Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 15:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 થોડા દિવસ પછી નાનો દીકરો બધું એકઠું કરીને દૂર દેશમાં ગયો. અને ત્યાં મોજમઝામાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 થોડા જ દિવસો પછી નાના પુત્રે મિલક્તનો પોતાનો ભાગ વેચી દીધો અને તેમાંથી મળેલા પૈસા લઈ ઘેરથી જતો રહ્યો. તે દૂર દેશમાં ચાલ્યો ગયો; અને ત્યાં ભોગવિલાસમાં પોતાના બધા પૈસા વેડફી માર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 અને થોડા દિવસો પછી નાનો દીકરો બધું ભેગું કરીને દૂર દેશમાં ચાલ્યો ગયો, અને ત્યાં મોજમજામાં પોતાની સંપત્તિ વેડફી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “પછી તે નાનો દીકરો તેની પાસે જે બધું હતું તે ભેગું કરીને ચાલ્યો ગયો. તે દૂર દૂર બીજા એક દેશમાં ચાલ્યો ગયો. ત્યાં તે દીકરાએ તેના પૈસા મૂર્ખની જેમ વેડફી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 15:13
35 Iomraidhean Croise  

કેમ કે જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે; જેઓ વંઠી જઈને તમને મૂકી દે છે, તેઓનો તમે સમૂળગો નાશ કરો છો.


વળી જે પોતાનાં કામ કરવામાં ઢીલો છે તે ઉડાઉનો ભાઈ છે.


મોજશોખ ઉડાવનાર માણસ દરિદ્રી થશે; દ્રાક્ષારસ તથા તેલનો રસિયો દ્રવ્યવાન થશે નહિ.


જ્ઞાનીના મકાનમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે; પણ મૂર્ખ માણસ તેને સ્વાહા કરી જાય છે.


પોતાની જગા છોડી ભટકનાર માણસ પોતાનો માળો તજીને ભમનાર પક્ષીના જેવો છે.


જે દીકરો નિયમ પાળે છે તે ડાહ્યો છે; પણ ખાઉધર માણસોનો સોબતી પોતાના પિતાની ફજેતી કરે છે.


જે કોઈ જ્ઞાન ચાહે છે તે પોતાના પિતાને આનંદ આપે છે; પણ જે માણસ વેશ્યાની સંગત કરે છે તે [પોતાની] સંપત્તિ ઉડાવી દે છે.


કેમ કે વેશ્યા સ્‍ત્રીને લીધે પુરુષની ખાનાખરાબી થાય છે. અને વ્યભિચારિણી મૂલ્યવાન જીવનો શિકાર શોધે છે.


અરે! પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાએલા લોકો, પાપ કરનારાં સંતાન, વંઠી ગએલાં છોકરાં; તેઓએ યહોવાનો ત્યાગ કર્યો છે, તેઓએ ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ને ધિકકાર્યા છે, તેઓ વિમુખ થઈને પાછા [ફરી ગયા છે].


પણ જુઓ, [તેને બદલે] આનંદને હર્ષ, બળદ મારવાનું ને ઘેટાં કાપવાનું, માંસ ખાવાનું, ને દ્રાક્ષારસ પીવાનું ચાલે છે! “કાલે મરી જઈશું માટે આપણે ખાઈપી લઈએ.”


માર્ગમાંથી નીકળી જાઓ, રસ્તા પરથી બાજુએ ખસી જાઓ, અમારી આગળથી ઈઝરાયલના પવિત્ર ઈશ્વર ને દૂર કરો.’”


[તેઓ કહે છે કે,] “આવો, હું દ્રાક્ષારસ લાવું, ને આપણે પુષ્કળ દારૂ પીએ; અને આવતી કાલનો દિવસ આજના જેવો થશે, બલકે તે કરતાં પણ બહુ જ આનંદનો થશે.”


“કેમ કે મારા લોકોએ બે ભૂંડાં કામ કર્યાં છે; તેઓએ મને એટલે જીવતા પાણીના ઝરાને તજી દીધો છે, અને ટાંકાં કે જેમાં પાણી રહે નહિ, એવાં ભાંગેલા ટાંકાં તેઓએ પોતાના માટે ખોદ્યાં છે.


ઓ વંશ, તમે યહોવાનું વચન જુઓ. શું હું ઇઝરાયલને માટે વેરાન, તથા ઘોર અંધકારની ભૂમિરૂપ હતો? મારા લોક કેમ કહે છે, ‘અમે સ્વતંત્ર્ય થયા છીએ; ફરી તારી પાસે આવીશું નહિ?


યહોવા કહે છે, “તમારા પૂર્વજોને મારામાં શો અન્યાય માલૂમ પડયો છે કે, તેઓ મારાથી દૂર ગયા છે, ને વ્યર્થતાની પાછળ ચાલ્યા છે, ને પોતે જ વ્યર્થ થયા છે?


“હે મારી પ્રજા, મેં તને શું કર્યું છે? મેં તને કઈ બાબતમાં કંટાળો આપ્યો છે? મારી વિરુદ્ધ [જે કંઈ હોય તે કહી દે.]


તેઓમાંના નાનાએ પિતાને કહ્યું, ‘પિતાજી, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપો.’ તેથી તેણે તેઓને પોતાની મિલકત વહેંચી આપી.


તેણે બધું ખરચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો. તેને તંગી પડવા લાગી.


પણ આ તમારો દીકરો વેશ્યાઓની સાથે તમારી મિલકત ખાઈ ગયો, તે પાછો આવ્યો ત્યારે તમે તેને માટે પાળેલા વાછરડાને કપાવ્યો છે!’


તેમણે શિષ્યોને કહ્યું, “એક શ્રીમંત માણસ હતો, તેની પાસે એક કારભારી હતો, તેની આગળ તેના ઉપર એવું તહોમત મૂકવામાં આવ્યું કે, ‘તે તમારી મિલકત ઉડાવી દે છે.’


એક‍ શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગનાં મુલાયમ વસ્‍ત્રો પહેરતો હતો, અને નિત્ય દબદબાસહિત મોજમઝા મારતો હતો.


પણ તમે જેઓ પહેલાં દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો.


તેમણે આવીને તમ વેગળાઓને તથા જેઓ પાસે હતા તેઓને પણ શાંતિ [ની સુવાર્તા] પ્રગટ કરી.


તેઓ ધોળે દિવસે ભોગવિલાસમાં આનંદ કરે છે. તેઓ ડાઘ તથા કલંક છે. તેઓ પ્રેમભોજનોમાં મોજશોખ કરીને તમારી સાથે ભોજન કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan