Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 1:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ દૂતે તેને કહ્યું, “ગભરાઈશ નહિ ઝખાર્યા, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે, ને તારી પત્ની એલિસાબેતને દીકરો થશે. તેનું નામ તું યોહાન પાડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પણ દૂતે તેને કહ્યું, “ઝખાર્યા, ગભરાઈશ નહિ, ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે, અને તારી પત્ની એલીસાબેતને પુત્ર થશે. તારે તેનું નામ યોહાન પાડવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ઝખાર્યા, બીશ નહિ; કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારી પત્ની એલિસાબેતને દીકરો થશે, તેનું નામ તું યોહાન પાડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પરંતુ તે દૂતે તેને કહ્યું, “ઝખાર્યા, ગભરાઇશ નહિ. દેવે તારી પ્રાર્થના સાંભળી છે. તારી પત્નિ, એલિસાબેત, પુત્રને જન્મ આપશે. જેનું નામ તું યોહાન પાડશે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 1:13
27 Iomraidhean Croise  

મારી તથા તારી વચ્ચે, ને તારા પછી તારા વંશજો વચ્ચે, મારો જે કરાર તમારે પાળવો, તે એ જ કે તમારામાંનો જે દરેક પુરુષ તેની સુન્‍નત કરવી જોઈએ.


અને ઈશ્વરે કહ્યું, “તારી પત્ની સારા ખચીત તારે માટે દિકરાને જન્મ આપશે; અને તું તેનું નામ ઇસહાક પાડશે; અને તેની સાથે તેના પછીના તેના વંશજોને માટે હું મારો કરાર સદાના કરાર તરીકે કરીશ.


યહોવાને શું કંઇ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ, ને સારાને દીકરો થશે.”


અને ઇસહાકની પત્ની નિ:સંતાન હતી માટે તેણે તેને માટે યહોવાની પ્રાર્થના કરી. અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી, ને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ.


તે નિ:સંતાન સ્‍ત્રીને તેના પોતાના ઘરમાં રાખે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાની સ્તુતિ કરો.


હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે. અને તમે મારું તારણ થયા છો.


પછી હું પ્રબોધિકા પાસે ગયો. તે ગર્ભવતી થઈ, ને તેને દીકરો જન્મ્યો. ત્યારે યહોવાએ મને કહ્યું, “તેનું નામ માહેર-શાલાલ-હાશ-બાઝ રાખ.


ત્યારે તેણે મને કહ્યું, “હે દાનિયેલ, બીશ નહિ; કેમ કે તેં તારું મન સમજવામાં તથા તારા ઈશ્વરની આગળ દીન થવામાં લગાડ્યું, તેના પહેલા દિવસથી જ તારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી હતી; અને તારી વિનંતીઓની ખાતર હું આવ્યો છું.


યહોવાએ હોશિયાને કહ્યું, “તેનું નામ યિઝ્‍એલ રાખ; કેમ કે થોડી મુદત પછી હું યિઝ્‍એલના ખૂનનો બદલો યેહના કુટુંબના માણસોની પાસેથી લઈશ, ને ઇઝરાયલના રાજ્યનો અંત લાવીશ.


તેને ફરીથી ગર્ભ રહ્યો, ને પુત્રીનો પ્રસવ થયો, ત્યારે [યહોવાએ] તેને કહ્યું, “તેનું નામ લો-રૂહામા પાડ; કેમ કે હું હવે પછી કદી ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ, ને તેમને કદી માફ કરીશ નહિ.


અને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓનાં પાપથી તારશે તે એ જ છે.”


પણ તરત ઈસુએ તેઓને કહ્યું, “હિમ્મત રાખો, એ તો હું છું, બીહો નહિ. ”


ત્યારે દૂતે તે સ્રીઓને કહ્યું, “બીહો નહિ, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો.


પણ તે તેઓને કહે છે, “નવાઈ ન પામો; વધસ્તંભે જડાયેલા ઈસુ નાઝારીને તમે શોધો છો; તે ઊઠ્યા છે; તે અહીં નથી. જુઓ, જે જગાએ તેમને મૂક્યા હતા તે આ છે.


તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મને લીધે ઘણાં હરખાશે


દૂતે તેને કહ્યું, “હે મરિયમ, ગભરાઈશ નહિ! કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે.


આઠ દિવસ પૂરા થયા પછી તેની સુન્‍નત કરવાનો વખત આવ્યો, ત્યારે તેઓએ તેનું નામ ઈસુ પાડયું. તેનું ગર્ભાધાન થયા પહેલાં દૂતે એ નામ પાડયું હતું.


તે બોલ્યો, ‘કર્નેલ્યસ, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. અને તારાં દાન ઈશ્વરની સમક્ષ સ્મરણમાં આવ્યાં છે.


યહોવાએ તેને કહ્યું, “તને શાંતિ થાઓ; બી નહિ; તું મરશે નહિ.”


ત્યાર પછી યહોવાએ હાન્‍ના પર એવી કૃપા કરી કે, તેને ગર્ભ રહ્યો, અને તેને પેટે ત્રણ દીકરા ને બે દીકરીઓ થયાં, અને બાળક શમુએલ યહોવાની હજૂરમાં રહીને મોટો થયો.


Lean sinn:

Sanasan


Sanasan