Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 1:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 દૂતે તેને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદાન કરશે; માટે જે [તારાથી] જનમશે તે પવિત્ર, ઈશ્વરનો દીકરો, કહેવાશે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 દૂતે જવાબ આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને સર્વોચ્ચ ઈશ્વરનું પરાક્રમ તારા પર ઊતરશે. આ જ કારણને લીધે એ પવિત્ર બાળક ઈશ્વરપુત્ર કહેવાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 દૂતે મરિયમને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારી પાસે આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. જે બાળકનો જન્મ થશે તે પવિત્ર થશે. તે દેવનો દીકરો કહેવાશે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 1:35
26 Iomraidhean Croise  

જો અશુદ્ધમાંથી શુદ્ધ ઉત્પન્ન થાય તો કેવું સારું! પણ એવું બનવું અશક્ય છે.


તો જે ધિક્કારપાત્ર, ભ્રષ્ટ તથા પાણીની જેમ અન્યાયને પી જનાર માણસ હોય તો તે કેટલો અધિક ગણાય!


તો ઈશ્વરની હજૂરમાં મનુષ્ય કેમ કરીને ન્યાયી ઠરે? કે સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?


હું તો એ ઠરાવ જાહેર કરીશ; યહોવાએ મને કહ્યું, “તું મારો પુત્ર છે; આજ મેં તને જન્મ આપ્યો છે.


હું અન્યાયીપણામાં જન્‍મ્યો, અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો.


હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો, એટલે તેમની મા મરિયમનું વેવિશાળ યૂસફ સાથે થયા પછી, તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાઈ.


પણ એ સંબંધી તે વિચારતો હતો, એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “ઓ યૂસફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બી નહિ, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે.


અને હોડીમાં જેઓ હતા તેઓએ તેમને પગે લાગીને કહ્યું, ખચીત તમે ઈશ્વરના દીકરા છો.”


ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ બીહીને કહ્યું, “ખરેખર, એ ઈશ્વરનો દીકરો હતો.”


અને પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરને કહે કે, તેઓ રોટલી થઈ જાય.”


ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તા છે. એનો આરંભ


“અરે, ઈસુ નાઝારી, અમારે ને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.”


દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી; તે કુમારિકાનું નામ મરિયમ હતું.


મરિયમે દૂતને કહ્યું, “એ કેમ કરીને થશે? કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી.”


જો, તારી સગી એલિસાબેતે પણ ઘડપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે. અને જે વાંઝણી કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે.


મેં જોયું છે, અને સાક્ષી આપી છે કે એ જ ઈશ્વરના દીકરા છે.”


નથાનિયેલે તેમને ઉત્તર આપ્યો, “રાબ્બી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.”


પણ, ‘ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે, એવો તમે વિશ્વાસ કરો; અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે.


તેઓ માર્ગે ચાલતાં એક જળાશય પાસે આવી પહોંચ્યા, ત્યારે ખોજાએ કહ્યું, “જો, [અહીં] પાણી છે. મારે બાપ્તિસ્મા પામવાને શો વાંધો છે?”


પણ પવિત્ર આત્માને પ્રતાપે મૂએલાંઓમાંથી પાછા ઊઠ્યાથી પરાક્રમમાં ઈશ્વરના દીકરા ઠર્યા છે.


હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું, તોપણ હવેથી હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે દેહમાં જે મારું જીવન તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેમણે મારા પર પ્રેમ રાખ્યો, અને મારે માટે પોતાનું અર્પણ કર્યું.


તેઓમાં આપણ સર્વ આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલાં ચાલતાં હતા, અને દેહની તથા મનની વૃતિઓ પ્રમાણે કાર્ય કરતા હતાં, તથા પ્રથમની‍‍ સ્થિતિમાં બીજાઓના જેવાં કોપનાં છોકરાં હતાં.


કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા આવી શકે નહિ એવા નહિ, પણ સર્વ વાતે જે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખયાજક છે.


Lean sinn:

Sanasan


Sanasan