Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 11:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અરે મૂર્ખો, જેમણે બહારનું બનાવ્યું તેમણે અંદરનું પણ બનાવ્યું નથી શું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 અરે મૂરખાઓ, બહારની બાજુ બનાવનાર ઈશ્વરે અંદરની બાજુ પણ બનાવી નથી શું!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 અરે મૂર્ખો, જેણે બહારનું બનાવ્યું, તેણે અંદરનું પણ બનાવ્યું નથી શું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 તમે મૂર્ખ છો! જેણે (દેવ) બહારનું બનાવ્યું તેણે અંદરનું પણ નથી બનાવ્યું શુ?

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 11:40
17 Iomraidhean Croise  

અને ઈશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા ગ્રામ્યપશુઓ પર, તથા આખી પૃથ્વી પર, તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે.”


અને યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો; અને માણસ સજીવ પ્રાણી થયું.


મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, “ઈશ્વર છે જ નહિ.” તેઓ પતિત છે, તેઓએ અમંગળ કૃત્યો કર્યાં છે; સત્કાર્ય કરનાર કોઈ નથી.


એટલે જે [ઈશ્વર] તે સર્વનાં હ્રદયના સરજનહાર છે, તથા તેમનાં સર્વ કામ ધ્યાનમાં રાખનાર છે તે [તેમને નિહાળે છે].


“હે બેવકૂફો, તમે ક્યાં સુધી બેવકૂફીને વળગી રહેશો? તિરસ્કાર કરનારા ક્યાં સુધી તિરસ્કાર કરવામાં આનંદ માનશે? અને મૂર્ખો જ્ઞાનને ધિક્કારશે?


હે બેવકૂફો, શાણપણ શીખો; અને હે મૂર્ખો, તમે સમજણા થાઓ.


“હે મૂર્ખ અને બેવકૂફ લોકો, તમે આંખો છતાં જોતા નથી, અને કાનો છતાં સાંભળતા નથી, હવે તમે આ સાંભળો:


ઈઝરાયલ વિષે યહોવાના વચનરૂપી ઈશ્વરવાણી. આકાશોને વિસ્તારનાર, પૃથ્વીનો પાયો નાખનાર તથા મનુષ્યોની અંદરના આત્માના સરજનહાર યહોવા કહે છે,


અને તેઓએ ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, સર્વ દેહના આત્માઓના ઈશ્વર, શું એક માણસ પાપ કરે, તેથી તમે સમગ્ર પ્રજા પર કોપાયમાન થશો?”


ઓ મૂર્ખો તથા આંધળાઓ, વિશેષ મોટું તે કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારું મંદિર?


ઓ આંધળા ફરોશી, તું પહેલા થાળીવાટકો અંદરથી સાફ કર કે, તે બહારથી પણ સાફ થઈ જાય.


પણ ઈશ્વરે તેને કહ્યું, “ઓ મૂર્ખ, આજે રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તેં તૈયાર કરી છે તે કોની થશે?’


તેમણે તેઓને કહ્યું, “ઓ અણસમજુઓ, તથા પ્રબોધકોએ જે કહ્યું છે, તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદબુદ્ધિનાઓ!


અરે, મૂર્ખ, તું પોતે જે વાવે છે તે જો મરે નહિ તો તે સજીવન પણ થાય નહિ.


વળી આપણાં શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન ન રહીએ અને જીવીએ?


Lean sinn:

Sanasan


Sanasan