લેવીય 5:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને જો કોઈ જન સાક્ષી હોવા છતાં તેને શપથ આપવામાં આવે ત્યારે તેણે જે જોયું હોય કે જાણતો હોય, તે જાહેર ન કરીને પાપમાં પડે તો તેનો અન્યાય તેને માથે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 “તમારે નીચેના કિસ્સાઓમાં દોષ નિવારણ બલિ ચડાવવો. “જો કોઈ માણસને અદાલતમાં સાક્ષી આપવા માટે બોલાવવામાં આવે અને તે પોતે જોયેલી કે જાણેલી હકીક્ત સત્ય જાહેર ન કરે અને એમ પાપમાં પડે તો તેણે તે અંગેની સજા ભોગવવી પડશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જો કોઈ પણ વ્યક્તિ સાક્ષી હોવા છતાં તેને શપથ આપવામાં આવે, તો તેણે પોતે જ જોયેલું કે જાણેલું હોય તે ન જણાવે તો તે પાપમાં પડે અને તેને માટે તે પોતે જવાબદાર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ1 “ગુન્હા વિષે જાણનાર વ્યક્તિને ન્યાયાલયમાં સાક્ષી પૂરવા બોલાવવામાં આવે અને તે પોતે જ જોયેલું કે જાણેલું હોય તે ન જણાવે તો તે પાપમાં પડે અને તેની સજા તેણે ભોગવવી પડે. Faic an caibideil |