Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 12:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેણે મનમાં એવો વિચાર કર્યો કે, ‘હું શું કરું? કેમ કે મારી ઊપજ ભરી મૂકવાને મારી પાસે જગા નથી.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તે પોતાના મનમાં વિચારવા લાગ્યો, ‘મારું બધું અનાજ ભરી રાખવાને મારી પાસે જગ્યા નથી. હવે કરવું શું?’ તેણે પોતાના મનમાં વિચાર્યું, ‘હું આમ કરીશ:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેણે મનમાં એવો વિચાર કર્યો કે, હું શું કરું? કેમ કે મારી ઊપજ ભરી મૂકવાને મારી પાસે જગ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તે ધનવાન માણસે તેની જાતે મનમાં વિચાર કર્યો, ‘મારે શું કરવું? મારી પાસે ઉપજ ભરી મૂકવાની જગ્યા નથી.’

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 12:17
23 Iomraidhean Croise  

સાતને, હા, વળી આઠને પણ કંઈક હિસ્સો આપ; કેમ કે પૃથ્વી પર શી આપત્તિ આવશે, તે તું જાણતો નથી.


ભૂખ્યાઓને તારી રોટલી વહેંચી આપવી, અને ભટકતા ગરીબોને ઘેર લાવવા, શું તે ઉપવાસ નથી? નગ્નને જોઈને તારે તેને [વસ્ત્ર] પહેરાવવું, ને તારા બંધુઓથી મોં સંતાડવું નહિ.


ત્યારે તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું, આપણે રોટલી નથી લાવ્યા [માટે તે એમ કહે છે].”


જે કોઈ તારી પાસે માગે છે તેને તું આપ, ને તારી પાસે જે ઉછીનું લેવા ઇચ્છે છે, તેનાથી મોં ન ફેરવ.


જુઓ, એક પંડિતે ઊભા થઈને તેમનું પરીક્ષણ કરતાં કહ્યું, “ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે મારે શું કરવું?”


પરંતુ અંદરની વસ્તુઓ દાનધર્મમાં આપો. અને, જુઓ, બધું તમને શુદ્ધ છે.


તેમણે તેઓને એવું એક દ્દષ્ટાંત કહ્યું, “એક ધનવાન માણસની જમીનમાં ઘણી ઊપજ થઈ.


તેણે કહ્યું કે, ‘હું આમ કરીશ:મારી વખારોને પાડી નાખીને હું તે કરતાં મોટી બંધાવીશ; અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત ભરી મૂકીશ.


તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “એ માટે હું તમને કહું છું કે, [તમારા] જીવને માટે‍ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું; તેમ તમારા શરીરને માટે પણ ન કરો કે, અમે શું પહેરીશું.


અમે શું ખાઈશું તથા શું પીશું, એની ચિંતા ન કરો, અને મનમાં સંદેહ ન રાખો.


તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે આકાશમાં અખૂટ દ્રવ્ય, પોતાને માટે મેળવો; ત્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી.


કારભારીએ પોતાના મનમાં કહ્યું, ‘હું શું કરું? કેમ કે મારો ઘણી મારી પાસેથી કારભાર લઈ લે છે. મારામાં ખોદવાની શક્તિ નથી; ભિક્ષા માગતાં હું લજવાઉં છું.


હું તમને કહું છું કે અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને માટે મિત્ર કરી લો; કે જ્યારે તે થઈ રહે, ત્યારે તેઓ સદાકાળનાં માંડવાઓમાં તમારો આવકાર કરે.


એ સાંભળીને ઈસુએ તેને કહ્યું, “તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખીને, તે દરિદ્રીઓને આપી દે, અને આકાશમાં તને દ્રવ્ય મળશે. અને પછી મારી પાછળ ચાલ.”


તેણે તેને કહ્યું કે, ‘શાબાશ, સારા ચાકર; તું નાની વાતમાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે, માટે દશ શહેરોનો અધિકારી થા.’


તેણે તેઓને કહ્યું, “જેની પાસે બે પહેરણ હોય તે જેની પાસે એકે નથી તેને એક આપે, જેની પાસે ખાવાનું હોય, તે પણ એમ જ કરે.


તેઓને બહાર લાવીને તેણે તેઓને પૂછયું, “હે સાહેબો, તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ?”


હવે આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું, “ભાઈઓ, અમે શું કરીએ?”


સંતોની જરૂરિયાતો પૂરી પાડો. પરોણાગત કરવામાં તત્પર રહો.


આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે, તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે ઈશ્વર આપણા ઉપભોગને માટે ઉદારતાથી સર્વ આપે છે તેમના પર આશા રાખે.


એથી આપણે પ્રેમ શું છે તે જાણીએ છીએ, કેમ કે તેમણે પોતાનો પ્રાણ આપણા બદલે આપ્યો. અને આપણે પણ ભાઈઓને માટે આપણા પ્રાણો આપવા જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan