Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 11:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 પછી તે જઈને પોતાના કરતાં ભૂંડા બીજા સાત આત્માઓને તેડી લાવે છે, અને તેઓ અંદર આવીને ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલાંના કરતાં ભૂંડી થાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 પછી તે બહાર જઈને પોતાના કરતાં વધારે ભૂંડા એવા સાત અશુદ્ધ આત્માઓને બોલાવી લાવે છે અને તેઓ આવીને ત્યાં વસવાટ કરે છે. એમ થતાં માણસની આખરી સ્થિતિ તેની શરૂઆતની સ્થિતિ કરતાં વધારે ભૂંડી થાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 ત્યારે તે જઈને પોતાના કરતા દુષ્ટ એવા બીજા સાત દુષ્ટાત્માઓને સાથે લઈ આવે છે; અને તેઓ એકસાથે ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ખરાબ થાય છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પછી તે અશુદ્ધ આત્મા બહાર જાય છે અને તેના કરતાં વધારે દુષ્ટ સાત અશુદ્ધ આત્માઓને લઈને આવે છે. પછી બધાજ અશુદ્ધ આત્માઓ તે માણસમાં પ્રવેશીને ત્યાં જ રહે છે અને પેલા માણસની હાલત પહેલાં કરતાં વધારે ભૂંડી બને છે.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 11:26
11 Iomraidhean Croise  

તથા યહોવાનું અનુસરણ ન કરતાં તેમનાથી વિમુખ થયેલાઓને, અને જેઓએ યહોવાની શોધ કરી નથી કે, તેમની સલાહ પૂછી નથી તેઓને [હું નષ્ટ કરીશ].”


પછી તે જઈને પોતાના કરતાં ભૂંડા બીજા સાત આત્માઓને પોતાની સાથે લેતો આવે છે, ને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે. અને તે માણસની છેલ્લી અવસ્‍થા પહેલીના કરતાં ભૂંડી થાય છે. તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે.’


ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય કરવા માટે તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો. અને તે થાય છે ત્યારે તમે તેને પોતા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.


જ્યારે તે આવે છે ત્યારે તે તેને વાળેલું તથા શોભાયમાન કરેલું માલૂમ પડે છે.


તે આ વાતો કહેતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્‍ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું, “જે ઉદરમાં તમે રહ્યા, અને જે થાનને તમે ધાવ્યા તેઓને ધન્ય છે!”


પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું, “જો, તું સાજો થયો છે; હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ [વિપત્તિ] આવી પડે.”


મરણકારક નથી એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતો જુએ તો તેણે માગવું, એટલે મરણકારક નથી એવું પાપ કરનારાઓને માટે [ઈશ્વર] તેને જીવન આપશે. મરણકારક એવું પણ પાપ છે; તે વિષે હું કહેતો નથી કે વિનંતી કરતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan