Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 4:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જો અભિષિક્ત યાજક પાપ કરીને લોકો પર દોષ લાવે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે તે યહોવા પ્રત્યે એક ખોડખાંપણ વગરનો જુવાન વાછરડો ચઢાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 “જો પ્રમુખ યજ્ઞકાર પાપ કરે અને લોકો પર દોષ લાવે તો તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે ખોડખાંપણ વગરનો આખલો પ્રભુને ચડાવવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જો પ્રમુખ યાજક પાપ કરીને લોકો પર દોષ મૂકે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને સારુ તે યહોવાહ પ્રત્યે ખોડખાંપણ વગરનો એક જુવાન બળદ ચઢાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “જો અભિષિક્ત યાજક એવી રીતે ભૂલ કરે અને લોકોને દોષમાં નાખે. તો તેણે પોતે કરેલાં પાપના પ્રાયશ્ચિત રૂપે યહોવાને એક ખોડખાંપણ વગરનો બળદ તેણે કરેલા પાપાર્થાર્પણ માંટે અર્પણ તરીકે ચઢાવવો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 4:3
32 Iomraidhean Croise  

તેઓ રાજ્યને માટે, પવિત્રસ્થાનને માટે તથા યહૂદિયાના લોકોને માટે પાપાર્થાર્પણને માટે સાત ગોધા, સાત ઘેટાં, સાત હલવાન તથા સાત બકરા લાવ્યા. અને તેણે હારુનના પુત્રોને, એટલે યાજકોને, યહોવાની વેદી પર તેમનું અર્પણ કરવાની આજ્ઞા આપી.


બંદીવાસમાંથી જે લોક પાછા આવ્યા હતા, તેઓએ ઇઝરાયલના ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવ્યાં, એટકે સર્વ ઇઝરાયલીઓને માટે બાર ગોધા, છન્નુ મેંઢા, સિત્તોતેર હલવાન, અને પાપાર્થાર્પણને માટે બાર બકરા; એ સર્વ યહોવાને માટે દહનીયાર્પણ હતું.


પણ વાછરાનું માંસ તથા તેનું ચામડું તથા તેનું છાણ તું છાવણી બહાર અગ્નિથી બાળી નાખ; તે પાપાર્થાર્પણ છે.


અને વેદી પરના રક્તમાંથી તથા અભિષેકના તેલમાંથી લઈને તું હારુન પર તથા તેના વસ્‍ત્ર પર, ને તેની સાથે તેના દીકરાઓ પર તથા તેઓનાં વસ્‍ત્ર પર તે છાંટ; એમ તે તથા તેઓનાં વસ્‍ત્ર પર તે છાંટ; એમ તે તથા તેઓનાં વસ્‍ત્ર પર તે છાંટ; એમ તે તથા તેનાં વસ્‍ત્ર પવિત્ર થશે.


અને અભિષિકતનું તેલ લઈને તે તું તેના માથા પર રેડ, ને તેને અભિષિકત કર.


અને વર્ષમાં એક વાર હારુન તેના શિંગ પર પ્રાયશ્ચિત કરે; તમારી પેઢી દરપેઢી વર્ષમાં એક વાર પ્રાયશ્ચિતના પાપાર્થાર્પણના રક્તથી તેને માટે તે પ્રાયશ્ચિત કરે; તે યહોવાને માટે પરમપવિત્ર છે.”


દરવાજાની પરસાળમાં આ બાજુએ બે મેજ ને પેલી બાજુએ બે મેજ મુકેલી હતી, તેમના ઉપર દહનીયાર્પણો, પાપાર્થપણો તથા દોષાર્થાર્પણો કાપવામાં આવતાં હતાં.


પ્રભુ યહોવા કહે છે કે, સાદોકના સંતાનના લેવી યાજકો, જે મારી સેવા કરવા મારે મારી હજૂરમાં આવે, તેઓને તારે એક જુવાન ગોધો પાપાર્થર્પણને માટે આપવો.


[તે પછી જે દિવસે] તે પવિત્રસ્થાનમાં સેવા કરવા માટે અંદરના આંગણામાં પવિત્રસ્થાનમાં જાય તે દિવસે તે પોતાનું પાપાર્થાર્પણ ચઢાવે, એમ પ્રભુ યહોવા કહે છે.


અને જો દહનીયાર્પણને માટે તેનું અર્પણ ટોળામાંથી એટલે ઘેટાંમાંથી કે બકરામાંથી હોય, તો તે ખોડખાંપણ વગરનો નર ચઢાવે.


જો કોઈનું અર્પણ ઢોરના દહનીયાર્પણનું હોય, તો તે ખોડખાંપણ વગરનો નર ચઢાવે કે, તે પોતે યહોવાની આગળ માન્ય થાય.


અને પાપાર્થાર્પણનો બળદ પોતાને માટે હોય તેને હારુન રજૂ કરે, ને પોતાને માટે તથા પોતના ઘરનાંને માટે પ્રાયશ્ચિત્ત કરે, ને પાપાર્થાર્પણનો જે બળદ પોતાને માટે હોય તેને તે કાપે.


હારુન આ વસ્તુઓ લઈને પવિત્રસ્થાનમાં આવે:એટલે પાપાર્થાર્પણને માટે એક વાછરડો, તથા દહનીયાર્પણને માટે એક ઘેટો લઈને તે આવે.


અને ઇઝરાયલી લોકો તરફથી પાપાર્થર્પણને માટે બે બકરા, ને દહનીયાર્પણને માટે એક ઘેટો તે લે.


અને પોતાને માટે પાપાર્થાર્પણનો જે બળદ હોય તેને હારુન રજૂ કરે, ને પોતાને માટે તથા પોતાના ઘરનાંને માટે પ્રાયશ્ચિત્ત કરે.


તો જે પાપ તેઓએ કર્યું હોય તેની જાણ પડે ત્યારે મંડળી પાપાર્થાર્પણને માટે એક જુવાન વાછરડો ચઢાવે, ને તેને મુલાકાતમંડપની આગળ લાવે.


ત્યારે જો જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે, તો તે એક બકરાનું એટલે એક ખોડખાંપણ વગરના નરનું અર્પણ લાવે.


ત્યારે જો જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે. તો તે એક ખોડખાંપણ વગરની બકરીનું અર્પણ લાવે. જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે તે લાવે.


અને તે અભિષિક્ત યાજક તે વાછરડાના રક્તમાંથી કેટલુંક લઈને મુલાકાતમંડપમાં લાવે.


અને જે પાપ તેણે કર્યું હોય તેને લીધે યહોવાને માટે તે પોતાનું દોષાર્થાર્પણ લાવે, એટલે પાપાર્થાર્પણને માટે ટોળામાંથી નારી જાતિનું એક હલવાન કે બકરી; અને યાજક તેના પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત્ત કરે.


હારુનપુત્રોમાંનો પ્રત્યેક પુરુષ યહોવાના હોમયજ્ઞમાંથી તેમના હમેશના તથા વંશપરંપરાના હક તરીકે તે ખાય. જે કોઈ તેઓનો સ્પર્શ કરે તે શુદ્ધ હોય.”


અને તેણે અભિષેકના તેલમાંથી હારુનના માથા પર રેડીને તેને પાવન કરવા માટે તેનો અભિષેક કર્યો.


અને તેણે હારુનને કહ્યું, પાપાર્થાર્પણને માટે ખોડખાંપણ વગરનો એક વાછરડો તથા દહનીયાર્પણને માટે એલ ઘેટો લઈને યહોવાની સમક્ષ તેઓને ચઢાવ.


અને તું ઇઝરાયલી લોકોને કહે કે, તમે પાપાર્થાર્પણને માટે એક બકરો; અને દહનીયાર્પણને માટે એક વાછરડો તથા એક હલવાન, બન્‍ને પહેલા વર્ષના તથા ખોડખાંપણ વગરના;


અને તેઓએ ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, સર્વ દેહના આત્માઓના ઈશ્વર, શું એક માણસ પાપ કરે, તેથી તમે સમગ્ર પ્રજા પર કોપાયમાન થશો?”


અને તેઓ એક વાછરડો તથા તેનું ખાદ્યાર્પણ, એટલે તેલે મોહેલો મેંદો લે. અને પાપાર્થાર્પણને માટે તું બીજો એક વાછરડો લે.


કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે [કામ] તેને અશક્ય હતું તે ઈશ્વરે [કર્યું, એટલે] પોતના દીકરાને પાપી દેહની સમાનતામાં, અને પાપાર્થાર્પણને માટે મોકલીને તેમના દેહમાં પાપને શિક્ષા ફરમાવી,


આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા.


તે કારણને લીધે તેણે જેમ લોકોને સારું તેમ પોતાને સારુ પણ પાપોને માટે અર્પણ કરવું જોઈએ.


બકરાના તથા વાછરડાના રક્તથી નહિ, પણ પોતાના જ રક્તથી [માણસોને માટે] સનાતન ઉદ્ધાર મેળવીને પરમપવિત્ર સ્થાનમાં એક જ વખત ગયા હતા.


Lean sinn:

Sanasan


Sanasan