Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 1:68 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

68 “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકોની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

68 “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! કારણ, તેમણે પોતાના લોકોની મદદે આવીને તેમનો ઉદ્ધાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

68 ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

68 “ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો. તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 1:68
24 Iomraidhean Croise  

અને પરાત્પર ઈશ્વર જેમણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, તેમને ધન્ય હો.” અને ઇબ્રામે સર્વમાંથી દશમો ભાગ આપ્યો.


અને તેણે કહ્યું, “મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા, જેમણે અમારા ધણી પ્રત્યે પોતાની દયાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેમને ધન્ય હોજો; યહોવા મારા ધણીના ભાઈઓના ઘર સુધી માર્ગમાં મને દોરી લાવ્યા છે.”


વળી તેણે કહ્યું, “યહોવા, શેમનો ઈશ્વર, તેમને સ્તુતિ થાઓ; અને કનાન શેમનો દાસ થાઓ.


વળી રાજાએ એમ કહ્યું, “ઇઝરાયલના ઇશ્વર યહોવા જેમણે આજે મારા જોતાં મારા રજ્યાસન પર બેસનાર માણસ મને આપ્યો છે, તેમને ધન્ય હોજો!’”


તેણે કહ્યું, “ઈઝરાયલના ઈશ્વર યહોવાને ધન્ય હો કે જે પોતાના મુખે મારા પિતા દાઉદ સાથે બોલ્યા, ને જેમણે તે પોતાના હાથે પૂરું કર્યું છે.


માટે સર્વ સભાજનોના દેખતાં તેણે યહોવાની સ્તુતિ કરી. તેણે કહ્યું, “હે યહોવા, અમારા પિતા ઇઝરાયલના ઈશ્વર, તમે સદા સર્વકાળ સ્તુત્ય હો.


આથી દાઉદે સર્વ લોકને કહ્યું, “યહોવા, તમારા ઈશ્વરને સ્તુત્ય માનો, ” ત્યારે સર્વ લોકોએ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની સ્તુતિ કરી ને માથાં નમાવીને તેઓએ યહોવાનું તથા રાજાનું સન્માન કર્યું.


ઇઝરાયલના ઈશ્વર યહોવા અનાદિકાળથી અનંતકાળ સ્તુત્ય મનાઓ. અને સર્વ લોકો આમીન કહો. તમે યહોવાની સ્તુતિ કરો.


તેમણે પોતાના લોકની પાસે ઉદ્ધાર મોકલ્યો છે; અને પોતાનો કરાર સર્વકાળ માટે ફરમાવ્યો છે. તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.


તે ઇઝરાયલને તેના સર્વ અન્યાયોથી તારશે.


અનાદિકાળથી તે અનંતકાળ માટે ઇઝરાયલના ઈશ્વર યહોવા સ્તુત્ય હો. આમીન તથા આમીન.


અને લોકોનો વિશ્વાસ બેઠો; અને જ્યારે તેઓએ સાંભળ્યું કે, યહોવાએ ઇઝરાયલી લોકોની ખબર લીધી છે, ને તેઓનાં દુ:ખ જોયાં છે, ત્યારે તેઓએ માથાં નમાવીને ભજન કર્યું.


તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે;


તેઓ તને તથા તારામાં વસતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે. અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ. કેમ કે તારી કૃપાદષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.”


તેણે તે ઘડીએ ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી, ને જેઓ યરુશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે સર્વને તેના સંબંધી વાત કરી.


પણ અમે આશા રાખતા હતા કે, જે ઇઝરાયેલને ઉદ્ધાર આપવાના હતા તે એ જ છે! વળી એ સર્વ ઉપરાંત, આ બનાવ બન્યાને આજે ત્રીજો દિવસ થયો.


એથી સર્વને ભય લાગ્યું; અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, “એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકો પર રહેમનજર કરી છે.”


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા સ્તુત્ય હો, તેમણે સ્વર્ગીય [સ્થાનો] માં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યાં છે;


એમનામાં, એમના લોહીદ્વારા, તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે.


બકરાના તથા વાછરડાના રક્તથી નહિ, પણ પોતાના જ રક્તથી [માણસોને માટે] સનાતન ઉદ્ધાર મેળવીને પરમપવિત્ર સ્થાનમાં એક જ વખત ગયા હતા.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતાને ધન્યવાદ હો. તેમણે પોતે ઘણી દયા રાખીને મૂએલાંમાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને માટે,


દાઉદે અબિગાઈલને કહ્યું, “ઇઝરાયલના ઇશ્વર યહોવા જેમણે તને આજે મને મળવા મોકલી તેમને ધન્ય હો.


Lean sinn:

Sanasan


Sanasan