Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 7:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પણ જે જન પોતાનું અંગ અશુદ્ધ હોવા છતાં યહોવાને માટેનાં શાંત્યર્પણોના યજ્ઞનું માંસ ખાય, તે માણસ પોતાના લોકોમાંથી અગલ કરાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 “જે કોઈ શુદ્ધ હોય તે જ સંગતબલિનું માંસ ખાય. પણ જો કોઈ અશુદ્ધ હોવા છતાં પ્રભુને ચડાવેલ સંગતબલિનું માંસ ખાય તો સમાજમાંથી તેનો બહિષ્કાર કરવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પણ જે કોઈ માણસ અશુદ્ધ હોવા છતાં શાંત્યર્પણમાંથી, એટલે જે યહોવાહનું છે, તે ખાય તો તેને તેના લોકોથી જુદો કરવો, કારણ કે તેણે જે પવિત્ર છે તેને અશુદ્ધ કર્યુ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 જો કોઈ માંણસ અશુદ્ધ હોય છતાં શાંત્યર્પણમાંથી તે જમે તો તેને તેના લોકોથી જુદો કરવો, કારણ કે તેણે જે પવિત્ર છે તેને અશુદ્ધ કર્યુ છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 7:20
16 Iomraidhean Croise  

અને સુન્‍નત વગરનો પુરુષ જેની સુન્‍નત કરવામાં આવી નહિ હોય, તે માણસ પોતાના લોકોમાંથી કપાઈ જશે; તેણે મારો કરાર તોડયો છે.”


જે કોઈ તેના સરખું કંઈ બનાવે અથવા જે કોઈ તેમાંનું પરાક્રમ માણસ પર રેડે, તે તેના સમાજમાંથી અલગ કરાય.”


તેના જેવા જે કોઈ સૂંઘવાને માટે બનાવે, તે તેના સમાજમાંથી અલગ કરાય.”


એ માટે તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તમે [માંસ] રક્તસહિત ખાઓ છો, ને તમારી મૂર્તિઓ તરફ તમારી નજર ઊચી કરો છો, ને રક્ત વહેવડાઓ છો, તેમ છતાં શું તમે દેશનું વતન ભોગવશો?


કેમ કે જે કોઈ એમાંનું કોઈ પણ અમંગળ કૃત્ય કરશે, હા, જેઓ તે કરશે તેઓ પોતાના લોકોમાંથી અલગ કરાશે.


પણ જે કોઈ તેને ખાય, તેનો અન્યાય તેને માથે રહે, કેમ કે તેણે યહોવાની પવિત્ર વસ્‍તુ વટાળી છે; અને તે જન પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.


હું પણ મારું મુખ તે માણસની વિરુદ્ધ રાખીશ, ને તેને તેના લોકો મધ્યેથી નષ્ટ કરીશ; કારણ કે તેણે પોતાનાં સંતાનમાંથી મોલેખને અર્પીને મારા પવિત્ર નામને કલંક લગાડયું છે.


કેમ કે જે જન તે દિવસે આત્મકષ્ટ નહિ કરે, તે પોતાના લોકો મધ્યેથી અલગ કરાશે.


અને જે માંસને કોઈ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ થાય તે ખાવું નહિ; તેને અગ્નિમાં બાળી નાખવું. અને પ્રત્યેક જે શુદ્ધ હોય, તે તે માંસ ખાય.


કેમ કે માણસો યહોવા પ્રત્યે જે પશુનો હોમયજ્ઞ ચઢાવે છે તેની‍ ચરબી જે કોઈ ખાય, તે ખાનાર માણસ પોતાના લોકો મધ્યે પણ અગલ કરાય.


જે માણસ કંઇ પણ રક્ત ખાય તે માણસ પોતાના લોકો મધ્યેથી અગલ કરાય.”


જો કોઈ મરેલા માણસના મુડદાનો સ્પર્શ કરે, ને તેમ છતાં પોતાને શુદ્ધ ન કરે, તો તે યહોવાના મંડપને વટાળે છે; અને તે માણસ ઇઝરાયલમાંથી અલગ કરાય; કેમ કે તેના પર શુદ્ધિનું પાણી છંટાયું નહોતું, તે અશુદ્ધ ગણાય. હજી તેના પર પોતાનું અશુદ્ધપણું છે.


પણ દરેક માણસે પોતપોતાની પરીક્ષા કરવી, અને એમ કરીને રોટલીમાંથી ખાવું ને પ્યાલામાંથી પીવું.


પરંતુ શાઉલ તે દિવસે તો કંઈ પણ બોલ્યો નહિ; કેમ કે તેણે ધાર્યું કે, ‘તેને કંઈ થયું હશે, તે અશુદ્ધ થયો હશે; બેશક તે અશુદ્ધ થયેલો છે.’


Lean sinn:

Sanasan


Sanasan