમાનો શેઓલનાં ઊંડાણોમાં ઊતરનારા છે.


તે છતાં તું શેઓલ સુધી, ઘોરના ઊંડાણમાં નીચો પાડવામાં આવશે.


ઊંડાણમાં શેઓલ તારે લીધે, તારા આવતામાં જ, તને મળવાને આતુર થઈ રહ્યું છે! તે તારે લીધે મૂએલાના આત્માઓને, પૃથ્વીના સર્વ સરદારોને જાગૃત કરે છે; તેણે વિદેશીઓના સર્વ રાજાઓને તેમનાં રાજ્યાસનો પરથી ઉઠાડયા છે


અને, ઓ ક૫ર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું હાદેસ સુધી નીચું ઊતરશે, કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત.


અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બન્‍ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, એ કરતાં કાણો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.


ઓ સર્પો, સાપોના વંશ, નરકના દંડથી તમે કેવી રીતે બચશો?


પણ હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે પોતાના ભાઈને ‘પાજી’ કહેશે તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે તેને કહેશે કે, ‘તું મૂર્ખ છે, ’ તે અગ્નિની ગેહેન્‍નાના જોખમમાં આવશે.


અને જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અવયવોમાંના એકનો નાશ થાય, ને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે.


અને જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું, “ઓ ઈશ્વરપુત્ર, અમારે ને તારે શું છે? સમય અગાઉ તું અમને પીડા આપવાને અહીં આવ્યો છે શું?”


તેણે મોટેથી કહ્યું, “ઇબ્રાહિમ પિતા, મારા પર દયા કરીને લાજરસને મોકલો કે, તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે. કેમ કે આ બળતામાં હું વેદના પામું છું.’


કેમ કે મારે પાંચ ભાઈઓ છે કે, તે તેઓને સાક્ષી આપે, રખેને તેઓ પણ આ પીડાને સ્થળે આવી પડે.’


તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો, ને મોટેથી કહ્યું, “ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે ને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે, મને પીડા ન દો.”


“અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?”


કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડયા નહિ, પણ તેઓને નરકમાં નાખીને ન્યાયકરણ થતાં સુધી અંધકારના ખાડાઓમાં રાખ્યા.


અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જયાં શ્વાપદ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાતદિવસ સદાસર્વકાળ વેદના ભોગવશે.


Lean sinn:

Sanasan


Sanasan