Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 6:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 જે કંઈ તેના માંસનો સ્પર્શ કરે તે શુદ્ધ ગણાય. અને જ્યારે તેના રક્તમાંનું કંઈ કોઈ વસ્‍ત્ર પર છંટાય, ત્યારે જેના પર તે છંટાયું હોય, તેને તારે પવિત્ર જગામાં ધોઈ નાખવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 જે કોઈ તેનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય. જો કોઈનાં કપડાં પર તેના રક્તનાં છાંટા ઊડે તો તેમને પવિત્ર જગ્યાએ ધોઈ નાખવાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 જે કોઈ તેના માંસનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય અને જો તેનું રક્ત કોઈપણના વસ્ત્ર પર પડે, તો જેના પર તે પડ્યું હોય, તેને તારે પવિત્રસ્થાને ધોઈ નાખવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 જે કાંઈ એને અડે તે પવિત્ર ગણાય. “જો એના લોહીના છાંટા કોઈ કપડાં પર પડયા હોય તો તે પવિત્રસ્થાને ધોઈ નાખવાં.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 6:27
11 Iomraidhean Croise  

સાત દિવસ સુધી તું વેદીને માટે પ્રાયશ્ચિત કર, ને તેને પવિત્ર કર. અને વેદી પરિશુદ્ધ થાય. જે કંઈ વેદીને અડકે તે પવિત્ર થાય.


અને તું તેઓને પવિત્ર કર કે તેઓ પરમપવિત્ર થાય; તેઓને જે કંઈ અડકે તે પણ પવિત્ર થશે.


તેઓ નીકળીને બહારના આંગણામાં એટલે બહારના આંગણામાં લોકોની પાસે જતાં સમયે, તેઓ સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારીને તેમને પવિત્ર ઓરડીઓમાં મૂકીને બીજાં વસ્ત્રો પહેરે, જેથી તેઓના વસ્ત્રોથી લોકો પાવન થઈ ન જાય.


અને તેઓમાંના કોઈનું મુડદું જે કંઈ ઉપર પડે તે અશુદ્ધ ગણાય. એટલે તે લાકડાનું વાસણ હોય કે લૂગડું કે ચામડું કે ટાટ, એટલે કોઈ પણ કામમાં આવતું હરકોઈ વાસણ હોય, તો તેને પાણીમાં નાખવું, ને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય; ત્યાર પછી તે શુદ્ધ ગણાય.


હારુનપુત્રોમાંનો પ્રત્યેક પુરુષ યહોવાના હોમયજ્ઞમાંથી તેમના હમેશના તથા વંશપરંપરાના હક તરીકે તે ખાય. જે કોઈ તેઓનો સ્પર્શ કરે તે શુદ્ધ હોય.”


અને જે માંસને કોઈ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ થાય તે ખાવું નહિ; તેને અગ્નિમાં બાળી નાખવું. અને પ્રત્યેક જે શુદ્ધ હોય, તે તે માંસ ખાય.


જો કોઈ માણસ પોતાના વસ્ત્રની ચાળમાં અર્પિત માંસ લઈ જતો હોય, ને તેની ચાળ રોટલીને, ભાજીને, દ્રાક્ષારસને, તેલને કે, હરકોઈ અન્નને અડકે, તો શું તે પવિત્ર થઈ જાય?” અને યાજકોએ ઉત્તર આપ્યો, “ના”.


અને તેઓએ તેમને વિનંતી કરી કે, માત્ર તમારાં વસ્‍ત્રની કોરને જ તમે અમને અડકવા દો, અને જેટલા અડક્યા તેટલા સાજા થયા.


કેમ કે તેણે પોતાના મનમાં ધાર્યું કે, જો હું માત્ર એમના વસ્‍ત્રને અડકું તો હું સાજી થઈ જઈશ.


તેથી, વહાલાઓ, આપણને એવા વચન મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.


કેમ કે જુઓ, તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણેનો ખેદ થયો, તેથી જ તમારા મનમાં કેવી આતુરતા ઉત્પન્‍ન થઈ, વળી પોતાને નિર્દોષ ઠરાવવાની [તમારી] કેવી ઉત્કંઠા, વળી કેવો ક્રોધ, વળી કેવી ઉત્કંઠા, વળી બદલો લેવાની કેવી તત્પરતા! તમે તે કામમાં સર્વ પ્રકારે પોતાને નિર્દોષ સાબિત કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan