લૂકની લખેલી સુવાર્તા 14:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પણ કોઈ તને નોતરે ત્યારે સહુથી નીચી જગાએ જઈને બેસ; કે જેણે તને નોતર્યો તે આવે ત્યારે તે તને કહે કે, ‘મિત્ર, ઉપર આવ.’ ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 એના કરતાં તો, જ્યારે તમને નિમંત્રણ આપવામાં આવે ત્યારે જઈને સૌથી છેલ્લી જગ્યાએ બેસો, એટલે તમારો યજમાન આવીને તમને કહેશે, ‘મિત્ર, આવો, પેલા સારા સ્થાને બેસો,’ એટલે બીજા બધા મહેમાનોની સમક્ષ તમને માન મળશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પણ કોઈ તને નિમંત્રે ત્યારે સહુથી છેવટની જગ્યાએ જઈ બેસ, કે તને નિમંત્રણ આપનાર તને કહે કે, ‘મિત્ર ઉપર આવ’; ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 “તેથી માણસ જ્યારે તમને નિમંત્રણ આપે તો જે ઓછી મહત્વની હોય એ બેઠક પર બેસવા માટે જાઓ. પછા જે માણસે તમને નિમંત્રણ આપ્યું છે તે તમારી પાસે આવશે અને કહેશે, ‘મિત્ર, આ તરફ વધારે મહત્વની બેઠક પર આવ.’ પછી બીજા બધા મહેમાનો પણ તમને માન આપશે. Faic an caibideil |