Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 14:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 ધણીએ દાસને કહ્યું કે, ‘સડકે તથા પગથીએ જઈને તેઓને આગ્રહ કરીને તેડી લાવ કે, મારું ઘર ભરાઈ જાય.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 તેથી માલિકે નોકરને કહ્યું, ‘રસ્તાઓ પર અને ગલીઓમાં જા, અને લોકોને આગ્રહ કરીને અંદર તેડી લાવ, જેથી મારું ઘર ભરાઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 માલિકે કહ્યું કે, ‘રસ્તા પર તથા ગામડાંઓમાં જઈને તેઓને આગ્રહ કરીને બોલાવી લાવ, કે મારું ઘર ભરાઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 ધણીએ દાસને કહ્યું કે; ‘રાજમાર્ગો અને ગામડાના રસ્તાઓ પર જા, ત્યાં જઇને લોકોને આગ્રહ કરીને આવવાનું કહે, હું ઈચ્છું છું કે મારું ઘર ભરાઇ જાય.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 14:23
37 Iomraidhean Croise  

તમારી સત્તાના સમયમાં તમારા લોક ખુશીથી અર્પણ થાય છે; પવિત્ર વસ્‍ત્ર પહેરીને, અને મળસકાના ગર્ભસ્થાનમાંથી [નીકળીને તમે આવો છો] , તમારી પાસે તમારી યુવાવસ્થાનો ઓસ છે.


તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; પૃથ્વીની સર્વ સીમાઓએ આપણા ઈશ્વરનું તારણ જોયું છે.


તે સમયે યિશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું રહેઠાણ મહિમાવંત થશે.


વળી તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશૂર દેશમાં જેઓ ખોવાયેલા હતા તેઓ, તથા મિસરમાં જેઓ કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓ આવશે; અને તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાનું ભજન કરશે.


કેમ કે સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ [બાળવામાં] તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે.” કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે.”


એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે, ને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે.


અને જે કોઈ બળજબરીથી તને એક માઇલ લઈ જાય, તેની સાથે બે માઇલ જા.


તે દાસે કહ્યું કે, ‘સાહેબ, આપના હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે, અને હજી પણ જગા છે.’


કેમ કે હું તમને કહું છું કે, પેલા નોતરાયેલા માણસોમાંનો કોઈ પણ મારું વાળું ચાખશે નહિ.’”


તેઓએ તેમને આગ્રહ કર્યો, “અમારી સાથે રહો. કેમ કે સાંજ થવા આવી છે, અને દિવસ નમી ગયો છે.” તેઓની સાથે રહેવા માટે તે અંદર ગયા.


તેનું તથા તેના ઘરનાં માણસોનું બાપ્તિસ્મા થયા પછી તેણે કાલાવાલા કરીને કહ્યું, “જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો, તો મારે ઘેર આવીને રહો.” તેણે અમને [આવવાનો] ઘણો આગ્રહ કર્યો.


પણ તેઓ તેની સામે થઈને દુર્ભાષણ કરવા લાગ્યા ત્યારે તેણે પોતાનાં વસ્‍ત્ર ખંખેરીને તેઓને કહ્યું, “તમારું લોહી તમારે માથે; હું તો નિર્દોષ‌ છું. હવેથી હું વિદેશીઓની પાસે જઈશ.”


તેથી જાણજો કે, ઈશ્વરે [આપેલું] આ તારણ વિદેશીઓની પાસે મોકલવામાં આવ્યું છે; અને તેઓ તો સાંભળશે જ.”


પણ પ્રભુએ તેને કહ્યું, “તું‍ ચાલ્યો જા; કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલપ્રજાની આગળ મારું નામ પ્રગટ કરવા માટે એ મારું પસંદ કરેલું પાત્ર છે.


પણ હું પૂછું છું કે શું તેઓએ સાંભળ્યું નથી? હા, ખરેખર, ‘આખી પૃથ્વી પર તેઓનો અવાજ તથા જગતના છેડાઓ સુધી તેઓનાં વચનો ફેલાયાં છે.’


માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ, પણ અમે ઈશ્વરને પ્રગટ થયેલા છીએ. અને તમારાં અંત:કરણોમાં પણ અમે પ્રગટ થયા છીએ એવી હું આશા રાખું છું.


એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ, જાણે કે ઈશ્વર અમારી મારફતે વિનંતી કરતા હોય તેમ, અમે ખ્રિસ્ત તરફથી તમારી આજીજી કરીએ છીએ કે, ઈશ્વરની સાથે સમાધાન કરો.


અમે, [ઈશ્વરની] સાથે કામ કરનારા હોઈને, તમને એવી પણ વિનંતી કરીએ છીએ કે, તમે ઈશ્વરની કૃપાનો અવરથા અંગીકાર ન કરો,


એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દઢ રહો, અને જે સુવાર્તા તમે સાંભળી છે, તેની આશામાંથી જો તમે ચલિત ન થાઓ, તો; એ સુવાર્તા આકાશ નીચેનાં સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે; અને હું પાઉલ તેનો સેવક થયો છું.


દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેમની વાત પ્રગટ કરીએ છીએ, અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ [પ્રકારના] જ્ઞાનથી દરેક માણસને શીખવીએ છીએ.


તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.


Lean sinn:

Sanasan


Sanasan