Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 3:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને હારુનના પુત્રો વેદી પરના અગ્નિ પરનાં લાકડાં ઉપરના દહનીયાર્પણ પર તેનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 યજ્ઞકારોએ આ બધાંનું વેદી પરના અગ્નિમાં દહનબલિ તરીકે દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હારુનના પુત્રો વેદી પરના અગ્નિ પર લાકડા ઉપરના દહનીયાર્પણ પર તેનું દહન કરે. તે યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આ તમાંમ યાજકોએ દહનાર્પણ ઉપરાંત વેદી પરના લાકડાંના અગ્નિમાં હોમવું. એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 3:5
24 Iomraidhean Croise  

તે જ દિવસે રાજાએ યહોવાના ઘરની આગળના ચોકના મધ્ય ભાગને પાવન કર્યો, કેમ કે ત્યાં તેણે દહનીયાર્પણ, ખાદ્યાર્પણ, તથા શાંત્યર્પણોનો મેદ, ચઢાવ્યાં, કારણ કે યહોવાની સમક્ષ જે પિત્તળની વેદી હતી, તે એટલી મોટી ન હતી કે તે પર દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા શાંત્યર્પણોનો મેદ, સમાઈ શકે.


ત્યાર પછી તેઓએ પોતાને માટે તેમ જ યાજકોને માટે તૈયાર કર્યું. હારુનના જે પુત્રો યાજકો હતા તેઓ રાત સુધી દહનીયાર્પણો તથા મેંદાર્પણ કરવામાં ગૂંથાયેલા હતા; માટે લેવીઓએ પોતાને માટે તથા હારુનના પુત્રો યાજકોને માટે, તૈયાર કર્યું.


અને તું આંતરડાં પરની ચરબી તથા કલેજા પરનું અંતરપડ તથા બે ગુરદા તથા તેઓ પરની ચરબી લઈને તેમનું વેદી પર દહન કર.


‘પણ સાદોકના પુત્રો, એટલે લેવી યાજકો કે, જેઓએ, ઇઝરાયલિ લોકો માટી પાસેથી ભટકી ગયા ત્યારે, પવિત્રસ્થાન વિષેની દીક્ષા પાળી, તેઓ મારી હજૂરમાં આવીને મારી સેવા કરે; અને તેઓ મને મેદ તથા રક્ત ચઢાવવાને મારી સમક્ષ ઊભા રહે, એવું પ્રભુ યહોવા કહે છે.


તે કર્મ એ છે કે રોટલી, મેદ તથા રક્ત ચઢાવતી વખતે, તમે મને તથા શરીરે પણ બેસુન્નત એવા પારકાઓને મારા પવિત્રસ્થાનની અંદર લાવીને તેને, હા, મારા મંદિરને ભ્રષ્ટ કર્યું છે, ને તમે મારો કરાર તોડીને તમારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોમાં [વધારો કર્યો છે]


પણ આંતરડાં તથા પગને તે પાણીથી ધોઈ નાખે, અને યાજક તે બધું અર્પીને વેદી પર તેનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.


અને તે તેને પાંખો પાસેથી ચીરે, પણ તેના બે ભાગ પાડી ન દે; અને યાજક વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર તેનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.


પણ તેનાં આતરડાં તથા તેના પગ તે પાણીથી ધોઈ નાખે, અને યાજક વેદી પર તે બધાનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.


અને યાજક વેદી પર તેનું દહન કરે. તે યહોવાને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે.


તથા બન્‍ને ગુરદા, તથા તેઓ પરની જે ચરબી જાંઘો પાસે હોય છે તે, તથા ગુરદા સાથે કલેજા પરનું ચરબીનું પડ તે કાઢી લે.


અને જેમ શાંત્યર્પણના યજ્ઞની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે; અને યાજક યહોવા પ્રત્યે સુવાસને માટે વેદી પર તેનું દહન કરે; અને યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.


અને જેમ શાંત્યર્પણના યજ્ઞમાંથી હલવાનની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે; અને યાજક યહોવાના હોમયજ્ઞની રીત પ્રમાણે વેદી પર તેઓનું દહણ કરે, એ જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.


અને વેદી પરના અગ્નિને તે પર સળગતો રાખવો, ને તેને હોલવાઈ જવા ન દેવો. અને દર સવારે યાજક તે પર લાકડાં બાળે, ને તે તેના ઉપર દહનીયાર્પણ ગોઠવે, ને તેના ઉપર શાંત્યર્પણની ચરબીનું દહન કરે.


અને યહોવાએ મૂસાને કહ્યું,


પછી તેણે ખાદ્યાર્પણ રજૂ કર્યું, ને તેમાંથી એક ખોબાભર લઈને, સવારના દહનીયાર્પણ ઉપરાંત, વેદી પર તેનું દહન કર્યું.


અને જ્યારે તું દહનીયાર્પણને માટે, અથવા માનતા ઉતારવાના યજ્ઞને માટે, અથવા યહોવાને માટે શાંત્યર્પણોને અર્થે


પણ ગાયના પ્રથમજનિતને, અથવા ઘેટાના પ્રથમજનિતને, અથવા બકરાના પ્રથમ જનિતને તું છોડાવી ન લે; તેઓ પવિત્ર છે. તું તેઓનું રક્ત વેદી પર છાંટ, ને યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ તરીકે તેઓની ચરબીનું દહન કર.


તથા દરેક વાછરડાની સાથે ખાદ્યર્પણને માટે ત્રણ દશાંશ [એફાહ] મેંદો તેલથી મોહેલો. અને ખાદ્યર્પણને માટે એક ઘેટાની સાથે બે દશાંશ [એફાહ] મેંદો તેલથી મોહેલો. અને ખાદ્યર્પણને માટે એક ઘેટાની સાથે બે દશાંશ [એફાહ] મેંદો તેલથી મોહેલો.


અને તું તેઓને કહે, જે હોમયજ્ઞ તમારે યહોવાને ચઢાવવો તે આ છે: હમેશના દહનીયાર્પણને માટે દિનપ્રતિદિન પહેલા વર્ષના બે ખોડખાંપણ વગરના નર હલવાન.


તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો.


Lean sinn:

Sanasan


Sanasan