Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 5:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને જો બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં મેળવવાં એ તેના ગજા ઉપરાંત હોય, તો પોતે જે પાપ કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે એક દશાંશ એફાહ મેંદાનું તે પોતાને માટે અર્પણ લાવે. તે પર તે કંઈ તેલ ન રેડે, ને તે પર તે કંઈ લોબાન ન મૂકે; કેમ કે તે તો પાપાર્થાર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 “જો કોઈ માણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચડાવવાને સમર્થ ન હોય તો તેણે એક કિલો લોટ દોષનિવારણ બલિ તરીકે ચડાવવો. તેણે તેમાં ઓલિવ તેલ રેડવું નહિ કે લોબાન મૂકવો નહિ. કારણ, એ દોષનિવારણબલિ છે, અને ધાન્યઅર્પણ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પણ જો કોઈ તે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ખરીદીને ચઢાવી ના શકે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે એક દશાંશ એફાહ મેંદાનો લોટ તે પોતાને માટે અર્પણ લાવે. તેણે તેમાં તેલ કે લોબાન ન મૂકવાં, કારણ કે તે તો પાપાર્થાર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “જો કોઈ માંણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચઢાવી શકે તેમ ના હોય, તો તેણે પાપાર્થાર્પણ તરીકે આઠ વાટકા લોટ ચઢાવવો. અને તેણે તેમાં તેલ કે લોબાન ન મૂકવાં, કારણ, તે પાપાર્થાર્પણ છે,

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 5:11
23 Iomraidhean Croise  

અને તેઓએ તેને ઓમેરથી માપ્યું ત્યારે જેણે ઘણું ભેગું કર્યું હતું તેને વધી પડયું નહિ, ને જેણે થોડું ભેગું કર્યું હતું તેને ખૂટી પડયું નહિ. તેમનાથી પ્રત્યેક માણસના આહાર જેટલું જ ભેગું કરાયું હતું.


ઓમેર એ તો એક એફાહનો દશાંશ છે.


અને જો યહોવાને માટે તેનું અર્પણ દહનીયાર્પણને માટે પક્ષીઓનું હોય, તો તે હોલાનું કે કબૂતરનાં બચ્ચાંનું અર્પણ ચઢાવે.


અને જો હલવાન લાવવું એ તેના ગજા ઉપરાંત હોય, તો તે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવે. એક દહનીયાર્પણને માટે, ને બીજું પાપાર્થાર્પણને માટે; અને યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તે શુદ્ધ થશે.


અને જો તે ગરીબ હોય, અને એટલું મેળવવું એ તેના ગજા ઉપરાંત હોય, તો પોતાને માટે પ્રાયશ્ચિત્ત કરવાને દોષાર્થાર્પણને માટે આરતી ઉતારવા માટે તે એક નર હલવાન, ને ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો એક દશાંશ એફાહ મેંદો, તથા એક માપ તેલ લે;


પણ જો ઠરાવેલા મૂલ્ય કરતાં તે ગરીબ હાલતમાં હોય તો તેને યાજકની આગળ રજૂ કરવો, અને યાજક તેનું મૂલ્ય ઠરાવે; માનતા લેનારની શક્તિ પ્રમાણે યાજક તેનું મૂલ્ય ઠરાવે.


અને તે તેને યાજક પાસે લાવે, ને યાજક યાદગીરી દાખલ તેમાંથી ખોબાભર લઈને વેદી પર યહોવાના હોમયજ્ઞ ઉપર તેનું દહન કરે:તે પાપાર્થાર્પણ છે.


અને જે પાપ તેણે કર્યું હોય તેને લીધે યહોવાને માટે તે પોતાનું દોષાર્થાર્પણ લાવે, એટલે પાપાર્થાર્પણને માટે ટોળામાંથી નારી જાતિનું એક હલવાન કે બકરી; અને યાજક તેના પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત્ત કરે.


અને તે પાપાર્થાર્પણના રક્તમાંનું વેદીની બાજુ પર છાંટે; અને બાકીનું રક્ત વેદીના થડમાં નીતરી જવા દે; તે પાપાર્થાર્પણ છે.


“હારુનનો અભિષેક થાય તે દિવસે તેણે તથા તેના પુત્રોએ યહોવાને આ અર્પણ કરવું:એટલે, ખાદ્યાર્પણને માટે હમેશ એક દશાંશ એફાહ મેંદોં, તેમાંથી અર્ધો સવારે, ને અર્ધો સાંજે.


તો તે પુરુષ પોતાની સ્‍ત્રીને યાજકની પાસે લાવે, ને તે તેને માટે તેનું અર્પણ લાવે, એટલે એક દશાંશ એફાહ જવનો મેંદો, તે પર તે કંઈ તેલ ન રેડે, તેમ જ તે પર લોબાન ન મૂકે, કેમ કે તે સંશયનું ખાદ્યાર્પણ છે, એટલે અન્યાયની યાદ કરાવનારું સ્મરણદાયક ખાદ્યાર્પણ છે.


અને તેનું અર્પણ રૂપાની એક કથરોટ હતું, જેનું વજન એકસો ત્રીસ [શેકેલ] હતું, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો; બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.


તથા પ્રભુના નિયમશાસ્‍ત્રમાં ફરમાવ્યા પ્રમાણે એક જોડ હોલાનો અથવા કબૂતરનાં બે બચ્ચાંનો યજ્ઞ કરવા માટે, તેઓ તેને યરુશાલેમ લાવ્યાં.


આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા.


નિયમશાસ્‍ત્ર પ્રમાણે ઘણું કરીને સર્વ વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે, ને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.


Lean sinn:

Sanasan


Sanasan