Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 5:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 “જો કોઈ માણસ ઉલ્લંઘન કરીને યહોવાની પવિત્ર વસ્તુઓ વિષે અજાણે પાપ કરે, તો તે યહોવા પ્રત્યે પોતાનું દોષાર્થાર્પણ લાવે, ટોળામાંથી ખોડખાંપણ વગરનો એક ઘેટો, એટલે તું ઠરાવે એટલા શેકેલ રૂપું, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે, દોષાર્થાર્પણને માટે લાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 તે માટે ખોડખાંપણ વગરનો ઘેટો હોવો જોઈએ. પવિત્રસ્થાનના ચલણના શેકેલમાં તેની કિંમત કરવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 “જો કોઈ વ્યક્તિ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને યહોવાહની પવિત્ર વસ્તુઓ વિષે અજાણતાં પાપ કરે, તો તે યહોવાહ પ્રત્યે પોતાનું દોષાર્થાર્પણ લાવે. ટોળાંમાંથી ખોડખાંપણ વગરનો એક ઘેટો, શેકેલ ચાંદી, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે, દોષાર્થાર્પણને માટે લાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 “જો કોઈ વ્યક્તિ અજાણતાં પવિત્રવસ્તુઓ સાથે કઈ ખોટુ કરીને પાપ કરે; તો તેણે દોષાર્થપણ માંટે ખોડખાંપણ વગરનો એક ઘેટો લાવવો. તેણે પોતાનું પાપ શુદ્ધ કરવા ઘેટાને યહોવા સમક્ષ લાવવો. તમાંરે અધીકૃત માંપ વાપરી ઘેટાની કિંમત આંકવી.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 5:15
33 Iomraidhean Croise  

દોષનિવારણાર્થે તથા પાપનિવારણાર્થે આપેલા પૈસા યહોવાના મંદિરમાં લાવવામાં આવતા નહિ. તે તો યાજકોના હતા.


એ બધાએ એવા કોલ આપ્યા, “અમે અમારી સ્ત્રીઓ છોડી દઈશું.” તેમણે પોતાના અપરાધને લીધે ટોળાનો એક મેંઢો [આપ્યો].


તેઓ આ પ્રમાણે આપે “ગણમાં જેઓ દાખલ થાય તેઓમાંનો દરેક પુરુષ પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અડધો શેકેલ આપે (વીસ ગેરાહનો શેકેલ થાય છે), યહોવાને અર્પણ તરીકે તે અડધો શેકેલ આપે.


દરવાજાની પરસાળમાં આ બાજુએ બે મેજ ને પેલી બાજુએ બે મેજ મુકેલી હતી, તેમના ઉપર દહનીયાર્પણો, પાપાર્થપણો તથા દોષાર્થાર્પણો કાપવામાં આવતાં હતાં.


અને જો દહનીયાર્પણને માટે તેનું અર્પણ ટોળામાંથી એટલે ઘેટાંમાંથી કે બકરામાંથી હોય, તો તે ખોડખાંપણ વગરનો નર ચઢાવે.


જો કોઈનું અર્પણ ઢોરના દહનીયાર્પણનું હોય, તો તે ખોડખાંપણ વગરનો નર ચઢાવે કે, તે પોતે યહોવાની આગળ માન્ય થાય.


અને તે યાજક પેલા નર હલવાનોમાંથી એકને લઈને દોષાર્થાર્પણને માટે તેને તથા પેલા માપ તેલને ચઢાવે, ને યહોવાનીઇ સમક્ષ તેઓની આરતી ઉતારીને આરત્યર્પણ કરે;


અને તારું ઠરાવેલું મૂલ્ય નીચે પ્રમાણે થાય:વીસથી તે સાઠ વર્ષ સુધીની ઉમરના નરને માટે તારું ઠરાવેલું મૂલ્ય, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે, પચાસ શેકેલ રૂપું થાય.


“ઇઝરાયલી લોકોને એમ કહે કે, જે કૃત્યો કરવાની યહોવાએ મના કરી છે તેઓમાંના કોઈ વિષે કોઈ જન અજાણે પાપમાં પડીને તેઓમાંનું કોઈ કૃત્ય કરે [તે વિષે આ નિયમ છે] :


અને યહોવાએ મૂસાને કહ્યું,


અને જે પવિત્ર વસ્તુ વિષે તેણે પાપ કર્યું હોય તેનો બદલો તે ભરી આપે, ને વળી તેનો એક પંચમાશ તેમાં ઉમેરીને યાજકને તે આપે. અને યાજક તેને માટે દોષાર્થાર્પણના ઘેટા વડે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.


તે દોષાર્થાર્પણને માટે ટોળામાંનો તારા ઠરાવ્યા પ્રમાણેનો ખોડખાંપણ વગરનો ઘેટો યાજક પાસે લાવે, અને જે ચૂક તેણે અજાણતાં એટલે જાણ્યા વગર કરી, તે વિષે યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.


અને તે યહોવાની આગળ પોતાનું દોષાર્થાર્પણ, એટલે ટોળમાંનો તારા ઠરાવ્યા પ્રમાણેનો ખોડખાંપણ વગરનો ઘેટો, યાજક પાસે દોષાર્થાર્પણને માટે લાવે,


અને દોષાર્થાર્પણનો નિયમ આ છે: તે પરમપવિત્ર છે.


યાજકોમાંનો દરેક પુરુષ તે ખાય, પવિત્ર જગામાં તે ખાવામાં આવે, તે પરમપવિત્ર છે.


ત્યારે, જો અજાણતાં તથા પ્રજાના જાણ્યા વિના તે થયું હોય, તો આખી પ્રજા યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ તરીકે એક વાછરડો તેના ખાદ્યાર્પણ તથા પેયાર્પણ સાથે વિધિ પ્રમાણે ચઢાવે, ને પાપાર્થાર્પણ તરીકે એક બકરો પણ.


અને યહોવાએ મૂસાને કહ્યું,


પણ ગુનાએ માટટે જેને બદલો આપવો ઘટે એવો તેનો કોઈ સગો ન હોય તો ગુનાને માટે જે બદલો યહોવાને આપવાનો છે તે યાજકને મળે. વળી પ્રાયશ્ચિત્તનો ઘેટો, કે જેથી તેને માટે પ્રાયશ્ચિત્ત કરવામઆં આવશે તે પણ [યાજકને મળે.]


ફક્ત તારી પાસેની તારી અર્પિત વસ્તુઓ, તથા તારી માનતાઓ, તે તારે લઈને યહોવા જે સ્થળ પસંદ કરે ત્યાં જવું,


તેઓએ કહ્યું, “જો તમે ઇઝરાયલના ઈશ્વરનો કોશ પાછો મોકલો, તો તે ખાલી મોકલશો નહિ; પણ તેની સાથે ગમે તેમ કરીને કંઈ દોષાર્થાર્પણ મોકલજો; ત્યારે તમે સાજા થશો, ને તમારા પરથી તેમના હાથનું નિવારણ કેમ થતું નથી એનું કારણ તમને સમજાશે.”


Lean sinn:

Sanasan


Sanasan