Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 15:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 પણ તેણે પિતાને કહ્યું, ‘આટલા બધાં વરસથી હું તમારી ચાકરી કરું છું, અને તમારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી! તોપણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા માટે તમે મને લવારું સરખું પણ કદી આપ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 તેણે તેના પિતાને જવાબ આપ્યો, ‘જુઓ, આ બધાં વર્ષો એક ગુલામની જેમ મેં તમારું ક્મ કર્યું છે, અને તમારી આજ્ઞાઓ કદી ઉથાપી નથી; છતાં મારા મિત્રો સાથે મિજબાની કરવા માટે તમે મને એક લવારું પણ આપ્યું નથી!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 પણ તેણે તેના પિતાને ઉત્તર આપતા કહ્યું કે, જો, આટલાં બધાં વર્ષથી હું તમારી ચાકરી કરું છું, અને તમારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી, તોપણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારુ તમે મને લવારુંય કદી આપ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 પુત્રએ તેના પિતાને કહ્યું, ‘મેં ઘણા વર્ષો સુધી એક ગુલામની જેમ તારી સેવા કરી છે! મેં હંમેશા તારી આજ્ઞાનું પાલન કર્યુ છે. પણ તેં કદાપિ મારા માટે એક વાછરડું પણ કાપ્યું નથી. તેં કદાપિ મને કે મારા મિત્રોને મિજબાની આપી નથી.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 15:29
23 Iomraidhean Croise  

તેઓ કહે છે, ‘તું વેગળો રહે, મારી પાસે આવીશ નહિ, કેમ કે હું તારા કરતાં પવિત્ર છું!’ તેઓ મારા નસકોરામાં ધુમાડા સમાન, ને આખો દિવસ બળતા અગ્નિ જેવા છે.


તથા સૈન્યોના [ઇશ્વર] યહોવાના મંદિરના યાજકોને તથા પ્રબોધકોને પૂછવા માટે મોકલ્યા હતા કે, જેમ હું આટલાં બધા વર્ષથી કરતો આવ્યો છું તેમ એકાંતમાં બેસીને મારે પાંચમા માસમાં વિલાપ કરવો જોઈએ?


તમે કહ્યું છે, ‘ઈશ્વરની સેવા કરવી એ નકામું છે; અમે તેમના વિધિઓ પાળ્યા છે, ને અમે સૈન્યોના [ઈશ્વર] યહોવાની આગળ શોકવસ્ત્ર ધારણ કરીને ચાલ્યા છીએ તેથી શો લાભ થયો?


ને કહ્યું, “આ પાછલાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે, અને તેં તેઓને અમારી એટલે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરનારાઓની બરોબર ગણ્યા છે.”


પણ તે ગુસ્સે થયો, અને અંદર જવાને રાજી નહોતો. તેથી તેના પિતાએ બહાર આવીને તેને આજીજી કરી.


પણ આ તમારો દીકરો વેશ્યાઓની સાથે તમારી મિલકત ખાઈ ગયો, તે પાછો આવ્યો ત્યારે તમે તેને માટે પાળેલા વાછરડાને કપાવ્યો છે!’


હું તમને કહું છું કે, એ જ રીતે જે નવ્વાણું ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે.


તેમ જ આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે, ‘અમે નકામા ચાકરો છીએ; કેમ કે જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે.’”


કેટલાક પોતાના વિષે અભિમાન રાખતા હતા કે, “અમે ન્યાયી છીએ’, ને બીજાઓને તુચ્છકારતા હતા. તેઓને પણ તેમણે આ દ્દષ્ટાંત કહ્યું,


કારણ કે હું તમારાથી બીધો, કેમ કે તમે કઠણ માણસ છો; તમે જે મૂક્યું ન હોય તે તમે ઉઠાવો છો, અને તમે જે વાવ્યું ન હોય તે તમે કાપો છો.’


કેમ કે ઈશ્વરના ન્યાયીપણાના વિષે આજ્ઞાન હોવાથી અને પોતાના [ન્યાયીપણા] ને સ્થાપન કરવાને યત્ન કરીને, તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.


કેમ કે તેમની સમક્ષ કોઈપણ માણસ નિયમ [શાસ્‍ત્ર પ્રમાણે] ની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કારણ કે નિયમ દ્વારા પાપ વિષે જ્ઞાન થાય છે.


તો વડાઈ કરવાનું ક્યાં રહ્યું? એનું સ્થાન નથી. ક્યા નિયમથી? શું કરણીના? ના; પણ વિશ્વાસના નિયમથી.


હું તો અગાઉ નિયમ વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું, અને હું મરી ગયો.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માન્‍નામાંથી આપીશ, વળી હું તેને શ્વેત પથ્થર આપીશ, તે પથ્થર પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ [તે નામ] જાણતું નથી.


તું કહે છે, “હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે, અને મને કશાની ગરજ નથી!” પણ તું જાણતો નથી કે, તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે.


Lean sinn:

Sanasan


Sanasan