Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 8:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તેણે તેને ઉરપત્ર પહેરાવ્યું. અને ઉરપત્રમાં તેણે ઉરીમ તથા તુમ્મીમ જડયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પછી તેણે તેને ઉરપત્ર પહેરાવ્યું; તેમાં ઉરીમ અને થુમ્મીમ જડેલાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેણે તેને ઉરપત્રક પહેરાવીને ઉરપત્રકમાં તેણે ઉરીમ તથા તુમ્મીમ જોડી દીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પછી તેણે તેને ઉરપત્ર પહેરાવીને તેમાં ઉરીમ અને તુમ્મીમ જોડી દીધા.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 8:8
13 Iomraidhean Croise  

સરસૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ તથા તુમ્મીમ પહેરનાર એક યાજક ઊભો થાય ત્યાં સુધી તમારે પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.


સરસૂબાએ તેઓને કહ્યું, “ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય ત્યાં સુધી તમારે પરમ પવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.”


અને મારી આગળ યાજકપદ બજાવવા માટે તેઓને પવિત્ર કરવાને જે ક્રિયા તારે કરવી, તે આ પ્રમાણે:એક વાછરડો તથા ખોડ વગરના બે ઘેટા,


મને તારા હ્રદય પર મુદ્રા તરીકે, અને તારા હાથ પર વીંટી તરીકે બેસાડ; કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે; ઈર્ષા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા અગ્નિના ચમકારા જેવા છે, તે ખુદ યહોવાનો ભડકો [છે].


પ્રભુએ બખતર તરીકે ન્યાયીપણું સજ્યું, ને ટોપ તરીકે માથા પર તારણ રાખ્યું; પોશાક તરીકે તેમણે પ્રતિકારરૂપી વસ્ત્ર પહેર્યાં, ને ઝભ્ભા તરીકે ઉત્કંઠા ઓઢી.


અને એલાઝાર યાજકની પાસે તે ઊભો રહે; અને ઉરીમના ચુકાદા વડે તે યહોવાની સમક્ષ તેને માટે ખબર પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા તેની સાથે ઇઝરાયલની સર્વ પ્રજા, બહાર જાય, ને તેના કહેવાથી તેઓ અંદર આવે.”


માટે સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયીપણાનું બખતર પહેરીને


અને લેવી વિષે તેણે કહ્યું, “તમારાં તુમ્મીમ તથા તમારાં ઉરીમ, -તમારો પસંદ કરેલો પુરુષ, જેની તમે માસ્સામાં પરીક્ષા કરી, જેની સાથે તમે મરીબાનાં પાણી પાસે વાદ કર્યો, -તેની સાથે છે;”


પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર, અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.


અને મારો યાજક થવા, મારી વેદી પર યજ્ઞ કરવા, ધૂપ બાળવા, ને મારી આગળ ઝભ્ભો પહેરવા માટે મેં તને ઇઝરાયલનાં બધાં કુળોમાંથી પસંદ કર્યો હતો કે નહિ? તારા પિતાના કુળને ઇઝરાયલી લોકોનાં સર્વ હોમયજ્ઞો મેં આપ્યા હતા કે નહિ?


અને શાઉલે યહોવાની સલાહ પૂછી ત્યારે યહોવાએ તેને સ્વપ્નથી, કે ઉરીમથી, કે પ્રબોધકોની મારફતે કંઈ પણ ઉત્તર આપ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan