Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 14:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 કારણ, જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પ્રત્યેક માણસ જે પોતાને અગત્યનો બનાવે છે. તેને નીચો કરવામાં આવશે. પણ જે માણસ પોતાને નીચો બનાવે છે તે મહત્વનો બને છે.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 14:11
24 Iomraidhean Croise  

અને દુખિયારાને તમે બચાવશો; પણ ગર્વિષ્ઠો પર તમારી આંખ છે, એ માટે કે તેઓને તમે નમાવો.


ત્યારે રાજાએ હામાનને કહ્યું, “તાકીદથી તારા કહ્યા પ્રમાણે પોશાક તથા ઘોડો લાવ; યહૂદી મોર્દખાય રાજાના દરવાજા આગળ બેસે છે, તેને એ જ પ્રમાણે તું કર. તું જે બોલ્યો છે તે બધામાંથી કંઈ જ રહી જવું ન જોઈએ.”


જ્યારે તેઓ [તને] પાડી નાખે, ત્યારે તું કહેશે કે ઉઠાડવામાં આવશે; અને નમ્ર માણસને તે બચાવશે.


જો કે યહોવા મહાન છે, તોપણ તે દીન જનો પર લક્ષ રાખે છે; પણ ગર્વિષ્ઠોને તો તે વેગળેથી ઓળખે છે.


કેમ કે તમે દુ:ખીઓને બચાવશો; પણ અભિમાની આંખોને તમે નીચું જોવડાવશો.


યહોવાનું ભય જ્ઞાનનું શિક્ષણ છે; પહેલી દીનતા છે ને પછી માન છે.


માણસનું હ્રદય ગર્વિષ્ઠ થયા પછી નાશ આવે છે, પહેલી દીનતા છે, પછી માન છે.


ઘણું મધ ખાવું સારું નથી; તેમ જ પોતાની પ્રતિષ્ઠા શોધવી એ કંઈ પ્રતિષ્ઠા નથી.


માણસનું અભિમાન તેને નીચો પાડી નાખશે; પણ નમ્ર મનવાળો માન પામશે.


માણસની ગર્વિષ્ઠ દષ્ટિ નીચી કરવામાં આવશે, ને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, અને એકલા યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે.


[તે સમયે] માણસોનો ગર્વ ઉતારવામાં આવશે, અને પુરુષોનું અભિમાન જતું રહેશે. અને એકલા યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે.


કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતનકાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: “હું ઉચ્ચસ્થાને તથા પવિત્રસ્થાને રહું છું, વળી જે અંત:કરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હ્રદયને ઉત્તેજિત કરું.


અને જે કોઈ પોતાને ઊંચો કરશે, તે નીચો કરાશે; અને જે કોઈ પોતાને નીચો કરશે, તે ઊંચો કરાશે.


તેમણે પોતાના હાથે બળ દેખાડ્યું છે; અને ગર્વિષ્ડોને તેઓનાં હ્રદયની કલ્પનામાં તેમણે વિખેરી નાખ્યા છે.


તેમણે સરદારોને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને તેમણે દીન જનોને ઊંચા કર્યા છે.


જેણે તેમને નોતર્યા હતા તેને પણ તેમણે કહ્યું, “જ્યારે તમે દિવસનું કે રાતનું ખાણું આપો, ત્યારે તમારાં મિત્રોને, તમારા ભાઈઓને, તમારા સગાંઓને કે શ્રીમંત પડોશીઓને ન બોલાવો; રખને તેઓ પણ તમને પાછા નોતરે, અને તમને બદલો મળે.


હું તમને કહું છું કે, પેલા કરતાં એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો. કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”


જે ભાઈ હલકા દરજ્જાનો છે તે પોતાના ઉચ્‍ચપદમાં અભિમાન કરે.


પ્રભુની આગળ તમે દીન થાઓ, એટલે તે તમને ઉચ્ચપદે મૂકશે.


પણ તે તો વધારે ને વધારે કૃપા આપે છે. માટે [શાસ્‍ત્ર] કહે છે કે, ઈશ્વર ગર્વિષ્ડોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.


એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. અને તમે બધા એકબીજાની સેવા કરવાને માટે નમ્રતા પહેરી લો. કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.


એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકે.


શમુએલે કહ્યું, “તું તારી દષ્ટિમાં તુચ્છ જેવો હતો, તોપણ તને ઇઝરાયલનાં કુળોનો સર્વોપરી બનાવવામાં આવ્યો નહિ શું? અને યહોવાએ તને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો,


Lean sinn:

Sanasan


Sanasan