Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 13:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તે રાઈના બી જેવું છે, જેને એક જણે લઈને પોતાની વાડીમાં નાખ્યું. તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશનાં પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 એ તો રાઈના બી જેવું છે. કોઈ એક માણસે એને લઈને પોતાના ખેતરમાં વાવ્યું; એ વધીને મોટો છોડ બન્યો અને આકાશનાં પંખીઓએ તેની ડાળીઓ પર માળા બાંયા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તે રાઈના દાણા જેવું છે. કોઈ માણસે દાણો લઈને પોતાની વાડીમાં વાવ્યો. પછી છોડ ઊગ્યો અને તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશના પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 દેવનું રાજ્ય રાઇના બી જેવું છે. જેને એક માણસે આ બી લઈને પોતાની વાડીમાં વાવ્યું. તે બી ઊગ્યું અને મોટું ઝાડ થયું. પક્ષીઓએ તેની ડાળીઓ પર માળાઓ બાંધ્યા.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 13:19
38 Iomraidhean Croise  

મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, પ્રવેશ બંધ વાટિકા, બંધ રખાયેલો કૂવો તથા અકબંધ ઝરો, એઓના જેવી તું છે.


હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા; હે દક્ષિણ [ના વાયુ] , તું આવ; મારા બાગ પર વા કે, તેની સુગંધીઓનો પ્રવાહ ચાલે. મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે, અને પોતાનાં મૂલ્યવાન ફળો ખાય.


મારો પ્રીતમ પોતાના બાગમાં, સુગંધીઓના કયારામાં, બાગોમાં મિજબાની કરવા તથા ગુલછડીઓ વીણવા ગયો છે.


હે બાગવાસી, સખીઓ તારો સાદ સાંભળવા ધ્યાન દઈને તાકી રહી છે; મને તે સંભળાવ.


આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે? અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે?


તોપણ યહોવાની મરજી તેને કચરવાની હતી; તેણે તેને દુ:ખી કર્યો; તેના આત્માનું દોષાર્થાપર્ણ થશે ત્યારે તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે, ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે.


યહોવા તને નિત્ય દોરશે, ને સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે, ને તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પીવડાવેલી વાડીના જેવો, ને ઝરાના અખૂટ પાણીના જેવો થઈશ.


જેમ ભૂમિ પોતામાંથી પીલો ઉગાડે છે, ને જેમ વાડી તેમાં રોપેલાંને ઉગાડે છે; તેમ પ્રભુ યહોવા ધાર્મિકતા તથા સ્તુતિ સર્વ પ્રજાઓની આગળ ઉત્પન્ન કરશે.


દાઉદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના [ઈશ્વર] યહોવાની ઉત્કંઠાથી આ થશે.


તેઓ આવીને સિયોનના ઉચ્ચસ્થાન પર ગાયન કરશે, અને ધાન્ય, દ્રાક્ષારસ, તેલ ને ઘેટાંનાં તથા ઢોરનાં ટોળાંનાં બચ્ચાં એ બધાંમાં યહોવાની કૃપા પામવા માટે તેઓ ભેગા થશે; અને તેઓના જીવ બાગાયત જમીનની વાડી જેવા થશે; અને તેઓ કદી પણ ફરીથી શોક કરશે નહિ.


તેની ડાંખળીઓમાં સર્વ ખેચર પક્ષીઓ પોતાના માળા બાંધતાં, ને તેના ડાળાં નીચે સર્વ વનચર પશુઓ પોતાના બચ્ચા જણતાં, ને તેની છાયામાં સર્વ મોટી પ્રજાઓ વસતી હતી.


તેનાં પાંદડાં સુંદર હતાં, તેને ઘણાં ફળ લાગ્યાં હતાં, તેને ઘણાં ફળ લાગ્યાં હતાં, ને ખેચર પક્ષીઓ તેની ડાળીઓમાં વસતાં હતાં, ને સર્વનું તેથી પોષણ થતું હતું.


જેના પાંદડાં સુંદર હતાં, ને જેને પુષ્કળ ફળ લાગ્યાં હતાં, ને જેથી સર્વનો ખોરાક પૂરો પડતો, જેની નીચે વનચર જાનવરો રહેતાં, જે જેની ડાળીઓમાં ખેચર પક્ષીઓ વાસો કરતાં હતાં;


તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાની સાથે સંબંધ બાંધશે, ને તેઓ મારા લોકો થશે. હું તારી સાથે વાસો કરીશ, ’ ને તું જાણશે કે સૈન્યોના [ઇશ્વર] યહોવાએ મને તારી પાસે મોકલ્યો છે.


ત્યારે તેમણે તેઓને કહ્યું “તમારા અવિશ્વાસને લીધે, કેમ કે હું તમને ખચીત કહું છું કે, તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, તું અહીંથી ત્યાં ખસી જા, ’ ને તે ખસી જશે, અને તમને કંઈ અશક્ય થશે નહિ. [


અને તેમણે કહ્યું, “ઈશ્વરના રાજ્યને શાની સાથે સરખાવીએ? અથવા તેને શાની ઉપમા આપીએ?


પ્રભુએ કહ્યું, “જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોત તો તમે આ ગુલ્લર ઝાડને કહેત કે, ‘તું ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા’ તો તે તમારું માનત.


ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યાં, અને તે જ દિવસે ત્રણેક હજાર માણસ ઉમેરાયાં.


તે સાંભળીને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી, અને તેને કહ્યું, “ભાઈ, યહૂદીઓમાંના હજારો વિશ્વાસીઓ થયા છે, એ તું જુએ છે; અને તેઓ સર્વ ચુસ્ત રીતે નિયમશાસ્‍ત્રને પાળે છે.


તોપણ જેઓએ વાત સાંભળી હતી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો, અને [વિશ્વાસ કરનારા] ની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.


એટલે યરુશાલેમથી માંડીને ફરતાં ફરતાં છેક ઈલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે [એ વિષે જ હું બોલીશ].


પછી સાતમા દૂતે વગાડયું, ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું, “આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે. તે સદાસર્વકાળ રાજ કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan