લેવીય 6:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અથવા જે કોઈ ચીજ વિષે તેણે જૂઠા સોગન ખાધા હોય, તે તે પાછી આપે, તે ભરીપૂરીને પાછું આપે એટલું જ નહિ, પણ તેમાં એક પંચમાંશ ઉમેરે. તે દોષિત ઠરે તે જ દિવસે તેણે જેનું તે હોય તેને તે આપવું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 ત્યારે તેણે એના માલિકને પૂરેપુરું વળતર ચૂકવી આપવું અને એ ઉપરાંત વધારામાં વીસ ટકા આપવા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 અથવા જે કોઈ ચીજ વિષે તેણે જૂઠા સોગન ખાધા હોય, તે તે પાછી આપે, તે ભરીપૂરીને પાછું આપે એટલું જ નહિ, પણ તેમાં એક પંચમાંશ ઉમેરે, તે દોષિત ઠરે તે જ દિવસે તેણે જેનું તે હોય તેને તે આપવું Faic an caibideilપવિત્ર બાઈબલ5 તેને આખી કિંમત વીસ ટકા ઉમેરીને તે રકમ સાચા માંલિક ને આપવી; અને એ જ દિવસે તેને પોતાનું દોષાર્થાર્પણ લાવે. Faic an caibideil |
બળદ વિષે કે ગધેડા વિષે કે ઘેટા વિષે કે વસ્ત્ર વિષે કે કોઈ ખોવાએલી વસ્તુ, જેના વિષે કોઈ એવું કહે કે આ તે જ વસ્તુ, જેના વિષે કોઈ એવું કહે કે આ તે જ વસ્તુ છે, તે વિષેના ગુનાની પ્રત્યેક બાબતમાં બન્ને પક્ષની તકરાર ન્યાયાધીશોની રૂબરૂ રજૂ થાય; અને ન્યાયાધીશો જેને ગુનેગાર ઠરાવે તે પોતાના પડોશીને બમણું ભરી આપે.