Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 13:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 સાંકડા બારણામાં થઈને પેસવાનો યત્ન કરો; કેમ કે હું તમને કહું છું કે, ઘણા પેસવા ચાહશે, પણ [પેસી] શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 ઈસુએ તેમને જવાબ આપ્યો, “સાંકડા બારણામાં થઈને જવા માટે તમારાથી બનતું બધું કરો; કારણ, હું તમને કહું છું કે ઘણા લોકો તેમાં પ્રવેશવા પ્રયત્ન કરશે, પણ પ્રવેશી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ‘સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ, હું તમને કહું છું કે ઘણાં અંદર પ્રવેશ કરવા પ્રયત્ન કરશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “સાંકડો દરવાજો જે આકાશના માર્ગને ઉઘાડે છે તેમાં પ્રવેશવા સખત પ્રયત્ન કરો. ઘણા માણસો તેમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે, પણ તેઓ પ્રવેશ પામી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 13:24
26 Iomraidhean Croise  

તિરસ્કાર કરનાર માણસ જ્ઞાન શોધે છે, પણ [તેને તે જડતું] નથી; પણ બુદ્ધિમાનને જ્ઞાન સહજ [પ્રાપ્ત થાય] છે.


આળસુની ક્ષુધા તેને મારી નાખે છે; કેમ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે.


મૂર્ખોની મહેનત તેઓમાંના દરેકને થકવે છે, કેમ કે તેને નગરમાં જતાં આવડતું નથી.


જ્યારે તમે પોતાના હાથ જોડશો ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ. તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પણ તે હું સાંભળનાર નથી; તમારા હાથ રક્તથી ભરેલા છે.


તેઓ લોકોના રિવાજ પ્રમાણે તારી પાસે આવે છે, ને મારા લોકો તરીકે તારી આગળ બેસે છે, તેઓ તારા વચનો સાંભળે છે, પણ તેમનો અમલ કરતા નથી, કેમ કે તેમના મુખથી તેઓ બહું પ્રેમ દર્શાવે છે, પણ તેમનું મન તો તેમના સ્વાર્થ પાછળ ભટકે છે.


અને યોહાન બાપ્તિસ્તના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળજબરી કરાય છે, ને બળજબરી કરનારાઓ બળજબરીથી તે લઈ લે છે.


એક જણે તેમને પૂછ્યું, “પ્રભુ, ઉદ્ધાર પામનાર થોડા છે શું?” તેમણે તેઓને કહ્યું કે,


પણ બધો વખત જાગતા રહો, અને વિનંતી કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”


ઓ નાનાં બાળકો, હવે હું થોડી જ વાર તમારી સાથે છું. તમે મને શોધશો, અને જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે, જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું.


કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કુંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; ત્યારે પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નીરોગી થતો.]


જે અન્‍ન નાશવંત છે તેને માટે નહિ, પણ જે અન્‍ન અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વર પિતાએ તેના પર મહોર કરી છે.”


તમે મને શોધશો, પણ હું તમને નહિ મળીશ, અને જયાં હું [જાઉં] છું, ત્યાં તમે આવી નથી શકતા.”


તેથી તેમણે તેઓને ફરીથી કહ્યું, “હું જવાનો છું, અને તમે મને શોધશો, અને તમે તમારાં પાપમાં મરશો. જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શકતા નથી.”


કેમ કે ઈશ્વરના ન્યાયીપણાના વિષે આજ્ઞાન હોવાથી અને પોતાના [ન્યાયીપણા] ને સ્થાપન કરવાને યત્ન કરીને, તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.


એને માટે હું પણ તેમની પ્રેરણાશક્તિ જે બળથી મારામાં પ્રેરણા કરે છે, તે પ્રમાણે કષ્ટ કરીને મહેનત કરું છું.


એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશ કરવાને ખંત રાખીને યત્ન કરીએ, રખેને એ જ આ ભંગના ઉદાહરણ પ્રમાણે કોઈ પતિત થાય.


અને તેઓએ યહોશુઆની પાસે પાછા આવીને તેને કહ્યું, “સર્વ લોકોએ જવું નહિ. પણ આશરે બે કે ત્રણ હજાર પુરુષો જઈને આયને મારે. બધા જ લોકોને ત્યાં જવાનો પરિશ્રમ આપશો નહિ; કેમ કે તે લોકો માત્ર થોડા છે.”


એ માટે, ભાઈઓ, તમને [મળેલું] તેડું તથા [પ્રભુએ કરેલી] તમારી પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્ન કરો; કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan