Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 3:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તમારી વંશપરંપરા તમારાં વિધિ થાય, એટલે કે ચરબી કે રક્ત તમારે ખાવું જ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તમે ગમે ત્યાં વસતા હો, તમારી બધી જ પેઢીઓ માટે આ કાયમનો નિયત વિધિ છે: કોઈ ઇઝરાયલીએ કદી ચરબી કે રક્ત ખાવાનાં નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તમારી વંશપરંપરા તમારાં સઘળાં રહેઠાણોમાં એ હંમેશને માટે તમારો વિધિ થાય, એટલે ચરબી કે રક્ત તમારે ખાવાં જ નહિ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તમે ગમે ત્યાં નિવાસ કરતા હો, તમાંરી બધી જ પેઢીઓ માંટે તમાંરા દેશમાં સર્વત્ર આ કાયમી નિયમ છે; તમાંરે કદી પણ ચરબી કે લોહી ખાવા નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 3:17
42 Iomraidhean Croise  

પણ માંસ તેના જીવ સુદ્ધાં, એટલે રક્ત સુદ્ધાં, ન ખાશો.


વળી દહનીયાર્પણો તથા દરેક દહનીયાર્પણને માટે શાંત્યર્પણોનો મેદ તથા પેયાર્પણો પણ પુષ્કળ હતાં. એ પ્રમાણે યહોવાના મંદિરની સેવા કરવાની વ્યવસ્થા કરવામાં આવી.


પછી તેણે તેઓને કહ્યું, “હવે જાઓ, સ્વાદિષ્ઠ ભોજન કરો, મિષ્ટપાન કરો, અને જેઓએ કંઈ તૈયાર કરેલું ન હોય તેઓને માટે [તમારામાંથી] હિસ્સા મોકલી આપો; કેમ કે આપણા ઈશ્વર યહોવાને માટે આજનો દિવસ પવિત્ર છે; એથી તમારે ઉદાસ પણ ન થવું, કેમ કે, યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે.


મુલાકાતમંડપમાં કરારકોશ આગળના પડદાની બહારની બાજુએ હારુન તથા તેના દીકરાઓ સાંજથી તે સવાર સુધી યહોવા આગળ તેની વ્યવસ્થા કરે. ઇઝરાયલીઓને માટે પેઢી દરપેઢી તે સદાનો વિધિ થાય.


અને હારુન તથા તેના દીકરાઓ જ્યારે મુલાકાતમંડપમાં જાય, અથવા પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે જ્યારે વેદીની પાસે આવે, ત્યારે તેઓ તે પહેરીને જાય; રખેને તેઓને માથે દોષ આવે ને તેઓ માર્યા જાય. તે તેને માટે તથા તેના પછીના તેના સંતાનને માટે સદાનો વિધિ થાય.


એ માટે તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તમે [માંસ] રક્તસહિત ખાઓ છો, ને તમારી મૂર્તિઓ તરફ તમારી નજર ઊચી કરો છો, ને રક્ત વહેવડાઓ છો, તેમ છતાં શું તમે દેશનું વતન ભોગવશો?


‘પણ સાદોકના પુત્રો, એટલે લેવી યાજકો કે, જેઓએ, ઇઝરાયલિ લોકો માટી પાસેથી ભટકી ગયા ત્યારે, પવિત્રસ્થાન વિષેની દીક્ષા પાળી, તેઓ મારી હજૂરમાં આવીને મારી સેવા કરે; અને તેઓ મને મેદ તથા રક્ત ચઢાવવાને મારી સમક્ષ ઊભા રહે, એવું પ્રભુ યહોવા કહે છે.


તે કર્મ એ છે કે રોટલી, મેદ તથા રક્ત ચઢાવતી વખતે, તમે મને તથા શરીરે પણ બેસુન્નત એવા પારકાઓને મારા પવિત્રસ્થાનની અંદર લાવીને તેને, હા, મારા મંદિરને ભ્રષ્ટ કર્યું છે, ને તમે મારો કરાર તોડીને તમારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોમાં [વધારો કર્યો છે]


ઉચ્છાલિત બાવડું તથા આરતિક્ત છાતી, ચરબીના હોમયજ્ઞ સહિત, યહોવાની સમક્ષ આરતી ઉતારીને આરત્યર્પણ કરવાને તેઓ લાવે. તે પણ તારું તથા તારી સાથે તારા પુત્રોનું સદાનું દાપું થાય; કેમ કે યહોવાએ એવી આજ્ઞા આપી છે.”


“જયાર તું તથા તારી સાથે તારા પુત્રો મુલાકાતમંડપમાં જાઓ ત્યારે દ્રાક્ષારસ કે દારૂ ન પીઓ, રખેને તમે માર્યા જાઓ. તમારી વંશપરંપરા સદાને માટે આ વિધિ થાય.


અને એ સદાને માટે તમારો વિધિ થાય. સાતમા માસમાં તે માસને દશમે દિવસે તમે આત્મકષ્ટ કરો, ને કોઈ પ્રકારનું કામ ન કરો, પછી આ દેશનો હો, કે તમારા મધ્યે પ્રવાસ કરતો પરદેશી હો;


અને ઇઝરાયલી લોકોનાં બધાં પાપને લીધે તેઓને માટે વર્ષમાં એક વખત પ્રાયશ્ચિત્ત કરવું, એ તમારે માટે સદાનો વિધિ થાય.” અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી તેમ તેણે કર્યું.


અને જે વનદેવતાઓની પાછળ તેઓ વંઠી ગયા હતા. તેઓ પ્રત્યે હવે પછી તેઓ અર્પણ ન ચઢાવે. વંશપરંપરા તેઓને માટે હમેશનો એ વિધિ થાય.


તમે કોઇ પણ વસ્‍તુ તેના રક્ત સહિત ન ખાઓ, અને તમે મંત્ર ન વાપરો, તેમ જ શુકનનો ઉપચાર પણ ન કરો.


અને તમે તમારા ઈશ્વરની હજૂરમાં એ અર્પણ રજૂ કરો, તે દિવસ સુધી [નવા ધાન્યની] રોટલી તથા પોંક તથા લીલાં કણસલાં તમારે ખાવાં નહિ; તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ થાય.


અને એ જ દિવસે તમારે જાહેરાત કરવી. તમારે પવિત્ર મેળાવડો કરવો, તમારે કોઈ સંસારી કામ ન કરવું; તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ છે.


કરારના પડદાની બહારની બાજુ મુલાકાતમંડપમાં યહોવાની સમક્ષ સાંજથી સવાર સુધી હારુન હમેશ તેની વ્યવસ્થા રાખે. તે વંશપરંપરા તમારે માટે સદાનો વિધિ થાય.


અને તે હારુનની તથા તેના પુત્રોની થાય, અને પવિત્ર જગાએ તેઓ તે ખાય, કેમ કે સદાના વિધિ પ્રમાણે તે તેને માટે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર છે.”


અને યાજક વેદી પર તેમનું દહન કરે; તે સુવાસને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે; બધી ચરબી યહોવાની છે.


અને યહોવાએ મૂસાને કહ્યું,


અને તે એમાંથી એક ખોબાભર ખાદ્યાર્પણનો મેંદો તથા તેનું તેલ, અને ખાદ્યાર્પણનો બધો લોબાન લીને યાદગીરી દાખલ, યહોવાને માટે સુવાસને અર્થે વેદી ઉપર તેનું દહન કરે.


હારુનપુત્રોમાંનો પ્રત્યેક પુરુષ યહોવાના હોમયજ્ઞમાંથી તેમના હમેશના તથા વંશપરંપરાના હક તરીકે તે ખાય. જે કોઈ તેઓનો સ્પર્શ કરે તે શુદ્ધ હોય.”


અને તેના પુત્રોમાંનો જે અભિષિક્ત યાજક તેની પદવીએ આવે તે તે ચઢાવે. હમેશના વિધિથી તેનું યહોવાને માટે પૂરેપૂરું દહન કરાય.


“ઇઝરાયલ પ્રજાને એમ કહે કે બળદની કે ઘેટાની કે બકરાનિ કંઈ પણ ચરબી તમે ન ખાઓ.


કેમ કે આરતિક્ત છાતી તથા ઉચ્છાલિત બાવડું ઇઝરાયલી લોકો પાસેથી તેઓનાં શાંત્યર્પણોના યજ્ઞમાંથી મેં લીધાં છે, ને મેં તે હારુન યાજકને તથા તેના પુત્રોને ઇઝરાયલી લોકો તરફથી તેઓના હમેશના દાપા તરીકે આપ્યાં છે.”


એ વિષે યહોવાએ જે દિવસે તોનો અભિષેક થયો તે દિવસે એવી આજ્ઞા કરી કે, ઇઝરાયલી લોકો તેઓને તે આપે. તે વંશપરંપરા તેઓનુમ સદાનું દાપું છે.


અને તેઓને માટે તે સદાનો વિધિ થાય. અને જે માણસ શુદ્ધિનું પાણી છાંટે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે; અને જે કોઈ શુદ્ધિના પાણીનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ‍ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું.


કેમ કે [નવા] કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે.


એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, તથા ગૂંગળાવીને મારેલાંથી તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું. જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે. તમને કુશળતા થાઓ.”


એમનામાં, એમના લોહીદ્વારા, તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે.


એ માટે કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, [ખ્રિસ્ત મંડળીને] પવિત્ર કરે,


કેવળ તમારે રક્ત ખાવું નહિ. તે તારે પાણીની જેમ જમીન પર ઢોળી દેવું.


ફક્ત એટલું સંભાળજે કે તેનું રક્ત તારા ખાવામાં ન આવે, કેમ કે રક્ત એ તો જીવ છે, અને માંસ સાથે તેનો જીવ તારે ખાવો નહિ.


તારે તે ખાવું નહિ; તે તારે પાણીની જેમ જમીન પર ઢોળી દેવું.


ફકત તું તેનું રક્ત ન ખા; તે તું પાણીની જેમ જમીન પર ઢોળી દે.


ગાયનું માખણ ને ઘેટીનું દૂધ, અને હલવાનની ચરબી અને બાશાનની ઓલાદના ઘેટા, તથા બકરા તથા ઘઉંના તાંદળાનું સત્વ; અને દ્રાક્ષાના લાલચોળ રસનો દ્રાક્ષારસ તેં પીધો,


કેમ કે જો આભારસ્તુતિની સાથે તેનો ઉપયોગ થાય તો ઈશ્વરનું સર્વ ઉત્પન્‍ન કરેલું સારું છે, કંઈ નાખી દેવાનું નથી.


Lean sinn:

Sanasan


Sanasan