Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 8:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને તેણે તે કાપ્યો. અને મૂસાએ રક્ત લઈને પોતાની આંગળીથી વેદીનાં શિંગની આસપાસ તે લગાડયું, ને વેદીને શુદ્ધ કરીને [બાકીનું] રક્ત વેદીના થડમાં તેને માટે પ્રાયશ્ચિત્ત કરવાને રેડી દીધું, ને તેને પાવન કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પછી મોશેએ તેને કાપ્યો અને તેના રક્તમાંથી થોડું લઈને આંગળી વડે શિંગ પર લગાવ્યું; જેથી વેદી વિધિગત રીતે શુદ્ધ થાય. બાકીનું રક્ત તેણે વેદીના પાયામાં રેડી દીધું. આ રીતે તેણે વેદીને શુદ્ધ કરીને તેનું સમર્પણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેણે તે કાપ્યો અને મૂસાએ રક્ત લઈને પોતાની આંગળીથી વેદીનાં શિંગની આસપાસ તે ચોપડ્યું અને વેદીને શુદ્ધ કરીને બાકીનું રક્ત વેદીના પાયામાં તેને માટે રેડી દીધું અને ઈશ્વરને માટે તેને અલગ કરીને પવિત્ર કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પછી મૂસાએ તેનો વધ કર્યો, અને તેનું થોડું લોહી લઈ તેની આંગળીથી વેદીનાં ટોચકાઓને લગાડ્યું અને આ રીતે તેને શુદ્ધ કરી, પછી બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દીધું. આ રીતે મૂસાએ વેદીને લોકોને શુદ્ધ કરવાના અર્પણો માંટે તૈયારી કરી.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 8:15
23 Iomraidhean Croise  

રાજાએ એવી આજ્ઞા આપી હતી કે, સર્વ ઇઝરાયલીઓને માટે દહનીયાર્પણ તથા પાપાર્થાર્પણ [કરવું જોઈએ]. તેથી યાજકોએ તેમને કાપીને તેઓના રક્ત વડે સર્વ ઇઝરાયલીઓને માટે પ્રાયશ્ચિત કરવા માટે વેદી ઉપર તેમનું પાપાર્થાર્પણ કર્યું.


સર્વ ચૂક કરનારને માટે અબુદ્ધને માટે તારે માસની સાતમીએ એ પ્રમાણે કરવું; એમ તમારે મંદિરને માટે પ્રાયશ્ચિત કરવું.


અપરાધ બંધ પાડવાને, પાપનો અંત લાવવાને, ને દુરાચરનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયીપણું દાખલ કરવાને, ને સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, તારા લોકોને શિર તથા તારા પવિત્ર નગરને શિર સિત્તેર અઠવાડિયાં નિર્માણ કરેલાં છે.


અને તે તેને વેદીની ઉત્તર બાજુએ યહોવાની સમક્ષ કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, તેનું રક્ત વેદી પર ચારે બાજુએ છાંટે.


અને તે વાછરડાને યહોવાની સમક્ષ તે કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, તે રક્તને રજૂ કરે, ને મુલાકાતમંડપના દ્વાર પાસેની વેદી પર ચારે બાજુએ તે રક્ત છાંટે.


અને જ્યારે તે પવિત્રસ્થાનને તથા મુલાકાતમંડપને તથા વેદીને માટે પ્રાયશ્ચિત્ત કરી રહે, ત્યારે જીવતા બકરાને તે હાજર કરે,


અને તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે, ને મુલાકાતમંડપના દ્વાર પાસે તેને કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, વેદી પર ચારેબાજુ તેનું રક્ત છાંટે.


અને તે પોતના અપર્ણના માથા પર પોતાનો હાથ મૂકે, ને મુલાકાતમંડપની આગળ તેને કાપે; અને હારુનના પુત્રો તેનું રક્ત વેદી પર ચારે બાજુ છાંટે.


અને યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું લે, ને યજ્ઞ વેદીમાં શિંગ પર તે લગાડે, ને યજ્ઞ વેદીના થડમાં તેનું રક્ત ઢોળી દે.


અને યાજક પોતાની આંગળી વડે તેના રક્તમાંનું લઈને યજ્ઞવેદીનાં શિગ પર તે લગાડે, ને તેનું બધું રક્ત વેદીના થડમાં ઢોળી દે.


અને સુવાસિત ધૂપની જે વેદી મુલાકાતમંડપમાં યહોવાની સમક્ષ છે તેનાં શિંગ પર યાજક તે રક્તમાંથી લગાડે. અને જે યજ્ઞવેદી મુલાકાતમંડપના દ્વાર પાસે છે તેના થડમાં વાછરડાનું બધું રક્ત તે ઢોળી દે.


અને જેના રક્તમાંનું પવિત્રસ્થાનમાં પ્રાયશ્ચિત્ત કરવા માટે મુલાકાતમંડપમાં કંઈ લાવવામાં આવ્યું હોય, તેવું કોઈ પાપાર્થાર્પણ ખવાય નહિ; તેને અગ્નિમાં બાળી નાખવું.


અને લેવીઓ પોતાના હાથ વાછરડાંઓનાં માથાં પર મૂકે. અને લેવીઓનું પ્રાયશ્ચિત્ત કરવા માટે એકને પાપાર્થાર્પણે માટે તથા બીજાને દહનીયાર્પણને માટે યહોવાની આગળ તું ચઢાવ.


કેમ કે જયારે આપણે શત્રુ હતા, ત્યારે જો ઈશ્વરની સાથે તેમના દીકરાના મરણદ્વારા આપણો તેમની સાથે મિલાપ થયો, તો મિલાપ થયા પછી આપણે તેમના જીવનને લીધે બચીશું તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે!


અને વધસ્તંભ ઉપર વૈરને મારી નાખીને એ‍ દ્વારા એક શરીરમાં ઈશ્વરની સાથે બન્‍નેનું સમાધાન કરાવવાને તેમણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમ [શાસ્‍ત્ર] રૂપ વૈરને નાબૂદ કર્યું.


તેથી તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, જેથી તે લોકોનાં પાપનું પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય.


Lean sinn:

Sanasan


Sanasan