Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 1:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તે એલિયાના આત્માએ તથા પરાક્રમે પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન છોકરાં તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે [ચાલવાને] ફેરવે, અને પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તે સંદેશવાહક એલિયાના જેવા જુસ્સામાં અને સામર્થ્યમાં પ્રભુની આગળ જશે. તે પિતાઓનાં મન પુત્રો તરફ વાળશે, બંડખોરોને ઈશ્વરના માર્ગ તરફ વાળશે અને ઈશ્વરને માટે બધી રીતે લાયક એવી એક પ્રજાને તૈયાર કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તે એલિયાના આત્માએ તથા પરાક્રમે ઈશ્વરની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન બાળકો તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે, તથા પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 યોહાન તેની જાતે પ્રથમ દેવ આગળ ચાલશે. તે એલિયાની જેમ સામથ્યૅવાન બનશે. એલિયા પાસે હતો તેવો આત્મા તેની પાસે હશે. તે પિતા અને બાળકો વચ્ચે શાંતિ લાવશે. ઘણા લોકો પ્રભુની આજ્ઞાઓનું પાલન કરતા નથી. યોહાન તેઓને સાચા વિચારના માર્ગે વાળશે અને પ્રભુના આગમન માટે તૈયાર કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 1:17
38 Iomraidhean Croise  

ગિલ્યાદમાં આવી વસેલાઓમાંના તિશ્બી એલિયાએ આહાબને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે હવેના વરસોમાં ઝાકળ તથા વરસાદ ફક્ત મારા કહેવા પ્રમાણે જ પડશે.”


એલિયાએ ઉત્તર આપ્યો, “મેં તો ઇઝરાયલને દુ:ખ આપ્યું નથી.પણ તેં તથા તારા પિતાના કુટુંબે [તો આપ્યું છે] , કેમ કે યહોવાની આજ્ઞાઓનો ત્યાગ કર્યો છે, ને તેં બાલીમની ઉપાસના કરી છે.


અને આહાબે એલિયાને કહ્યું, “હે મારા શત્રુ, શું તેં મને શોધી કાઢ્યો છે?” એલિયાએ ઉત્તર આપ્યો, “હા, મેં તને શોધી કાઢ્યો છે. કારણ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું છે તે કરવા માટે તેં પોતાને વેચ્યો છે.


એલિયાએ રાજાને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘શું ઈશ્વરવાણી મારફતે સલાહ પૂછવા માટે ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તેં એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા સંદેશિયા મોકલ્યા છે? તે માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠીશ નહિ, પણ નક્કી મરણ પામશે.’”


હે અમારા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમારા લોકના અંત:કરણ તથા વિચારો સર્વકાળ એવાં જ રાખો, ને તમારી તરફ તેઓનાં અંત:કરણ વાળો


ઈશ્વરની ભક્તિ લોકો કરે તેને માટે તેણે જે સિદ્ધ કર્યુ હતુ તે જોઈને હિઝકિયાએ તથા સર્વ લોકોએ હર્ષ કર્યો, કેમ કે એ કામ એકાએક ઊભું થયું હતું.


યહોવા, તમે નમ્રની અભિલાષા માન્ય કરી છે; તમે તેઓનાં હ્રદયોને તૈયાર કરશો, તમે કાન ધરશો;


યહોવાનું ભય તે બુદ્ધિનો આરંભ છે; જેઓ તેમની આજ્ઞા પાળે છે તે બધાની બુદ્ધિ સારી છે. તેમની સ્તુતિ સર્વકાળ થશે.


વળી પોતાના પિતૃઓના જેવી હઠીલી તથા ફિતૂરી પેઢી કે, જે ઓએ પોતાનાં હ્રદય તૈયાર રાખ્યાં નહિ, અને પોતાનો આત્મા ઈશ્વર પર દઢ રાખ્યો નહિ. [તેમના જેવા] તેઓ ન થાય.


વળી આત્મામાં જેઓ ભૂલા પડેલા હતા તેઓ સમજુ થશે, ને જેઓ કચકચ કરનાર હતા તેઓ જ્ઞાન પામશે.”


“એ માટે, હે ઇઝરાયલ, હું તને એમ જ કરીશ. હું તને એમ જ કરીશ માટે, હે ઇઝરાયલ, તારા ઈશ્વરને મળવાને તૈયાર થા.”


અને જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર ‍છે તે એ જ છે.


કારણ યોહાને તેને કહ્યું હતું, “તેને તારે રાખવી ઉચિત નથી.”


કારણ, જેના વિષે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, ‘રાનમાં પોકારનારની એવી વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો, તે એ જ છે.”


અને તે યોહાનનાં લૂગડાં ઊંટનાં રૂઆંનાં હતાં, ને તેની કમરે ચામડાનો પટો હતો, ને તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો.


તે ઇઝરાયલના ઘણા વંશજોને તેઓના ઈશ્વર પ્રભુ તરફ ફેરવશે.


અને, ઓ છોકરા, તું પરાત્પરનો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુના માર્ગો તૈયાર કરે;


તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, માણસની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરની ઇચ્છાથી જન્મ પામ્યાં.


મેં જોયું છે, અને સાક્ષી આપી છે કે એ જ ઈશ્વરના દીકરા છે.”


તમે પોતે મારા સાક્ષી છો કે, મેં કહ્યું કે, હું તે ખ્રિસ્ત નથી, પણ તેમની આગળ મોકલાયેલો છું.


માટે મેં તરત તમને તેડાવ્યા. અને તમે આવ્યા તે બહુ સારું કર્યું. હવે પ્રભુએ જે વાતો તમને ફરમાવી છે, તે સર્વ સાંભળવા માટે અમે બધા અહીં ઈશ્વરની સમક્ષ હાજર થયા છીએ.”


અને જો મહિમાને માટે આગળ તૈયાર કરેલાં દયાનાં પાત્રો પર,


અને [ઈશ્વર] પિતા જેમણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય કર્યા છે, તેમની આભારસ્તુતિ કરો.


એ માટે જો કોઈ પાછલાંથી પોતાને [દૂર રાખીને] શુદ્ધ રહે, તો તે ઉત્તમ કાર્યને માટે પવિત્ર કરેલું, ‍ સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


હવે, બાળકો, તેમનામાં રહો, જેથી જો તે પ્રગટ થાય, તો આપણામાં હિંમત આવે, ને તેમના આગમનને વખતે તેમની રૂબરૂ આપણે શરમાઈએ નહિ.


પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ ઉપર જે લોકો બેઠેલા હતા, તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરનાં વચનને લીધે જેઓનો શિરચ્છેદ થયો હતો, તથા જેઓએ શ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી, અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી, તેઓના આત્માઓને [મેં જોયા]. તેઓ જીવતા થયા, ને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ કર્યું.


પછી શમુએલે કહ્યું, “સર્વ ઇઝરાયલીઓને મિસ્પામાં એકત્ર કરો, એટલે હું તમારે માટે યહોવાને વિનંતી કરીશ.”


Lean sinn:

Sanasan


Sanasan