Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 12:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પણ ઈશ્વરે તેને કહ્યું, “ઓ મૂર્ખ, આજે રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તેં તૈયાર કરી છે તે કોની થશે?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 પણ ઈશ્વરે તેને કહ્યું, ‘અરે મૂર્ખ! આજે રાત્રે જ તું મરી જઈશ, તો આ જે બધી વસ્તુઓ તેં તારે માટે સંઘરી રાખી છે, તે કોને મળશે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પણ ઈશ્વરે તેને કહ્યું કે, ઓ મૂર્ખ, આ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 “પરંતુ દેવે તે માણસને કહ્યું, ‘અરે! મૂર્ખ માણસ આજે રાત્રે તારું મૃત્યુ થશે. તેથી તેં તારી જાત માટે તૈયાર કરેલી વસ્તુઓનું શું? હવે તે વસ્તુઓ કોની થશે?’

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 12:20
35 Iomraidhean Croise  

હામાને તેઓની આગળ પોતાની ભારે સમૃદ્ધિ, પોતાના સંતાનોની મોટી સંખ્યા, રાજા તરફથી મળેલી પદવી, અને તેને રાજાના સરદારો તથા દરબારીઓથી શ્રેષ્ઠ ઠરાવવામાં આવ્યો હતો તે સર્વ કહી સંભળાવ્યું.


કેમ કે અધર્મી નફો મેળવે તોપણ ઈશ્વર તેનો જીવ લઈ લે, તો પછી તેને શી આશા રહે?


નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે; નિશ્ચે તે મિથ્યા ગભરાય છે; તે સંગ્રહ કરે છે, અને તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


કેમ કે તે જુએ છે કે બુદ્ધિવંતો મરે છે, મૂર્ખ તથા હેવાન જેવા સાથે નાશ પામે છે, અને પારકાઓને માટે પોતાનું ધન મૂકીને જાય છે.


તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે! તેઓ ઘાકથી છેક નાશ પામેલા છે.


તેઓની ઉત્કંઠા હજી તો પૂરી થઈ ન હતી, [અને] ભોજનના કોળિયા તેમનાં મોઢામાં હતા,


દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી; પણ નેકી મોતથી ઉગારે છે.


કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી; પણ નેકી મોતથી ઉગારે છે.


એવા [લોકો] છે કે જે દ્રવ્ય પ્રાપ્ત કરવા છતાં છેક કંગાલ હોય છે; એવા પણ છે કે જે પોતાને દરિદ્રી બનાવી દેવા છતાં ધનાઢ્ય હોય છે.


આવતી કાલ વિષે ફુલાશ ન માર; કેમ કે એક દિવસમાં શું થઈ જશે તે તું જાણતો નથી.


જે માણસ ભારે વ્યાજ તથા નફો લઈને પોતાની સંપત્તિ વધારે છે, તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે.


[તેઓ કહે છે કે,] “આવો, હું દ્રાક્ષારસ લાવું, ને આપણે પુષ્કળ દારૂ પીએ; અને આવતી કાલનો દિવસ આજના જેવો થશે, બલકે તે કરતાં પણ બહુ જ આનંદનો થશે.”


જે તીતર પોતે મૂકેલાં નહિ એવા ઈંડા સેવે છે તેના જેવો અન્યાયથી દ્રવ્ય મેળવનાર છે; તેનું આયુષ્ય અધવાર્યા પહેલાં તે દ્રવ્ય છોડીને જશે, ને અંતે મૂર્ખ ઠરશે.


વળી, “શું અમારા પોતાના પરાક્રમથી અમે શિંગો ધારણ કર્યા નથી?” એમ કહીને તમે વ્યર્થ વાતોમાં આનંદ માનો છો.


કેમ કે જો કે તેઓ ગૂંથાઈ ગયેલા કાંટાઓ જેવા હશે, ને જાણે કે પોતાના મદ્યપાનથી પલળી ગયા હશે તોપણ સૂકા કચરાની જેમ તેઓને ભસ્મ કરવામાં આવશે.


અરે મૂર્ખો, જેમણે બહારનું બનાવ્યું તેમણે અંદરનું પણ બનાવ્યું નથી શું?


કેમ કે જ્યારે તેઓ કહેશે કે, શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અચાનક નાશ થશે. અને તેઓ બચી નહિ જ જશે.


આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે, તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે ઈશ્વર આપણા ઉપભોગને માટે ઉદારતાથી સર્વ આપે છે તેમના પર આશા રાખે.


કેમ કે આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી, અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી.


તોપણ કાલે શું થશે એની તમને ખબર નથી. તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધૂમર [જેવા] છો, તે થોડી વાર દેખાય છે, અને પછી અદ્રશ્ય થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan