Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 7:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જો આભારસ્તુતિને અર્થે તે તે ચઢાવે, તો તે આભારાર્થાર્પણની સાથે તેલમાં મોહેલી ખમીર વગરની પોળીઓ, તથા તેલ લગાડેલા ખમીર વગરના ખાખરા, તથા [તેલમાં] બોળેલા મેંદાની તેલે મોહેલી પોળીઓ ચઢાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 જો કોઈ આભારસ્તુતિને માટે બલિ લાવે તો તે ઉપરાંત તેણે ખમીર વગરની તેલથી મોયેલી રોટલી, ખમીર વગરની તેલ ચોપડેલી ભાખરી કે તેલથી મોયેલા લોટના ખાખરા ચડાવવા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જો કોઈ વ્યક્તિ આભારસ્તુતિ માટે અર્પણ ચઢાવતી હોય, તો તે આભારર્થાર્પણની સાથે ખમીર વગરની રોટલી, પણ તે તેલ સાથે મિશ્ર કરેલી હોય, પૂરીને ખમીર વગર બનાવવી, પણ તેના પર તેલ લગાવવું અને કેકને મોહેલા મેંદાના લોટથી બનાવવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 જો કોઈ વ્યક્તિ આભાર માંટે અર્પણ ચઢાવતો હયો, તો શાંત્યર્પણ ઉપરાંત તેણે મોંયેલી બેખમીર રોટલી, તેલ ચોપડેલી બેખમીર ખાખરા તથા મોંયેલા લોટની પોળીઓ ચઢાવવા.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 7:12
25 Iomraidhean Croise  

તે સમયે હિઝકિયાએ લોકોને સંબોધીને કહ્યું, “હવે તમે યહોવાને પોતાનું સ્વાર્પણ કર્યું છે, માટે પાસે આવીને યહોવાના મંદિરમાં યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવો. ત્યારે સમગ્ર પ્રજા યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવી. અને જેઓનાં મનમાં આવ્યું તેઓ રાજીખુશીથી દહનીયાર્પણો [લાવ્યા].


તેણે યહોવાની વેદીને સમારીને તેના પર શાંત્યર્પણોના તથા આભાર માનવાને કરેલા અર્પણના યજ્ઞો કર્યા, ને યહૂદિયાને ઇઝરાયલના ઈશ્વર યહોવાની સેવા કરવાની આજ્ઞા આપી.


તે દિવસે તેઓએ પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કારણ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા; વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો; તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરુશાલેમથી દૂર સુધી સંભળાતો હતો.


આ તેમની કૃપા તથા માણસજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે [તો કેવું સારું] !


હું તમારી આગળ સ્તુત્યર્પણો ચઢાવીશ, હું યહોવાના નામને વિનંતી કરીશ.


જે ઉપકારસ્તુતિનાં અપર્ણ ચઢાવે છે તે મારો મહિમા [પ્રગટ] કરે છે; અને જે પોતાની વર્તણૂક [નિયમસર] રાખે છે, તેને હું ઈશ્વરનું તારણ દેખાડીશ.”


હર્ષ તથા આનંદનો સ્વર, વરકન્યા [ના વિનોદ] નો સ્વર; અને ‘સૈન્યોના [ઈશ્વર] યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા સારા છે, ને તેમની કૃપા સદાકાળ [ટકે] છે, ’ એવું કહેનારાઓનાઓ સ્વર, અને યહોવાના મંદિરમાં આભારાર્થાર્પણો લાવનારાઓનો સ્વર હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવા કહે છે.


તમારી સાથે શબ્દો લઈને યહોવાની પાસે પાછા આવો. તેમને વિનંતી કરો કે, ‘“સર્વ પાપ નિવારણ કરો, અને જે સારું છે તેનો અંગીકાર કરો.’ એમ અમે ગોધાની જેમ અમારા હોઠોનું અર્પણ ચઢાવીશું.


અને જો તું ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ લાવે તો તે તેલથી મોહેલા મેંદાની બેખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બેખમીર ખાખરા હોય.


અને જો તારું અર્પણ તવામાં પકાવેલું ખાદ્યાર્પણ હોય, તો તે તેલથી મોહેલા બેખમીર મેંદાનું હોય.


અને જ્યારે તમે આભારાર્પણનો યજ્ઞ યહોવાને ચઢાવો, ત્યારે તે એવી રીતે ચઢાવો કે તમે માન્ય થાઓ.


અને તેમાંથી જે બાકી રહે તે હારુન તથા તેના પુત્રો ખાય. તેને પવિત્ર જગામાં ખમીર વગર ખાવું, મુલાકાતમંડપના આંગણામાં તેઓ તે ખાય.


અને આભારસ્તુતિને માટેનાં શાંત્યર્પણોના યજ્ઞનું માંસ અર્પણને દિવસે જ તે ખાઈ જાય; તે તેમાંથી કંઈ પણ સવાર સુધી રહેવા ન દે.


ખમીરવાળી વસ્તુનું આભારાર્થાર્પણ ચઢાવો, ને ઐચ્છોકાર્પણોનો ઢંઢેરો પિટાવીને તેમની જાહેર ખબર આપો.” કેમ કે પ્રભુ યહોવા કહે છે, “હે ઇઝરાયલ લોકો, એવું તમને ગમે છે.


ને બેખમીર રોટલીની એક ટોપલી, તેલમાં મોહેલા મેંદાની પોળીઓ, ને તેલમાં મોહેલા મેંદાની પોળીઓ, ને તેલ લગાડેલા બેખમીર ખાખરા, તથા તેઓનું ખાદ્યાર્પણ, તથા તેઓનાં પેયાર્પણ.


તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો; તે સમરૂની હતો.


ઈશ્વરનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે, એવો આ પરદેશી વિના કોઈ મળ્યો નહિ શું?”


કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ, અને તેમનો આભાર માન્યો નહિ. પણ તેઓએ મિથ્યા તર્ક-વિતર્કો કર્યા, અને તેઓનાં નિર્બુદ્ધ મન અંધકારમય થયાં.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે સર્વને માટે ઈશ્વર પિતાની આભારસ્તુતિ નિત્ય કરજો.


માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેમનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.


તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો.


Lean sinn:

Sanasan


Sanasan