Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 10:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 મારા પિતાએ મને બધું સોપ્યું છે; અને દીકરો કોણ છે, એ પિતા વિના બીજો કોઈ જાણતો નથી; તેમ જ પિતા કોણ છે, એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા‍ ચાહે તે વિના બીજો કોઈ જાણતો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 મારા પિતાએ મને સર્વસ્વ આપ્યું છે. ઈશ્વરપિતા સિવાય ઈશ્વરપુત્ર કોણ છે તે કોઈ જાણતું નથી, અને ઈશ્વરપુત્ર સિવાય તથા તે જેને પ્રગટ કરે તે સિવાય ઈશ્વરપિતા કોણ છે તે કોઈ જાણતું નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 મારા ઈશ્વરપિતાએ મને સઘળું સોંપ્યું છે; દીકરો કોણ છે, એ ઈશ્વરપિતા વિના કોઈ જાણતું નથી; ને ઈશ્વરપિતા કોણ છે, એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તેમના વિના બીજો કોઈ જાણતું નથી.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “મારા બાપે મને બધી વસ્તુઓ આપી છે. દીકરો કોણ છે એ માણસ જાણતો નથી. ફક્ત બાપ જ જાણે છે અને દીકરો જાણે છે કે બાપ કોણ છે. ફક્ત તે લોકો જ જાણશે કે બાપ કોણ છે. તે એ લોકો છે જેને દીકરો તેમને પ્રગટ કરવા પસંદ કરે છે.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 10:22
20 Iomraidhean Croise  

તે સમયે ઈસુએ કહ્યું, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્‍ત્રીઓથી તમે આ વાતો ગુપ્ત રાખી, ને બાળકોની આગળ પ્રગટ કરી છે.


મારા પિતાએ મને બધું સોપ્યું છે. અને પિતા વગર, દીકરાને કોઈ જાણતો નથી, ને દીકરા વગર, તથા જેને દીકરો પ્રગટ કરવા‍ ચાહે તેના વગર, પિતાને કોઈ જાણતો નથી.


અને ઈસુએ ત્યાં આવીને તેઓને ક્હ્યું, “આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.


ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી. એકાકીજનિત દીકરો કે, જે પિતાની ગોદમાં છે, તેમણે તેમને પ્રગટ કર્યા છે.


અને જેમ પિતા મને ઓળખે છે, અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને માટે હું મારો જીવ આપું છું.


પિતાએ બધો અધિકાર મારા હાથમાં સોંપ્યો છે, અને હું ઈશ્વરની પાસેથી આવ્યો છું, અને ઈશ્વરની પાસે જાઉં છું, એ જાણીને


અને જે મારાં તે બધાં તમારાં છે, અને જે તમારાં છે તે મારાં છે; અને હું તેઓમાં મહિમાવાન થયો છું.


કારણ કે તમે સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે કે, જેઓએ તમે તેને આપ્યાં છે તે સર્વને તે અનંતજીવન આપે.


અને મેં તેઓને તમારું નામ જણાવ્યું છે, અને જણાવીશ, જેથી જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે, તે તેઓમાં રહે, અને હું તેઓમાં રહું.”


અને હવે, હે પિતા, જગત ઉત્પન્‍ન થયા અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તે વડે તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.


પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે બધું તેમના હાથમાં સોપ્યું છે.


પછી જ્યારે તે ઈશ્વરને એટલે પિતાને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે બધી રાજ્યસત્તા તથા બધો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે ત્યારે અંત આવશે.


કેમ કે જે ઈશ્વરે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેમણે આપણાં હ્રદયમાં પ્રકાશ પાડ્યો છે કે, જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર ઈશ્વરનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે.


અને સર્વ રાજયસત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું અને માત્ર આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા.


તમે તેના પગ નીચે બધું મૂક્યું છે. તો બધું તેને સ્વાધીન કરવાથી તેને સ્વાધીન ન કર્યું હોય એવું તેમણે કંઈ રહેવા દીધું નહિ.” પણ બધું તેને સ્વાધીન કર્યું, એમ હજુ સુધી આપણી નજરે પડતું નથી.


વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે, ને જે સાચા છે તેમને ઓળખવા માટે તેમણે આપણને સમજણ આપી છે. અને જે સાચા છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, એમનામાં આપણે છીએ. એ જ ખરા ઈશ્વર છે, તથા અનંતજીવન છે.


જે કોઈ હદબહાર જાય છે, અને ખ્રિસ્તના બોધને વળગી રહેતો નથી, તેને ઈશ્વર નથી; બોધને જે વળગી રહે છે, તેને જ પિતા તથા પુત્ર પણ છે.


Lean sinn:

Sanasan


Sanasan